Anil Joshi's Blog (54)

કોઈ ભૂખહડતાલ ઉપર ઊતરે છે ત્યારે એવું ફીલ થાય છે કે લાખો ગરીબ લોકો કાયમી ઉપવાસ ઉપર જ હોય છે

મને એક કુતૂહલ થાય છે કે અણ્ણા હજારેના ઉપવાસનું શું થયું? કોઈ જવાબ નથી મળતો. અણ્ણા હજારેના કિસ્સામાં એવું બન્યું કે કોલંબસ તો ભારતની શોધમાં નીકળ્યો હતો, પણ પહોંચી ગયો અમેરિકામાં. કિશોરકુમારે ગાયેલું આ ગીત તરત સ્મરણમાં ફરકે છે ‘જાના થા જાપાન પહોંચ ગયે ચીન’ ‘ઉપવાસ’નો અર્થ જ ઉપરવાસ થાય છે. શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે રમજાનના રોજા હોય એ બધા ધાર્મિક ઉપવાસો એ…
Continue

Added by Anil Joshi on July 13, 2016 at 8:18am — No Comments

આપણે બધા જ ભૂતકાળની પ્રોડક્ટ છીએ પણ ભૂતકાળના કેદીઓ નથી

કેટલાક વરિષ્ઠ પત્રકાર-તંત્રી મિત્રો સાથે કોફી ટેબલ ટોક કરતા એક વાતનું આશ્ચર્ય વ્યક્ત કરાયું કે નેતાઓ જે ભાષણ કરેછે તેને ન્યુઝ કહેવાય? વરિષ્ઠ પત્રકાર વિશ્વનાથ સચદેવ કહેછે : "આજકાલ કોઈપણ નેતા જે કાઈ બોલેછે તે છાપાની હેડલાઈન બનેછે .ટેલિવિઝન ઉપર એની સ્પીચ આવેછે .કોઇપણ નેતાનું ભાષણ એ ન્યુઝ નથી . નેતા તો આજે બોલીને કાલે ફરી જાય…

Continue

Added by Anil Joshi on July 12, 2016 at 11:00am — No Comments

Ramesh Parekh's poem On Anil Joshi

મીરાં નદીની તું નહેર, અનિલ

ને રણ ફૂંકાય ઘેર ઘેર, અનિલ

ભરાતું શ્વાસના કટોરામાં

એનું એ રિક્તતાનું ઝેર, અનિલ

આંધળો હાથ મારો ક્યાં ચીંધું

તારો મેવાડ ઠેર ઠેર, અનિલ

ઝાંઝવા એમ નહીં બને ઝરણું

ગમે તે ચશ્માં તું પહેર, અનિલ

હોઠમાં કાલસર્પયોગ અને

વક્ષની વચ્ચે…

Continue

Added by Anil Joshi on July 11, 2016 at 6:51am — No Comments

એકવાર રમેશ તેન્ડુલકરે મને કહ્યું હતું: " સચિનમાં સ્પર્શ- સંવેદન બહુ તીવ્ર છે"

વાંદરાની સાહિત્ય સહવાસ કોલોનીમાં ઉછરેલા સચિનને મેં કોલોનીમાં રમતો જોયો છે. સચિનના માતાજી રજનીબેનને સચિનની 200મી ટેસ્ટ સ્ટેડિયમમાં બેસીને જોતા જોઇને હું થોડો ઈમોશનલ થઇ ગયો છું.મને સચિનના પિતાજી અને મારા કવિમિત્ર રમેશ તેન્ડુલકર યાદ આવી ગયા. રમેશજી આજે હયાત નથી. ગઈકાલે જ સચિનની બાળલીલાના સાક્ષી રહેલા પુષ્પભારતી સાથે ટેલિફોન ઉપર લાંબી વાત કરી . પુષ્પાજી કહે :" સચિનનો ઉછેર…

Continue

Added by Anil Joshi on July 10, 2016 at 9:00am — No Comments

માનવીએ સંબંધોના ટ્રસ્ટી તરીકે વર્તવું જોઇએ. માલિક તરીકે નહીં.

માનવીએ સંબંધોના ટ્રસ્ટી તરીકે વર્તવું જોઇએ. સંબંધોમાં લોચા ત્યારે જ થાય છે જ્યાં માલિક તરીકેનું પઝેશન આવે. આજે વહેલી સવારે બલ્ગેરિયાના કવિ ગિઓર્ગી ગસ્પદીનવની એક કવિતા વાંચીને હું પોતે જ એક સન્નાટો થઇ ગયો. મને થયું કે સ્ત્રી અને પુરુષના સંબંધો એટલી હદ સુધી આકસ્મિક અને ઔપચારિક બની ગયા છે કે પછી કવિનું આ ભવિષ્યનું ક્રાંતદર્શન છે? સમજ નથી પડતી.…

Continue

Added by Anil Joshi on July 9, 2016 at 10:17am — No Comments

રાધા અને કૃષ્ણ સ્વર્ગમાં મળેછે ત્યારે રાધા " કેમ છો દ્વારકાધીશ" કહીને હાય- હલ્લો કરેછે

રાધા અને કૃષ્ણના પ્રેમ વિષે ખૂબ ખૂબ કવિતાઓ લખાઈ છે. પણ થોડા દિવસ પહેલા એક અજ્ઞાત કવિની એક અતિ સુંદર કવિતા વાંચવા મળી ગઈ. આ કવિતામાં રાધા કૃષ્ણની બોલતી જ બંધ કરી દે છે. રાધા કહેછે : " કાનામાંથી દ્વારકાધીશ ( દ્વારકાના રાજા )થવામાં તે કેટલું બધું ગુમાવ્યું છે એની તને ખબર છે ? રાધા અને કૃષ્ણ સ્વર્ગમાં મળેછે ત્યારે રાધા " કેમ છો દ્વારકાધીશ" કહીને હાય-…

Continue

Added by Anil Joshi on July 8, 2016 at 7:18am — No Comments

એક વ્યંગ કવિતા - " ડાકુ કવિ "

હિન્દી કવિમિત્ર ઘનશ્યામ અગ્રવાલે કવિઓ ઉપર લખેલી એક વ્યંગ કવિતા મોકલી છે એનું શીર્ષક છે " ડાકુ કવિ " આ વ્યંગ કવિતા છે।

एक कविने एक बच्चा चुराया। 

और फिर पत्र भिजवाया। 

"आपका बच्चा हमारे पास है 

सकुशल कैद है। बच्चे 

बच्चे कि सलामती के लिए 

आज रात…

Continue

Added by Anil Joshi on July 7, 2016 at 7:21am — No Comments

ચૂપકીદી એ જ એની માતૃભાષા છે : ઍક કવિતા

મહેરબાની કરીને એને કોઈ કારણ ના પૂછો

એની પાસે જીવતા રહેવા માટે પૂરતા કારણો છે

ચૂપકીદી એ જ એની માતૃભાષા છે

એણે લાઈબ્રેરી જોઈ નથી ....

એ આંસુ અને ઝાકળના શુદ્ધ ટીપાઓને ધર્મગ્રંથની જેમ વાંચેછે

મહેરબાની કરીને કોઈ કારણ ના પૂછો ..

એ પહાડ ઉપર ચરતી…

Continue

Added by Anil Joshi on July 6, 2016 at 6:22am — No Comments

નદીનો મકબરો ક્યાં ચણશો ?

દિવાળી તો ગઈ સહુએ એકબીજાને સુખમય જીવનની શુભેચ્છાઓ આપી દીધી પરંતુ મને એ વાતનું હમેશા કૌતુક રહ્યું છે કે સુખ આવે છે ક્યાંથી ? સુખના આગમનનું કોઈ એરપોર્ટ છે ? પાનખરના ખરેલા પાંદડાઓ વચ્ચે બેસીને હું વિચારું છું તો એવું ફિલ થાય છે કે મોટાભાગના લોકો સુખમય જીવન નથી ઈચ્છતા પણ એના સાધનો, જેવા કે ધનસંપત્તી કે પોતાની હૈસિયતને જ જીવનનું ધ્યેય માની લેતા હોય…

Continue

Added by Anil Joshi on July 5, 2016 at 7:57am — No Comments

ઓરવેલની 1984 શીર્ષકથી પ્રસિદ્ધ થયેલી કથા અદભૂત છે

ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈએ પશુઓની સભામાં ઊંટ પાસે કહેવડાવ્યું હતું : " ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ..." ઊંટ અહીં બીજા પશુઓના અંગોની ફરિયાદ કરે છે પરંતુ ઊંટના અઢારે અંગ વાંકા છે એની ઊંટને પોતાને જ ખબર હોતી નથી એ મતલબનો બોધ કવિ દલપતરામે આપ્યો હતો. દલપતરામની આ કવિતા મને એટલા માટે યાદ આવી ગઈ કે હું હમણાં જ્યોર્જ ઓરવેલ રચિત " એનિમલ ફાર્મ " કથા વાંચી…

Continue

Added by Anil Joshi on July 4, 2016 at 8:16am — No Comments

પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રે

મારું આ ગીત ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા " પેરેલિસિસ" પરથી ટેલિવિઝન ફિલ્મ બની હતી એમાં આરતી મુકરજીએ ગાયું હતું ઉદય મજમુદારનું અદભૂત સ્વરનિયોજન આજે પણ એટલું જ તાજું લાગે છે.ચંદ્રકાંત બક્ષીનો આગ્રહ હતો જે આ ટેલિફિલ્મના બધા જ ગીતો મારે જ લખવા આ ગીત સુજાતા મહેતા ઉપર ચિત્રાંકિત થયું હતું મુખ્ય ભૂમિકામાં ઉપેન્દ્ર…

Continue

Added by Anil Joshi on July 3, 2016 at 9:07am — 1 Comment

હું હમેશા મોડો પડું છું

ડિસેમ્બર મહિનાના બીજા બુધવારે જ મેં મારી દિવ્યભાસ્કરની કોલમમાં મદનમોહન માલવિયાના જીવનનો એક પ્રસંગ લખ્યો હતો અને અંતમાં મુનીર નિયાઝીની કવિતા " હંમેશા મોડો પડું છું હું " મૂકી હતી. મને એ વાતનો અત્યંત આનંદ છે કે ડિસેમ્બરના ચોથા બુધવારે પંડિત મદન મોહન માલવિયાજી ને " ભારત રત્ન "તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે અહીં ફરી એકવાર મારા એ લેખનો અંશ અહીં મૂક્યો છે.…

Continue

Added by Anil Joshi on July 2, 2016 at 8:05am — No Comments

એક સંતુષ્ઠ સુવ્વર કરતા એક અસંતુષ્ઠ મનુષ્ય શ્રેઠ છે

એક લેખક મિત્રે કવિઓ અને સાહિત્યકારો વિષે એક કવિતા સંભળાવી તે વાંચવા જેવી છે. આ કવિતાનો કોંકણી કટાક્ષ સહુના નકાબ ઉતારી નાખે છે

અમે સાહિત્યકારો 

અમે કવિઓ 

પત્રકારને ઢીબી નાખ્યો 

અખબારની કચેરીને બાળી નાખી 

અમે ચૂપ રહ્યા 

કારણકે અમે પત્રકાર નથી 

પાંચ હજાર ખેડૂતોએ આપઘાત કર્યો 

અમે ચૂપ…

Continue

Added by Anil Joshi on July 1, 2016 at 7:46am — No Comments

સૂરજને તમે "દુબારા .દુબારા " નહિ કહો તો પણ એ પોતાનું રોજેરોજ ઊગવાનું નહિ છોડે

કવિ વેણીભાઈ પુરોહિતનો એક પ્રસંગ યાદ આવેછે એ દિવસોમાં લોકસભાની ચૂંટણી દિવસ હતો. વેણીભાઈ મતદાન કરવા ગયા હતા. મત આપીને પાછા ફરતા વેણીભાઈ મને અને હરીન્દ્ર દવેને રસ્તામાં મળી ગયા. અમે જોઇને વેણીભાઈએ આંગળી ઉપર કાળી શાહીનું ટપકું બતાવતા કહ્યું : " લોકશાહીનું લાંછન લઈને આવ્યો છું, જુઓ મારી આંગળી ઉપર લોકશાહીનું કલંક આ રહ્યું " અમે સહુ હસી પડ્ય…

Continue

Added by Anil Joshi on June 30, 2016 at 7:59am — No Comments

કવિતા એક એવી ચીજ છે કે એમાં તમે ખોટું બોલી શકતા નથી

મિશિગન સરોવર નગરી છે.સરવરિયાની પાળે બેઠા બેઠા મને વિખ્યાત શાયર ઝફર ગોરખપુરી યાદ આવી ગયા છે. વર્ષો પહેલા મુંબઈમાં ઝફર સાહેબ સાથે અનેક કલાકો સાથે બેસીને ગઝલગોષ્ઠી કરી હતી એનું સ્મરણ થઇ ગયું ઉર્દુના આ શાયરની જિંદગીનો મોટાભાગનો હિસ્સો સાહિર લુધિયાનવી, કૈફી આઝમી, અલી સરદાર ઝાફરી અને મજરૂહ સુલતાનપુરીની સંગતિમાં પસાર થયો છે…

Continue

Added by Anil Joshi on June 29, 2016 at 3:00pm — No Comments

न था कुछ, तो ख़ुदा था; कुछ न होता, तो ख़ुदा होता :Mirza Ghalib

ગાલિબ સાહેબનું નામ પડે એટલે ગઝલ તરત યાદ આવે .ગાલિબની ગઝલોમાં દર્દનું જે ઊંડાણ છે અને જે અંદાઝ છે એ ફિલ કરવા માટે એકાંત જોઈએ .મિજાજ જોઈએ .ગાલિબના શેર સમજવા માટે સજ્જતા જોઈએ .ગાલિબ સાહેબ પોતે ખુબ જ બેહાલ જિંદગી જીવ્યા હતા .ખાનાબદોશ જિંદગીનું પ્રતિબિંબ એમની ગઝલમાં આબેહૂબ પડેછે .ગાલિબનો આ શેર સાંભળો :

उगा है घरमे हर सू सब्ज़ा ,वीरानी तमाशा कर …

Continue

Added by Anil Joshi on June 29, 2016 at 7:49am — No Comments

પોતાના વિષે જ સતત વાતો કર્યા કરવી એ ખમીસ ઊંધું પહેર્યા બરાબર છે

 જ્યોર્જ માર્ટિન નામના લેખક કહે છે કે ઉનાળાની મૈત્રી ઓગળી જાયછે પણ શિયાળામાં જે મૈત્રી બંધાય છે તે કાયમ ની હોય છે. winter friends are friends forever.” શિયાળાની ખરી મજા મુંબઈમાં આવતી નથી. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચણિયા બોર જેવી ઠંડીને ચગળવાનો આનદ કવિતાના આનંદ જેટલો જ પવિત્ર છે.રાત લાંબી થઇ જાય છે.પતિ અને પત્નીને પ્રેમ કરવા માટે લાંબી રાત મળે…

Continue

Added by Anil Joshi on June 28, 2016 at 8:32am — 1 Comment

ચોમાસાનો કોરો વરસાદ

મારી પૌત્રી હ્રીદાને પાણી બહુ વહાલું છે એને જોઇને હું યે પાણી પાણી થઇ જાઉછું .થોડા દિવસ પહેલા હ્રીદાએ મને પૂછ્યું : " દાદા ,આપ પાની પર કવિતા લિખો .લો યે નોટબૂક અને કલર પેન " નવરાત્રીમાં મારી દીકરી રચનાએ પણ મને સવાલ કર્યો હતો : " પપ્પા તમે કવિતા કેમ નથી લખતા " હું મૂંઝાયો .દીકરીઓ બહુ અઘરી ડીમાન્ડ કરતી હોય છે દિવાળીની સાફ સફાઈમાં મારી…

Continue

Added by Anil Joshi on June 27, 2016 at 3:25pm — No Comments

આગને તમે ભીનું લાકડું વેચતા નહિ

બાય ધ વે , હમણા પાકિસ્તાનના બહુ મોટા ગજાના કવિ અફઝલ અહમદ ની એક સરસ કવિતા વાંચવામાં આવી .આ કવિતાની શીર્ષક " લાકડામાંથી બનેલા માણસો " છે લાકડું તો આપણે સહુએ જોયું છે પણ કવિની દ્રષ્ટી લાકડાને અનન્ય રીતે નિરખે છે .કવિએ આ કવિતામાં લાકડામાંથી બનેલા માણસોનો એક પ્રતિક તરીકે વિનિયોગ કર્યો છે કવિતા એન્જોય કરો .

"લાકડામાંથી બનેલા…

Continue

Added by Anil Joshi on June 24, 2016 at 7:53am — 1 Comment

ઓ હેનરી (O.Henry)- ટૂંકી વાર્તાના બાદશાહ

આજે વહેલી સવારે ઓ હેનરીની એક લઘુકથા વાંચવામાં આવી ગઈ. ગુજરાતી વાર્તા રસિકો માટે ઓ હેનરીનું નામ બિલકુલ અજાણ્યું નથી. ટૂંકી વાર્તાના તેઓ બાદશાહ ગણાતા હતા. દરેક મનુષ્યને પોતાનું ભાવજગત હોય છે. સાહિત્ય વાંચનારને માટે આપણે "વાચક " શબ્દ નથી પ્રયોજતા પણ "ભાવક " અથવા "સહૃદય " શબ્દ પ્રયોજીએ છીએ ઓ"હેનરીનો જીવનકાળ 1862 થી 1910 સુધી હતો. આ સર્જકનું મૂળનામ…

Continue

Added by Anil Joshi on June 23, 2016 at 8:00am — No Comments

Monthly Archives

2016

2015

2014

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service