Made in India
કવિ વેણીભાઈ પુરોહિતનો એક પ્રસંગ યાદ આવેછે એ દિવસોમાં લોકસભાની ચૂંટણી દિવસ હતો. વેણીભાઈ મતદાન કરવા ગયા હતા. મત આપીને પાછા ફરતા વેણીભાઈ મને અને હરીન્દ્ર દવેને રસ્તામાં મળી ગયા. અમે જોઇને વેણીભાઈએ આંગળી ઉપર કાળી શાહીનું ટપકું બતાવતા કહ્યું : " લોકશાહીનું લાંછન લઈને આવ્યો છું, જુઓ મારી આંગળી ઉપર લોકશાહીનું કલંક આ રહ્યું " અમે સહુ હસી પડ્ય વેણીભાઈનો ભાષા વૈભવ અદભૂત હતો. વેણીભાઈ કવિસંમેલનનું સંચાલન ક્યારેય કરતા નહિ. એકવાર હું અને હરીન્દ્ર દવે વેણીભાઈને પૂછવા ગયા " વેણીભાઈ, તમે આ કવિ સંમેલનનું સંચાલન કરશો ? " વેણીભાઈ તરત બોલ્યા : " બાથરૂમના લોટાને બાજોઠ ઉપર બેસાડવાનું મને નહિ ફાવે " વેણીભાઈનો આ મિજાજ હતો. વેણીભાઈની કવિતા ધણમાંથી પાછી ફરતી ગાયોને ગળે બાંધેલી ઘંટડી સમાન છે. આ ઘંટડી ખતરાની ઘંટડી નથી કવિને સમાજ સાથે નિસ્બત હોય છે કવિતા એ નથી હોતી જે કવિ કાગળ ઉપર લખેછે, કવિતા તો આત્માના શ્વાસોશ્વાસથી બનેલી એક મહાનદી હોય છે જે મનુષ્યતાની ભીતર વહેતી હોય છે. વેણીભાઈ જેવા કવિ આંગળી ઉપર મતદાનની કાળી શાહીના ટપકાને " લોકશાહીનું લાંછન " કહે એની પાછળના ઘણા સૂચિતાર્થો વ્યંજિત થઇ જાય છે. નાઈજીરિયા દેશના એક કવિ બેન ઓકરીએ કવિતા વિષે પોતાના વિચારો વ્યક્ત કરતા લખ્યું છે તે વાંચવા છે. બેન ઓકરી લખે છે :
" કવિઓ રાજનેતાઓની જેમ તમારી પાસે " વોટ " માંગતા નથી કવિ તમારી ફક્ત એટલું જ ઈચ્છે છે કે તમે તમારા આત્માનાં ગહનત્તમ ધ્વનિને સાંભળો . સાચો કવિ માત્ર એટલું જ ચાહે છે કે તમારા આખી સૃષ્ટિ સાથે થયેલા અનુબંધનું સન્માન કરો. રાજકારણ કરતા કવિતા આપણા હૃદયની વધુ નજીક હોય છે. આપણે જન્મ લઈએ છીએ તે જ ક્ષણે શ્વાસ અને કવિતાની સ્થિતિમાં જ પહેલો શ્વાસ લેતા હોઈએ છીએ. જન્મ લેવો એ જ કાવ્યાત્મક સ્થિતિ છે. આત્માનું શરીરમાં રૂપાંતર થાય એ જન્મ છે. મૃત્યુમાં પણ એવી જ કાવ્યાત્મક સ્થિતિ છે. દેહનું ફરી આત્મામાં રૂપાંતર થઇ જવું તે મૃત્યુ છે. આખું ચક્ર આ રીતે પૂરું થાય એ જ ચમત્કાર છે આ જીવનની નહિ સાંભળેલી મધુરતા એક અપરિમેય ચુપકીદીમાં પાછી ફરેછે એ જ મૃત્યુ છે. જીવન અને મૃત્યુની વચ્ચે આપણી જે રોજે રોજની ક્ષણ હોય છે તે કાવ્યાત્મક હોય છે.રાજનેતાઓ રાજ્યની હાલત વિષે વાતો કરે છે અને કવિ જીવનની પાયાની ધૂનોમાં ગૂંજતા રહેવામાં આપણને મદદ કરે છે. આપણા ચાલવાના છંદમાં, બોલચાલની વૃતાકાર રુબાઇઓમા અને જીવવાના રહસ્યમય સ્પંદનોમાં કવિતા આપણી ભીતર એક આંતર સંવાદ પેદા કરેછે જે આપણા પોતાના સત્ય તરફ એક નિજી યાત્રાનું પ્રસ્થાન છે. આપણે આખી દુનિયામાંથી કવિતાઓનો અવાજ એક સાથે લઇ આવીએ તો આપણા હૃદયો એક ઉત્સવ બની જાય છે અને દિમાગ આકાશના ચમકતા સિતારોની નીચે અનિવાર્યતાની અકાદમી બની જાય છે. કવિતા એ મૂળ શબ્દની વંશજ છે " આ શબ્દો નાઈજીરિયન કવિ બેન ઓકરીના છે. અહીં મને 1892માં મોસ્કોમાં જન્મેલી રશિયન કવિયત્રી મારીના ત્સ્વેતાયેવાની કવિતા યાદ આવી ગઈ. આ કવિતા એક એવી ભાવસ્થિતિની અનુભૂતિ કરાવે છે જે શબ્દાતીત છે.સાચી કવિતાનો આ જ આનંદ છે. મારીના લખેછે:
" નાં કોઈ વિચાર, નાં કોઈ ફરિયાદ
નાં કોઈ વિવાદ નાં કોઈ ઊંઘ
નહિ સૂર્યની ઈચ્છા, નહિ કોઈ ચંદ્રની
આ દિવાલોની વચ્ચે
ગરમી મહેસૂસ થતી નથી
બહારના બગીચાઓની હરિયાળી દેખાતી નથી
હવે કોઈ પ્રતિક્ષા નથી એ ઉપહારોની જેને
પામવા માટે બહુ ઈચ્છા રહેતી હતી
વહેલી સવારની ખામોશી પણ હવે ગમતી નથી
સાંજે ટ્રામોનો સૂરીલો અવાજ પ અકારો થઇ ગયો છે
કશું જોયા વિના જ હું જીવી રહી છું
આ કેવા દિવસો છે ?
આજે કઈ તારીખ છે અને કઈ સદી ચાલી રહી છે
એ હું સાવ ભૂલી ગઈ છું
એવું લાગેછે કે હું એક ફાટેલા તંબુ નીચે
બેઠેલી એક નર્તકી છું
કોઈ બીજાનો જ હું પડછાયો છું "
તમે જુઓ કે આખા કાવ્યમાં એક સન્નાટો છે. શબ્દોમાં કોઈ ચતુરાઈ નથી. બહુ જ સિમ્પલ શબ્દો છે. આ જ કવિયત્રી મારીનાએ પોતાના બીજા એક કાવ્યમાં એમ કહ્યું છે કે " કવિ બહુ દૂરની વાત કરતો હોય છે। અને દૂરની વાત કવિને પોતાની તરફ ખેંચી લે છે. સાચા કવિનો માર્ગ ધૂમકેતુના તારાનો માર્ગ છે. મોટા ગજાની કવિતા ધૂમકેતુના તારાની જેમ ક્યારેક જ દેખાતી હોય છે. આગિયાઓ તો ઘણા છે. તમારે નિરાશ થવું પડશે કે કે કવિઓના ગ્રહણની આગાહી કોઈ પંચાંગમાં નથી હોતી કવિ તો એ હોયછે કે જે ગંજીફાના પત્તાની સેળભેળ કરીને પોતે જ સતત ચીપાતો રહે છે. મોટી કવિતા એક એવી ગાડી છે જે કાયમ લેટ જ આવતી હોય છે કવિનો માર્ગ પૂછડિયા તારાનો અગ્નિપથ છે " રશિયાની એક બીજી પ્રતિભાવંત કવિયત્રી અન્ના આખ્માંતોવા કેવળ શબ્દોની આતશબાજીને કવિતા કહેતા નથી. આખ્માંતોવા લખે છે : શબ્દોની તાજગી અને અનુભૂતિની સાદગી ખોઈ નાખવી એટલે જેમ ચિત્રકાર દ્વારા ખોવાઈ જતી દ્રષ્ટિ, અભિનેતા દ્વારા ખોવાઈ જતો અવાજ,અને સુંદર સ્ત્રી દ્વારા ખોવાઈ જતું સૌંદર્ય ઈશ્વર તરફથી તમને જે ઉપહાર મળ્યો છે એને બચાવવાની કોશિષ નાં કરો ઊઠો ,એકલા ચાલો, નેત્રહીનોને દ્રષ્ટિ આપો. શિષ્યોના અપમાનજનક વ્યંગ અને ભીડને અવગણીને ચાલો સહવાસની પણ એક સીમા હોય છે જેનું અતિક્રમણ નથી પ્રેમ કરી શકતો કે નથી વાસનાં કરી શકતી મિત્રતા અશક્ત પડી જાય છે ત્યારે તમારું મન મુક્ત બની જાય છે પરાયા પ્રેમની ધીમી થકાન માટે " આખ્માંતોવાનું આ ભાવવિશ્વ છે. શબ્દો એની તાકાત ગૂમાવી બેસેછે ત્યારે ફક્ત વાતો જ થાય છે.કવિતા મૂંગી થઇ જાય અને કવિઓ વધુ બોલવા લાગે છે. વિલિયમ ફોકનર લખેછે : “Talk, talk, talk: the utter and heartbreaking stupidity of words.” તમે કોઈને લખવાનું શિખવી શકતા નથી કે નથી કોઈને કવિ બનાવી શક્તાપણ શબ્દ સાથે પ્રેમમાં પડતા શિખવી શકો છો. સૂરજ પાસે શબ્દો નથી. પહાડો પાસે શબ્દો નથી. વૃક્ષો શબ્દહીન છે.અનેક પથ્થરોને કોઈ નામ નથી. મજાની વાત એ છે કે પહાડો કે સૂરજ કે વૃક્ષો કોઈની પાસે પ્રશંસાની ભીખ માગવા જતા નથી. સૂરજને તમે "દુબારા ....દુબારા " નહિ કહો તો પણ એ પોતાનું રોજેરોજ ઊગવાનું નહિ છોડે એમિલી ડિકન્સનની આ નાનકડી કવિતા થોડામાં ઘણું કહી જાય છે
A WORD is dead
When it is said,
Some say.
I say it just
Begins to live 5
That day.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com