Made in India
ડિસેમ્બર મહિનાના બીજા બુધવારે જ મેં મારી દિવ્યભાસ્કરની કોલમમાં મદનમોહન માલવિયાના જીવનનો એક પ્રસંગ લખ્યો હતો અને અંતમાં મુનીર નિયાઝીની કવિતા " હંમેશા મોડો પડું છું હું " મૂકી હતી. મને એ વાતનો અત્યંત આનંદ છે કે ડિસેમ્બરના ચોથા બુધવારે પંડિત મદન મોહન માલવિયાજી ને " ભારત રત્ન "તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે અહીં ફરી એકવાર મારા એ લેખનો અંશ અહીં મૂક્યો છે. મુનીર નિયાઝીની કવિતામાં પણ એ વાત કરી છે " હમેશા મોડો પડું છું હું " ભાવવિશ્વ કોલમનો અંતિમ પેરેગ્રાફ અહીં મુક્યો છે લેખનનીસફરમાં આ એક મધુર અકસ્માત હશે કે શું હશે એની મને ખબર નથી
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------
આપણી યુનીવર્સીટીઓ પ્રભાવહીન છે. ડીગ્રીઓના વેચાણ કેન્દ્ર બની ગઈ છે. જ્ઞાન અને મૂલ્યો હાંસિયામાં છે.માં સરસ્વતીએ બહેરા-મૂંગાની શાળામાં એડ્મિશન લઇ લીધું છે.આ સંદર્ભમાં બનારસ યુનીવર્સીટીના કુલપતિ મદનમોહન માલવિયાનો એક પ્રસંગ આપ સહુ સાથે શેર કરવાની લાલચને રોકી શકતો નથી
બનારસ યુનીવર્સીટીના સ્થાપક વાઈસ ચાન્સેલર મદનમોહન માલવિયા પાસે કોઈ ગાડી નહોતી .તેઓ પગે ચાલીને કે ટપ્પામાં યુનિવર્સીટી કાર્યાલયમાં જતા હતા .વિદ્યાર્થીઓને આ ગમતું નહોતું કે વાઈસ ચાન્સેલર પગે ચાલીને આવે ? એટલે બધા વિદ્યાર્થીઓએ ભેગા મળીને નક્કી કર્યું કે આપને બધા ફંડફાળો કરીને માલવિયા સાહેબ ને બ્યુક ગાડી અર્પણ કરીએ .એ દિવસોમાં બ્યુક ગાડીની કિંમત 6000 રૂપિયા હતી બધા વિસ્યાર્થીઓએ ભેગા મળીને નક્કી કર્યું કે જ્યાં સુધી 6000 રૂપિયા ભેગા નહિ થાય ત્યાં સુધી આપને બધા ઉપવાસ કરીશું આઠદસ દિવસ સુધી અન્નનો દાનો મોઢામાં નાખ્યા વિના વિદ્યાર્થીઓએ 3000 રૂપિયા ભેગા કર્યા પછી થયું એવું કે આ વાતની ખબર વાઈસ ચાન્સેલર માલવિયાજીને પડી ગઈ। એમને બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા અને કહ્યું : તમે મારી ગાડી પાટે પૈસા ભેગા કરોછો ? મારે ગાડી નથી જોઈતી જાવ, જેની પાસેથી તમે પૈસા ઉઘરાવ્યા છે એને પાછા આપી આવો . ત્યાં સુધી હું ઉપવાસ ઉપર રહીશ .મને ખબર છે કે તમે પણ આઠ દિવસ થી ઉપવાસ ઉપર છો આપને સાથે પારણા કરીશું .સરસ્વતીને લકઝરી નાં હોય એ તો શુભ્રવસ્ત્રાવૃતા છે " આ પ્રાંગ વાંચ્યા પછી તમે આજના આપણા વાઈસ ચાન્સેલરોની જાહોજલાલી -લક્ઝરી જુઓ . વાઈસચાન્સેલરના ભવ્ય બંગલાઓમાં સ્વિમીંગ -પુલ ..અને બીજું ઘણું બધું ... વિદ્યાર્થી નિશાળમાં મોડો આવે તો એને સજા કરાય છે પણ આખું તંત્ર વિદ્યાર્થી સુધી પહોચવામાં મોડું પડે તો એના માટે કઈ સજા છે ? પાકિસ્તાનના કવિ મુનીર નિયાઝી સાહેબની આ કાવ્યપંક્તિઓ પાસે ફૂલસ્ટોપ
" હું હમેશા મોડો પડું છું
જરૂરી વાત કહેવાની હોય
કોઈ વાયદો નિભાવવાનો હોય
એને સાદ પાડીને પાછો બોલાવવાનો હોય
હું હમેશા મોડો પડું છું
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com