વાસ્કો-દ -ગામા ( ગોવા ) ના બીચ પર બેસીને સૂર્યાસ્ત જોઈ રહ્યો છું.ગોવાની એક અનોખી સુગંધ છે..પોર્ટુગલના કવિ ફ્રેનાદો પિસ્સોઆની થોડીક કાવ્યપંક્તિઓ યાદ આવી ગઈ છે : ' તમે બધા રહસ્યવાદી છો. દરેક ચીજોમાં કારણો શોધો છો ' દરેક કવિની અભિવ્યક્તિ અલગ હોય છે.દક્ષિણાયન અભિવ્યક્તિની રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી ત્યારે મને રામમનોહર લોહિયા યાદ આવી ગયા ભારતભરના નામાંકિત લેખકો અને પત્રકારો લોહિયા મેદાનમાં એકત્રિત થયા હતા એ ક્ષણે ઘણું બધું યાદ આવી ગયું અમે એ જ મેદાનમાં બેઠા હતા જેનું નામ લોહિયા મેદાન છે. 18 જૂન, 1946ના દિવસે રામમનોહર લોહિયાએ આ જ મેદાન પરથી પોર્ટુગીઝ શાસનની સામે આઝાદીનો જંગ છેડ્યો હતો. એ દિવસોમાં ગોવાની પ્રજાને ભાષણ કરવાનું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય નહોતું। વિચાર સ્વાતંત્ર્ય નહોતું ક્રૂર શાસક સાલાઝારના પોર્ટુગીઝ સૈનિકો હાથમાં બંદુકો લઈને ઊભા હતા એ ક્ષણે રામમનોહર લોહિયાજીએ "ભાષણબંધી "ના આદેશને ઠુકરાવીને ગોવા મુક્તિ સંગ્રામનો બુલંદ અવાજ પ્રગટાવ્યો હતો એ હજીયે ગોવાની પ્રજાને યાદ છે..ગોવા આઝાદ થયું એ પછી કોઈએ લોહિયાણીને યાદ ના કર્યા એનું ગિલ્ટ આજે પણ ગોવાના પ્રજાજનો અનુભવી રહ્યા છે.કોઈ એને યાદ પણ કરતું નથી. ગૌવમુક્તિ પછી કોઈએ લોહિયાજીને પૂછ્યું : " સાહેબ, તમે ગોવા કેમ જતા નથી ? " એ ક્ષણે લોહિયાજીએ તરત જવાબ આપી દીધો કે " હવે તો ગાય,ભેંસ અને બકરીઓ પણ ગોવા જઈ શકે છે. હવે મારી શું જરૂર છે ? " આ શબ્દો લોહિયાજીના છે.
આટલો ફ્લેશબેક જોયા પછી ગોવાના સમુદ્રમાં થતો સૂર્યાસ્ત જોઈ રહ્યો છું. આજે તમે જ્યાં જુઓ ત્યાં આત્મરતિ જ દેખાય છે. સહુ પોતાના જ પ્રેમમાં પડી ગયા છે.એમાં રામમનોહર લોહિયાનો ચહેરો કોણ યાદ રાખે ? આવા તો અનેક સાચુકલા ચહેરાઓને મીડિયાએ સાવ ભૂસી નાખ્યા છે.ટેલિવિઝનની ન્યુઝ ચેનલો ખોલીને બેસું છું તો ચાર વર્ષની છોકરીને રેપ કરીને મારી નાખ્યાના ન્યુઝ આવે છે. પોર્નોગ્રાફી પણ શરમાઈ જાય એવા દ્રશ્યો જોવા મળેછે ગોવનિવાસી મારા એક કોંકણી મિત્ર કહે છે કે " ગોવા હવે પહેલા જેવું નથી રહ્યું ગોવાની જીવનદાયિની નદીઓ માંડવી અને જુઆરી નદીઓ હવે નથી.રહી. મહાદૈ નદીનું પાણી રોકીને બીજી દિશામાં લઇ જવા માટેની કોશિષમાં પાડોશી રાજ્યો લાગેલા છે.આ મામલો લવાદને સોંપાયો છે છતાં એને નજરઅંદાજ કરવામાં આવે છે ગોવાના નારિયેરીના વૃક્ષો હવે કલ્પવૃક્ષો રહ્યા નથી એ વૃક્ષો કપાઈ રહ્યા છે અને એને સ્થાને કોન્ક્રીટના જંગલો ઊભાં થઇ ગયા છે. ગોવામાં સામાજિક પ્રદૂષણ વધતું ગયું છે. ગોવાના ભૂમિપુત્રો ગોવા છોડીને પોર્ટુગલના નાગરિક બનીને ભાગી ગયા છે. ગોવાની મૂળ સંસ્કૃતિ ઘસાઈ ગઈ છે. ગોવાની પુણ્યભૂમિને પર્યટનના નામે " ભોગભૂમિ " બનાવવા માટે સરકાર તત્પર છે આ બધી સમસ્યાઓ માત્ર ગોવાની જ નથી પરંતુ સમગ્ર દેશની સમસ્યા છે " આ કોંકણી મિત્રની વાત સહુને વિચારતા કરી મૂકે એવી છે. આપણે અત્યારે ક્યાં ઊભા છીએ અને ક્યાં જવું છે એની જ ખબર નથી.દુનિયાભરની ખબરમાં એક જ દ્રસ્ય દેખાય છે તે કોઈનું અપમાન કરવું,કોઈપર અત્યાચાર કરવો,જૂઠું બોલવું, ગાળો ભાંડવી,કોઈપર હૂમલો કરવો ,કોઈ નિર્ભય બનીને નવો વિચાર પ્રગટ કરે તો એને ગોળીનો શિકાર બનવું પડે. શિક્ષણતંત્રમાં આત્મા નથી. નવી પેઢીને ભણાવવાનું કામ સમાજે ધર્મગુરુઓને સોંપી દીધું છે સહુ મોકળા થઇ ગયા છે.ખબર નથી પડતી કે " હમ કહા જા રહે હૈ ? "
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com