Made in India
મીરાંબાઈ લખી ગયા છે કે " શ્યામરંગ સમીપે ના જાવું ' એ કાવ્યપંક્તિ આજની તારીખે થોડોક શબ્દફેર કરીને આ રીતે ગવાય છે " શ્યામધન સમીપે ના જાવું " કનૈયો ખુદ યશોમતી મૈયાને પૂછી રહ્યો છે : "રાધા ક્યુ ગોરી મેઁ ક્યુ કાલા ? " હું પોતે આજે બેન્કની લાઈનમાં ઉભો છું પણ આનંદમાં છું કે અઠયોતેર વર્ષે હું લાઈનસર થઇ ગયો. પહેલા એવોર્ડવાપસી કરી હવે તો આખી પ્રજા ધનવાપસી કરી રહી છે. પાછું આપવાની પણ એક મજા હોય છે. વેણીભાઈ પુરોહિત પણ લખી ગયા છે : " છુમક છુમક નહીં નાચું રે ઘાયલ લઈલે પાયલ પાછું " બહુ જૂની ફિલ્મમાં એક ગીત આવતું હતું " જમાના દસ દસ કે દસ નોટકા " અત્યારે મારા ગૂંજામા બે દસ દસની નોટ અને માત્ર ગુજરાતમાં જ ચાલતી પાંચ રૂપિયાની સાવ મડદા જેવી ચૂંથાયેલી બે નોટ પડી છે જેને ગુજરાત બહાર કોઈ હાથ લગાડતું નથી. ગુજરાતમાં બધું ય ચાલે સહકારી બેંકો ય ચાલે નાગરિક બેન્કો ચાલે ગુજરાત બહુ ગતિશીલ રાજ્ય છે. અત્યારે આખા દેશમાં કાળાને ધોળા કરવાની હરીફાઈ ચાલી રહી છે. વાણંદની દુકાનમાં હેરડાય કરાવવા કોઈ જાતું નથી.સફેદવાળ રાખવાની ફેશન નજીકમાં છે. બાબા રામદેવ હેરડાઈની પ્રોડક્ટ બજારમાં મૂકવાના હતા પણ એ પ્રોજેક્ટ એમને મુલતવી રાખ્યો હશે. કારણ કે બાબા રામદેવની દાઢીમાં એકેય સફેદવાળ નથી મીરાંબાઈ કહી ગયા છે કે "ઓઢું ઓઢું તો કાળો કામળો, દુજો રંગ ન લાગે કોઈ "એક ધૂળેટીનો દિવસ એવો છે તમે સફેદને બ્લેક કરી શકો છો .વાળનું એવું છે કે વાળ બધા સફેદભલે હોય પણ સફેદ વાળનો પડછાયો તો કાળો જ પડેછે કોઈ કાળાને સફેદ કરવા જાય છે તો એને તરત ગાળ પડેછે " તે મારા કરવ્યા કારવ્યા ઉપર " ચૂનો"લગાડી દીધો?" આપણે બહુ રંગરંગીલી પ્રજા છીએ કાચિંડાની જેમ રંગ બદલવાનું કોઠે પડી ગયું છે . એકવાર આપણા આખાબોલા કવિ પ્રજારામ રાવળ પાસે એક ઉમેદવાર મત માગવા ગયા .ઉમેદવારને જોઈને પ્રજારામે સ્પષ્ટ કહ્યું : " હું તમને મત નહિ આપું કારણકે તમે દુષ્ટ છો "આ સાંભળીને ઉમેદવાર તો વીલે મોઢે ચાલ્યા ગયા .પરંતુ ચૂંટણી પતી ગઈ પછી પ્રજારામ તરત એ ઉમેદવારને શોધતા શોધતા એમને ઘેર ગયા .ઉમેદવારને કહે : "મેં તને જ મત આપ્યો છે કારણકે તારી સામે જે ઉમેદવાર ઊભો હતો તે " અતિ દુષ્ટ " હતો " ઉમેદવાર શું બોલે? લોકશાહીની આજ સજા છે.હિન્દુસ્તાન પહેલા નોટોથી મરી ગયું, પછી વોટોથી મરી ગયું પછી જાતિઓથી મર્યું પછી સરકારોથી મર્યું પછી વિરોધ પક્ષથી મર્યું પછી જમીનના ટુકડાથી મર્યું પછી મંદિરથી મારી ગયું આ દ્રશ્ય જોઇને શહીદ ભગતસિંહ કહે છે : " યાર, સુખદેવ -રાજગુરુ , હમ ભી કૈસે કમીનો ઔર ગદ્દાર કે લિયે મર ગયે ?...આપણા નેતાઓની હજામત કરતા એક વાળંદ મને મળી ગયા. મેં એમને પૂછ્યું : " ધંધાપાણી કેમ ચાલે છે ? " નેતાઓનો સરકારી હજામ કહે : " ચાણક્ય બાબા, કોઈ ભાજપનો નેતા વાળ કપાવવા આવે છે ત્યારે હું એને એક જ સવાલ પુછુ છું : " સાહેબ, તમે યેદુરપ્પાને પાછા કેમ લીધા ?" મારા આ સવાલથી નેતાના વાળ ઊંચા થઇ જાય છે અને મારું કામ સરળ થઇ જાય છે. કોંગ્રેસી નેતા આવે છે તો એને સ્વિસ બેન્ક વિષે સવાલ પૂછું કે તરત એના વાળ ઊંચા થઇ જાય ને મારી કાતર ખચ ખચ ખચ દોડવા લાગે છે...મારે તો સાહેબ જલસા છે પણ ટકલુ નેતાનો વાળ વાંકો થતો નથી " આટલું કહી હજામ ચાલ્યો ગયો હજામના ગયા પછી એક મોચી મળ્યો મને જોતાવેત જ મોચી કહે : " સાહેબ, મારો ધંધો ખૂબ સારો ચાલે છે. જુઓને, હમણાં રેલીઓ રોજે રોજ થાય છે એમાં હજારો લોકોના ચપ્પલ ખોવાઈ જાય છે અને મંચ ઉપર ચપ્પલો પણ ફેંકાય છે ' આટલું બોલીને મોચી ચાલ્યો ગયો. નોટો બદલાવવા માટે બધા પરિવારો રોડ ઉપર આવી ગયા છે. હવે તો નોટ બદલનારની આંગળી ઉપર કાળી શાહીનું ટ્પકુ પણ થશે ચૂંટણી આવી ગઈ છે ચુંટણીથી કુટુંબભાવના બહુ વિકસી ગઈ છે. ઘરમાં નવી પરણેલી વહુ આવે છે ત્યારે સાસુમા ઘરની વ્યવસ્થા સમજાવતા વહુને પાસે બેસાડીને કહે છે : " જો બેટા, હું આ ઘરની ગૃહમંત્રી છું અને નાણાખાતું પણ હું સંભાળું છું. તારા સસરા વિદેશમંત્રી છે. મારી દીકરી એટલે કે તારી નણંદ યોજના મંત્રી છે. મારો દીકરો પુરવઠા મંત્રી છે. હવે તું મને કહે કે તું કયું ખાતું સંભાળીશ ? વહુ સાસુને ધીમેકથી કહે છે. " તો હું વિરોધપક્ષમાં બેસીશ" આખા દેશનો સિનારિયો આજે આવો દેખાય છે. પરિવાર ઝિંદાબાદ એક બહુ જ વૃદ્ધ નેતાને ટિકિટ મળી નહી એટલે માંદા પડ્યા હોસ્પિટલ ભેગા કર્યા એ નેતાને યમરાજ સ્વપ્નમાં આવ્યા અને કહે: " ચાલો હું તમને ટિકિટ આપુ છું. " યમરાજને જોઇને રાજનેતા ગભરાઈ ગયા.યમરાજને કહે: " સાહેબ, તમને હું જે માંગો તે દેવા તૈયાર છું. બોલો કરોડ ? બે કરોડ ? તમારું મંદિર બાંધવા માટે જમીન આપવા તૈયાર છું પ્લીઝ, મને છોડી દો " આ સાંભળીને યમરાજ ખડખડાટ હસીને બોલ્યા: " તમે બધા આખી જિંદગી તમારી તિજોરી ભરો છો પણ હું મોતનો ફરિશ્તો છું. લાંચ -રિશવત લેતો નથી એકમાત્ર મારું ખાતું એવું છે કે જ્યાં ભ્રષ્ટાચાર નથી.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com