Made in India
ઇન્ટર આર્ટસમાં હું ગુજરાતીના વિષયમાં નાપાસ થઈને ગોંડલ આવી ગયો.હતો. ગુજરાતીના પેપરમાં મને માત્ર દસ માર્ક મળ્યા હતા.ગોંડલ આવ્યો ત્યારે મન હતાશાથી ભર્યું હતું એટલે હું બહુ આધ્યાત્મિક બની ગયો હતો. સંસાર સાવ અસાર લાગતો હતો. લેકિન અબ કહા જાયે હમ ? મકરંદ દવેના ફળિયા સિવાય મને કોણ સંઘરે ? હું આખો દિવસ મકરંદના ઘેર પડ્યો રહેતો હતો. મકરંદના ફળિયે રોજ સાંજે અમે ગાલિબ વાંચતા, રવીન્દ્રનાથ ટાગોરની કવિતાઓ વાંચતા, નઝરૂલ ઈસ્લામને વાંચતા, ડી એચ લોરેન્સની " રેવન ક્રોવ" કવિતા વાંચતા,કોઈવાર સાંજે અમૃત ઘાયલ આવી ચડે તો ગઝલની મહેફિલ જામતી હતી.મકરંદના ફળિયે સ્વામી આનંદ આવતા, કિસનસિંહ ચાવડા આવતા,અને ઉમાશંકર જોશી પણ આવી ચડતા હતા હું તો બસ આધ્યાત્મિક મૂડમાં નામજપ કરતો રહેતો હતો. એવામાં એક દિવસ ભાવનગરથી મહેન્દ્ર મેઘાણી મકરંદને મળવા ગોંડલ આવી ચડ્યા પછી મહેદ્રભાઈએ મકરંદને રીક્વેસ્ટ કરતા કહ્યું : " મારે થોડો સમય પરદેશ જવાનું થયું છે. તમે ભાવનગર આવીને " મિલાપ"નો અંક એડિટ કરો એવી મારી ઈચ્છા છે." મકરંદે હા પાડી દીધી મહેન્દ્રભાઈના ગયા પછી મકરંદે મને પૂછ્યું " અનિલ, ભાવનગર આવવું છે ? ચાલ જલસા કરીશું સાથે મળીને મિલાપનો અંક એડિટ કરીશું " હું તો સાવ નવરી બજાર હતો. તૈયાર થઇ ગયો.પણ અચકાતા અચકાતા મેં મકરંદને કહ્યું :' મારો નામજપનો મૂડ છે. આપણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવીએ તો મારે આખી રાત નામજપ કરવા છે. ફર્સ્ટક્લાસ હોય તો નામજપમાં મને કોઈ ડીસ્ટર્બ નહિ કરે " મકરંદે બે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવી લીધી અમે મોડી રાતે ગોંડલ સ્ટેશનેથી ભાવનગર જવા નીકળ્યા . ફર્સ્ટક્લાસમાં હું ને મકરંદ ગોઠવાયા હું ઉપલી બર્થમાં ચડી ગયો મકરંદે નીચલી બર્થમાં જમાવી દીધી . ગાડી ઉપડી એટલે મકરંદે મને કહ્યું : " અનિલ, તારા નામજપ ચાલુ રાખજે, ઊંઘી નાં જતો " મેં કહ્યું " હવે તો મેરે ગિરધર ગોપાલ દુસરો નાં કોઈ " ટ્રેઈન ગોંડલથી ઉપડી ને મેં નામજપ શરુ કરી દીધા મોડી રાતે બારીમાંથી શીતળ પવનની લેરખીઓ આવી રહી હતી. મેં નામજપ તો શરુ કર્યા પણ માત્ર અર્ધો કલાકમાં મારું ઘોલું પાકી ગયું હું ઘસઘસાટ ઊંઘી ગયો. સવારે ભાવનગર આવ્યું ત્યારે મકરંદે મને ઉઠાડતા કહ્યું : " તારું તો ઘોલું બહુ વહેલું પાકી ગયું નામજપનું શું થયું ?" હું આંખ ચોળતો નીચે ઉતર્યો પછી મને મકરંદે મને કહ્યું : 'અનિલ નામજપ કરવા માટે આપણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવી જો થર્ડકલાસની ભીડમાં ટીચાતા ટીચાતા ભાવનગર આવ્યા હોત તો અખંડ નામજપ ચાલુ રહેત ... સુખસગવડો અને આરામદાયી મુસાફરીમાં ભક્તિ નથી થતી." એટલામાં ભાવનગર સ્ટેશને ગાડી ઊભી રહી. કવિ મનુભાઈ "સરોદ " અમને સ્ટેશન પર લેવા આવ્યા હતા. ભાવનગર સાથેનો આ મારો પ્રથમ મેળાપ હતો ભાવનગરમાં અમે મનુભાઈ "સરોદ"ના બંગલે બહુ દિવસ રોકાયા હતા. કવિ પ્રજારામ રાવળ તો રોજ સવારે આવીને એવો ટહુકો કરતા: " હું " ડેમોક્રેટીક રામ છું ". કવિતા અને સાહિત્યની ચર્ચાઓ આખો દિવસ થતી.હતી અને સાંજે કાવ્યપઠન ગોઠવાઈ જતા હતા.પછી અમે જમવાના નોતરે ચઢ્યા, રોજ સવારે ભાવનગરી ગાઠીયા અને મરચાનો નાસ્તો હાજર થઇ જતો હતો. આ બધી જહોજલાલીમાં અમે " મિલાપ "એડિટ કરવાનું ભૂલી ગયા. મહેન્દ્રભાઈ એકલા એકલા મૂંઝાતા હશે આ બે કવિઓને શું કહેવું ? કવિ મકરંદમાં સેન્સ ઓફ હ્યુમર ખૂબ હતી.એટલે એણે મહેન્દ્રભાઈ કહ્યું : " મહેન્દ્રભાઈ, અહીં અમે " લોકમિલાપ"નું જ કામ કરીએ છીએ. રોજ કેટલા બધા લોકોને મળીએ છીએ. એ દિવસોમાં કવિ હસમુખ પાઠક અને જાણીતા વૈજ્ઞાનિક પંકજ જોશી પણ ભાવનગરમાં જ હતા રોજ સાંજે અમારી મહેફિલો જામતી હતી. મારા નામજપ ગાયબ થઇ ગયા. ભાવનગરનો આ મારો પહેલો પ્રવાસ હતો. બીજીવાર રમેશ પારેખ, મનોજ ખંડેરિયા સાથે ભાવનગર અવારનવાર જવાનું થતું હતું એ દિવસોમાં અમારો ઉતારો કવિ મુકુન્દ પારાશર્યના ઘેર રહેતો એકવાર એવું થયું કે હું અને રમેશ કવિતાપઠન માટે ભાવનગર ગયા. મનોજ જૂનાગઢથી સીધો ભાવનગર પહોંચ્યો અમે ત્રણ કવિઓએ કવિતા પઠન કર્યું મનોજ તો રાતે જ જૂનાગઢ જવા નિકળી ગયો મધરાત થઇ ચૂકી હતી. અમે અમારી બેગ એક બહેનને ઘેર મૂકી હતીઃ હું અને રમેશ મધરાતે એકલા પડ્યા અને વિચારવા લાગ્યા કે રાતના બે વાગ્યે એ બહેનનો દરવાજો ખટખટાવવો એ ઠીક નાં કહેવાય ચાલો, પથિક આશ્રમમાં જઈને સૂઈ જઈએ. રમેશ અને હું બીડીઓ ફૂંકતા પથિક આશ્રમ પહોંચ્યા પણ પથિકાશ્રમ બંધ થઇ ગયું હતું નો એન્ટ્રી છેવટે રમેશ અને હું ફૂટપાથ ઉપર કાવ્ય્પોથીઓનું ઓશિકું કરી છાપું પાથરીને સુઈ ગયા રમેશના શબ્દોમાં કહું તો " એ રાતે ફૂટપાથ પર ઊંઘ તો આવી પણ વચ્ચે વચ્ચે ખહુડીયા કૂતરા આપણને સૂંઘીને હાઉ હાઉ કરતા જતા રહેતા ત્યારે ઊંઘ ઊડી જતી હતી " ભાવનગર ભાવભીનું શહેર છે.પ્રજા કલારસિક છે. મિત્રો પણ જાન ન્યોછાવર કરી દે તેવા પીયૂષ પારાશર્ય,જયેન્દ્રભાઈ ત્રિવેદી, અત્યારે જે માય ડિયર જ્યું ના નામે ઓળખાય છે તે મિત્ર, મારા હોસ્ટેલજીવનના સાથી ગંભીરસિંહ ગોહિલ ભલે સેન્દરડામાં રહેતા હોય પણ એમનો આત્મા અસલી ભાવનગરી છે. ગંભીરસિંહ અતિ લોપ્રોફાઈલ વિદ્વાન છે. ભાવનગરની હવામાં જરૂર કંઇક છે કે જેનાથી આપણા શ્વાસ સુગંધિત બની જાય છે. સમય જતા કવિઓ માટે ભાવનગર ટ્રાનઝીટ કેમ્પ થઇ ગયું છે. તલગાજરડા જવું હોય તો વાયા ભાવનગર જવું પડે. મોરારીબાપુનું તલગાજરડા એ ગુજરાતી કવિઓનું પિયર છે
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com