Made in India
પ્રકૃતિના બદલતા રંગો ફિલ કરવા માટે બુધ્ધિની જરૂર હોતી નથી બુધ્ધિ ચેતના અને સમજદારીની સહચરી હોવી જોઈએ પ્રતિભાશાળી સર્જકો હમેશા ચેતનાના સંવાહકો રહ્યા છે.એમાં બુધ્ધિનું ગણિત નથી હોતું અત્યારે હું શિકાગોમાં છું ત્યારે મને અહીના જ કવિ કાર્લ સેન્ડબર્ગની એક નાનકડી કવિતા યાદ આવી જાય છે." માં એ મને પૂછ્યું : તારા માટે કેટલા ઈંડાની આમલેટ બનાવું ? " મેં તરત કહ્યું " માત્ર બે જ ઈંડાની આમલેટ બનાવ " પણ માં એ ત્રણ ઈંડાની આમલેટ બનાવીને મને આપી દીધી। હું ખાઈ ગયો બોલો સાહેબ , કયું અંકગણિત સાચું કહેવાય ? મારું કે મારી માં નું ?" કવિતા અહીં પૂરી થાય છે. કવિ એ કહેવા માગે છે કે માં નું જ અંકગણિત સાચું હોય છે
વિદેશની ધરતી પર રઝળપાટ કરવાની મજા એ છે કે અહીં રૂઢિઓ અને જૂની માન્યતાઓને પડકાર મળે છે.ચેતનાની બધી જ બંધ બારીઓ ખુલી જાય છે પાનખરનું દરેક પાંદડું એક ફાટી ગયેલી ચોપડીનું પાનું હોય છે, એમાં નંબર નથી હોતા પણ રંગ હોય છે. કવિની ચાલ ઉફરી હોય એમાં મને રસ પડે છે તુર્ગનેવ જેવા દાર્શનીકે એક ચોંકાવનાર વિધાન કર્યું છે : " જે સાહિત્યમાંથી માત્ર સાહિત્યની જ વાસ આવતી હોય તે એ અધમ કક્ષાનું સાહિત્ય છે. આ વિધાન સહુને વિચારતા કરી મુકે એવું છે. ઉન્નતભ્રૂ કલમધારીઓને માથે મણિ નથી હોતો પણ ટાલ હોય છે અહીં હું મારી ટાલની વાત કરું છું હું અભણ માનવી છું આપણા ઋષિ મુનિઓએ જીવનને આનંદનું સ્પંદન કહ્યું છે પરંતુ ભૌતિક સુખો મેળવવાની લાલસામાં આનંદબોધ લુપ્ત થઇ ગયો છે.ઉપનિષદમાં પણ લખ્યું છે કે સૃષ્ટિની પ્રત્યેક રચના આનંદની જ નીપજ છે આનંદથી જ પ્રાણીઓ જીવતા રહે છે પછી આનંદના જ ખોળામાં સૂઈ જાય છે દોસ્ત નિદા ફાઝ્લીએ લખ્યું છે "સોચ સમજવાલો કો થોડી નાદાની દે મૌલા " નાદાનીનું ઘરેણું ક્યાંક ખોવાઈ ગયું છે
તુલસીદાસ જેવા સર્જક મહાકાવ્યની જે પરંપરા છે એને તોડીને સાવ ઉફરા ચાલ્યા છે તુલસીદાસની "કલિકાલ ચેતના "અને "ખલવંદના "એક નવી જ ચીજ છે તમે જો રામચરિત માનસ ધ્યાનપૂર્વક વાંચો તો શરૂઆતમાં જ લાગે કે તુલસીએ પરંપરા તોડી છે તુલસીએ પૂર્વ કવિઓનું સ્મરણ અને આહવાન કર્યું છે.તુલસીદાસ "ઇદં કવેભ્યો પૂર્વેભ્યો "કહીને અટકી જતા નથી પરંતુ જે કવિઓ થઇ ગયા છે,વર્તમાનમાં જે કવિઓ હયાત છે અને ભવિષ્યમાં જે કવિઓ આવશે એ સમસ્ત કવિગણને તુલસીદાસે નિષ્કપટ પ્રણામ કર્યા છે તુલસી જેવા કવિ એમ લખે કે "કવિત-વિવેક એક નહિ મોરે,સત્ય કહ્હૂ લિખી કાગદ કોરે "આમાં રૂઢીને નિભાવવાની નમ્રતા નથી પણ કવિના આત્મવિશ્વાસની અભિવ્યક્તિ છે. તુલસીદાસે બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે જગત જડ-ચેતન-ગુણ-દોષમય જ સર્જાયું છે સારપ અને બૂરાઇને તમે સ્વાયત્ત શક્તિઓની જેમ અલગ કરી શકતા નથી મોટી વાત એ છે કે તુલસીએ શયતાન (ઇવિલ )નો પણ સ્વીકાર કર્યો છે
અમેરિકામાં દર વર્ષે ઓગષ્ટ મહિનાના અંતમાં રેડ ઇન્ડિયન દિવસ ઉજવાય છે.સીએટલ નામના આદિવાસીની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે.આપને સહુ જાણીએ છે કે સિએટલ અમેરિકાનું એક શહેર છે.એનું નામ જ આ આદિવાસી સિએટલના નામ ઉપરથી પડ્યું છે. રેડ ઇન્ડિયન આદિવાસીઓ પોતાને વસુંધરા પુત્રો જ માને છે. માટી સાથે એનો લોહીનો સંબંધ છે. તમારે એને ઘેર જવું હોય તો માટી ખુંદતા જવું પડે મારે વાત તો આદિવાસી સિએટલ વિષે કરવી છે. 11 માર્ચ 1854માં આદિવાસી ટોળકીના આગેવાન સિએટલે જે કાવ્યમય વાત કરી હતી તે બહુ સમજવા જેવી છે. રેડઇન્ડિયન કવિતાની કેટલીક પંક્તિઓ તમે એન્જોય કરો
તમે વરસાદ અને વહેતા પાણીના માલિક છો ?
હવા તમારી માલિકીની છે ?
મારા પૂર્વજો કહી ગયા છે કે
આપણે આ પૃથ્વીના માલિક નથી પણ પૃથ્વીના અંશ છીએ
મારી બા કહેતી હતી કે
આ માટીનો દરેક કણ પવિત્ર છે ઝાડનું એકે એક પાંદડું પવિત્ર છે
વૃક્ષની શિરાઓમાં વહેતો રસ એ મારી નસોમાં વહી રહ્યો છે
હવાને પવિત્ર રાખો
જમીનને પવિત્ર રાખો
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com