Made in India
વરસાદ પડે છે ત્યારે આખો મૂડ મ્યુઝિકલ થઇ જાય છે મૂંગો ગાતો થઇ જાય છે અને બહેરો સાંભળતો થઇ જાય છે.ભીના એકાંતમાં બેસીને મોઝાર્ટ કે બિથોવનને સાંભળીએ એ ક્ષણે કાન હોય એના કરતા વધારે પવિત્ર થઇ જાય છે થોડા દિવસ પહેલા હોલીવુડના સહુથી વધારે યશસ્વી સંગીતકાર જેમ્સ હોર્નરનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું આ પ્રતિભાશાળી સંગીતકારને 1997માં રિલીઝ થયેલી " ટાઈટેનિક"ફિલ્મના સંગીત માટે બે ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા જેમ્સ હોર્નરનું આ ગીત તો આંખા વિશ્વના હોઠ રમતું થઇ ગયું હતું : "માય હાર્ટ વિલ ગો ઓન .... જેમ્સ હોર્નરે "બ્યુટીફૂલ માઈન્ડ", " અવતાર "," બ્રેવહાર્ટ " અને "ફિલ્ડ ઓફ ડ્રિમ " જેવી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું હતું પણ એની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર તો "ટાઈટેનિક" ફિલ્મનું "માય હાર્ટ વિલ ગો ઓન ...ગીત છે.આ સર્વકાલીન ગીતમાં ટાયટેનીક જ્યારે ડૂબે છે એ ક્ષણે ભવ્ય કોરસ,ભવ્ય ઓરકેસ્ટ્રા જ ડૂબતી " ટાયટેનિક 'ના અનુભવનો ક્ષિતિજ જેટલો વિસ્તાર આપે છે.સંગીતને કોઈ સરહદ હોતી નથી. જેમ્સ હોર્નર જેવા પ્રતિભાશાળી સર્જકની અણધારી વિદાયથી દિમાગના વાજિંત્રો સૂના પડ્યા છે
આજે મ્યુઝિકલ મૂડ છે એટલે અનેક ગીતો દિમાગમાં ઊભરાઈ રહ્યા છે. ખાસ કરીને એક વાત ખાસ નોધવી જોઈએ કે આપણી હમણા સર્જાતી ફિલ્મોમાંથી કવ્વાલી ગાયબ થઇ ગઈ છે.એક યુગ એવો હતો કે ફિલ્મોમાં કવ્વાલીનું જબરજસ્ત આકર્ષણ હતું આજે કવ્વાલીનું સ્થાન " આઈટસોંગે " લઇ લીધું છે પડે છે ત્યારે બધું જ પડે છે. એની વે,મોગલે આઝમની કવ્વાલી હોય કે ફિલ્મ બરસાત કી રાતની કવ્વાલી હોય એ સાંભળીને લોહીમાં ઘોડા થનગનવા લાગે છે. ખાલી હાથ તાળીઓ પાડતા થઇ જાય છે. કવ્વાલી એ ઇસ્લામી ભક્તિગીત છે પછી સમય જતા ધીમે ધીમે એની સંકલ્પના બદલાતી ગઈ ભક્તિ ગીતનું સ્થાન નાયક-નાયિકાના "ઈશ્કે " લઇ લીધું પ્રેમનો ઈઝહાર કવ્વાલીમાં થવા લાગ્યો કવ્વાલી ઊભાં ઊભા નથી ગવાતી પણ બેઠા બેઠા ગવાય છે એમાં કવ્વાલનો પહેરવેશ અને અદાઓ અલગ અલગ હોય છે ફિલ્મ "બરસાત કી રાત "ની સર્વકાલીન કવ્વાલી આજે પણ સંગીતપ્રેમીઓના હૃદયમાં ધબકે છે. હાર્ટ પેશન્ટ સંગીતકાર રોશને આ કવ્વાલી એટલી સુંદર રીતે સજાવી છે કે સંગીતપ્રેમીઓના દિલની ધડકન બની ગઈ છે.રોશન સ્વરાંકિત આ કવ્વાલીનું શબ્દસૌંદર્ય ભૂલ્યું ભૂલાય એવું નથી આ કવ્વાલીની ભાવવિશ્વ સાવ અલગ છે. એનો એકેએક શબ્દ તમને ભાવવિભોર કરી મૂકે છે
" ન તો કારવા કી તલાશ હૈ, ન તો રાહબરકી તલાશ હૈ ( અહીં મૂળ શબ્દ "રાહબર "છે પણ કવ્વાલીમાં "હમસફર "શબ્દ ગવાયો છે ) મન્ના ડે, એસ ડી બાતિશ અને કોરસે ગાયેલી આ કવ્વાલીનું શબ્દસૌન્દર્ય અદભૂત છે. કવ્વાલીમાં શબ્દરચનાને બરાબર સમજવી પડે છે " ન તો કારવા કી તલાશ હૈ ન તો હમસફર કી તલાશ હૈ " તો પછી કોની તલાશ છે ?આગળના શબ્દો કહે છે : " મને કારવાની શોધ નથી કે નથી હમસફરની શોધ મને તો ફક્ત તારા તરફ લઇ જતા રસ્તાની શોધ છે" કવ્વાલીમાં આ શબ્દોની રમઝટ બોલતી હોય ત્યારે ઈશ્કના મંદિરના દ્વાર ધીમે ધીમે ઉઘડવા લાગે છે.કવ્વાલીનો એક અર્થ સવાલ-જવાબ છે. એમાં સ્પર્ધા પણ થાય છે.રોશન સર્જિત આ કવ્વાલીની સિચ્યુએશન તમે જુઓ એની દૃશ્યરચના જુઓ : શબનમ (મધુબાલા )ઘરના વિરોધને અવગણીને અમાન (ભારતભૂષણ) જેવા કવિવર માટે જાહેરમાં પ્રેમનો ઈઝહાર કરે છે એ પ્રસંગની આ કવ્વાલી છે. આ સ્પર્ધા હતી તેથી મશહૂર કવ્વાલ દોલતખા અને મુબારકઅલી કવ્વાલ બે દીકરીઓ શમા ( શ્યામા )અને શબાબ પણ કવ્વાલીગાનમાં ભાગ લે છે શમા (શ્યામા )ને કવિ અમાન તરફ એકતરફી પ્રેમ છે એની એને બરાબર ખબર છે કે અમાન મારો નથી જ અપમાન અને વ્યથાથી છલોછલ શમા કવ્વાલીમાં જે જવાબ આપે છે તે સાંભળવા જેવો છે : મેરે નામુરાદ-એ - જુનૂન કા, હૈ ઈલાજ કોઈ તો મૌત હૈ, જો દવા કે નામ પે ઝહર દે ઉસી ચારાગરકી તલાશ હૈ " આ પંક્તિનો અર્થ એવો થાય કે મારા દુર્દેવી પ્રેમવેડાનો હવે એક જ ઉપચાર બચ્યો છે તે મૃત્યુ છે. મારા માટે મૃત્યુ એ જ ઔષધ છે. આવું ઔષધ દેનારા કોઈ વૈદ્યની મને તલાશ છે
આ કવ્વાલી એના અસલ રંગમાં આવે છે ત્યારે એના શબ્દો સાંભળીને રુવાડા ઊભા થઇ જાય છે. બેકગ્રાઉડમાં તાલીઓનું સૌન્દર્ય ઝગમગે છે : " તેરા ઈશ્ક હૈ મેરી આરઝુ તેરા ઇશ્ક હૈ મેરી આબરૂ " આ પંક્તિ પછી તરત એસ ડી બાતિશ નાં ઊંચા અવાજમાં ગવાતા આ શબ્દો ધ્યાનપૂર્વક સાંભળો સાહેબ : " દિલ ઈશ્ક, જિસ્મ ઈશ્ક હૈ ઔર જાન ઈશ્ક હૈ, ઈમાન કી પૂછો તો ઈમાન ઈશ્ક હૈ, તેરે ઈશ્કમે કૈસે છોડ દૂ મેરી ઉમ્રભરકી તલાશ હૈ " એ પછીના ઝડપથી ગવાતા આ શબ્દો સાંભળો : " હિંદુ ના મુસલમાન હૈ ઈશ્ક, કુરાન ઈશ્ક હૈ,ગૌતમ ઔર મસીહ ક અરમાન ઈશ્ક હૈ, આપ હી ધર્મ હૈ, અલ્લાહ ઔર રસૂલકા ફરમાન ઈશ્ક હૈ ... યે ઈશ્ક ઈશ્ક ઈશ્ક યે ઈશ્ક ઈશ્ક ઈશ્ક ઈશ્ક " અહીં કવ્વાલી પૂરી થાય છે કેટલી મોટી વાત આ શબ્દોમાં આવે છે કુરાન પણ પ્રેમ છે ગૌતમ પણ પ્રેમ છે. પ્રેમમાં હિંદુ કે મુસલમાન જેવો જાતિભેદ નથી નુસરત ફતેહ અલીખાનના અવાજનો સૂફી જાદુ હજી પદ લોહીમાં વહી રહ્યો છે સંગીત એ પવિત્ર ધારા છે જે આપણી નસોમાં સતત વહેતી હોય છે. અહીં ફરી એકવાર જેમ્સ હોર્નરનું સર્વકાલીન ગીત આ કવાલી સાંભળ્યા પછી યાદ આવી જાય છે : " માય હાર્ટ વિલ ગો ઓન
Picture Credit: http://genheration.com/wp-content/uploads/2015/06/piano-music.jpg
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com