આ છોકરીને બાર વર્ષની સખત જેલની સજા ફરમાવવામાં આવી

દિવાળીમાં આખો પરિવાર ભેગો થયો હોય ત્યારે સ્ટુડિયોમાં જઈને ફેમિલી ફોટો પડાવી લેવાની એક પરંપરા હતી. આજની તારીખે પણ આપ સહુના ઘરમાં ફેમિલી ફોટો ટીંગાતો હશે એ પછી લાઇફસ્ટાઇલ બદલાઈ એટલે ફેમિલી ફોટાઓના આલ્બમ આવ્યા. ફેમિલી ફોટો અને આલ્બમનું પણ એક અજવાળું હોય છે પરંતુ મારે આજે પત્રકારિતાના અજવાળા વિષે વાત કરવી છે.થોડા સમય પહેલા જ મેં ઈરાનની સાહસિક ફોટો-જર્નાલિસ્ટ ન્યૂસા વિષે લખ્યું હતું તે આપના સ્મરણમાં હશે. ન્યૂસા છેક સીરિયામાં જઈને જોખમી પત્રકારિકતા કરી શકે છે.આજે મારે ઈરાન દેશની જ એક યુવાન મહિલા -કાર્ટૂનિસ્ટ વિષે વાત કરવી છે આ મહિલા-કાર્ટૂનિસ્ટનું નામ એંટેના ફરધનાદી છે. માત્ર અઠ્યાવીશ વર્ષની આ છોકરી ઇરાનના સંસદસભ્યો અને ધર્મગુરુઓના કાર્ટૂનો દોરવા લાગે છે. ખૂબ નિર્ભયતાથી આયાતોલ્લા ખૌમેનીનું પણ કાર્ટૂન દોરે છે.સંસદસભ્યોને જંગલી પ્રાણીઓ જેવા ચીતરે છે.આવા કાર્ટુનો દોરવા બદલ એંટેનાની ધરપકડ કરવામાં આવી. એંટેનાને આંખે પાટા બાંધીને ન્યાયાલય સમક્ષ લઇ જવામાં આવી અને આ છોકરીને બાર વર્ષની સખત જેલની સજા ફરમાવવામાં આવી. કટ્ટર પોલીસોએ એંટેનાને સખ્ત રીતે લાતોઅને મુક્કાઓ એટલા બધા માર્યા કે એંટેના બેભાન થઇ ગઈ. એંટેના એટલા મજબૂત મનોબળની હતી કે એણે જેલવાસ દરમિયાન પણ કાર્ટુનો દોરવાનું છોડ્યું નહિ. પોતાની અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે તે જેલવાસમાં પણ અસહ્ય યાતનાઓ ભોગવતી રહી.જેલમાં રહીને પણ આ છોકરી કાગળના કપ ઉપર કાર્ટુનો દોરીને કચરાટોપલીમાં નાખતી હતી એટલે જેલના સુરક્ષા જવાનોએ એની અંગજડતી લીધી। પ્રાઇવેટ પાર્ટ તપાસ્યા પણ આ છોકરી બધું મૂંગે મોઢે સહન કરતી રહી. સહિષ્ણુતાનું આ સર્વોચ્ચ શિખર હતું 

 મહિલા વ્યંગ-ચિત્રકાર બહુ જોવા મળતી નથી પણ એંટેના કોઈ જૂદી માટીમાંથી ઘડાઈ હતી જેલવાસમાં એંટેના ઉપર જેટલા અત્યાચાર થયા હતા એ બધાજ અત્યાચારો એંટેનાએ યુટ્યુબ ઉપર મૂક્યા એનાથી શાસકો વધુ ગિન્નાયા તે સતત કાર્ટુનો દોરતી જ રહી આજે પણ એંટેના કારાવાસમાં જ છે. સ્ત્રીઓના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે તે સતત લડતી રહી છે. એંટેનાએ દોરેલા કાર્ટુનો પશ્ચિમના અખબારો સુધી પહોંચી ગયા।  ગાર્ડિયન અને બીજા અનેક અખબારોએ કાર્ટુનો પ્રસિદ્ધ કર્યા,અમેરિકા સ્થિત કાર્ટૂનિસ્ટ્સ રાઇટ્સ નેટવર્ક ઇન્ટરનેશનલ સંસ્થા તરફથી "કરેજ ઈન કાર્ટુનીંગ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો એંટેનાને આ એવોર્ડ એની ગેરહાજરીમાં પાંચ સપ્ટેમ્બરે આપવામાં આવ્યો વિશ્વભરના અખબારોએ ઇરાનના સત્તાધીશોને સહિયારી અપીલો કરી છે કે એંટેનાને મુક્ત કરો પણ જડ સત્તાધીશો ચૂપ છે એંટેના ફર્દધાની મૂળ પર્શિયન છે. તે તહેરાનમાં 1987ના જાન્યુઆરીમાં જન્મી। અલ-ઝહરા યુનિવર્સીટીમાંથી બી એ પાસ કર્યું  આજે એંટેના તહેરાનની જેલમાં છે. એક સ્ત્રી શક્તિનું અજવાળું એટલું બધું છે કે બધી રોશનીઓ ઝાંખી પડી જાય છે.. પત્રકારિતામાં ઘીના દીવાનું અજવાળું નથી હોતું પણ મશાલનું અજવાળું હોય છે. આપણી પત્રકારિતામાં મશાલનું અજવાળું દેખાય છે કે કેમ એની મને ખબર નથી એક મુસ્લિમ દેશમાં મહિલાઓના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું આ મહિમાગાન છે 

Views: 253

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service