Made in India
જ્યોર્જ માર્ટિન નામના લેખક કહે છે કે ઉનાળાની મૈત્રી ઓગળી જાયછે પણ શિયાળામાં જે મૈત્રી બંધાય છે તે કાયમ ની હોય છે. winter friends are friends forever.” શિયાળાની ખરી મજા મુંબઈમાં આવતી નથી. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચણિયા બોર જેવી ઠંડીને ચગળવાનો આનદ કવિતાના આનંદ જેટલો જ પવિત્ર છે.રાત લાંબી થઇ જાય છે.પતિ અને પત્નીને પ્રેમ કરવા માટે લાંબી રાત મળે છે. પણ ઈયાવગેની નામના રશિયન કવિ કહે છે : " કોઈ લેખકે કહ્યું છે કે પ્રેમ એ કઈ એકબીજાના મોઢા જોઇને બેસી રહેવામાં નથી હોતો પણ સાથે મળીને એક જ દિશામાં જોવામાં પ્રેમ હોય છે.વાત સાચી છે. હું અને મારી પત્ની છેલ્લા દસ વર્ષથી એક જ દિશામાં જોઈ રહ્યા છીએ અને એ દિશાનું નામ ટેલિવિઝન છે. કોમ્પ્યુટર છે.મારો દીકરો પણ એ જ દિશામાં જોઈ રહ્યો છે હું કોઈ કવિ નથી. સ્કૂલ ટીચર છું. ગણિત ભણાવું છું. એટલે તો મારી કવિતા બહુ નાની હોય છે " ઇયાવગેની બહુ સાચું કહે છે આપણે સહુ એક જ દિશામાં જોઈ રહ્યા છીએ. શિયાળાની રાત બહુ લાંબી હોય છે ત્યારે તમને વાંચવાની બહુ મજા પડે છે.પુસ્તક તરફ જોવું એ પણ એક દિશા જ છે.વીસમી સદીના કવિ- ગુરુ ટી. એસ. એલિયટ કહેતા હતા કે “I read, much of the night, and go south in the winter.” એક બીજા અમેરિકન કવિ વ્યંગ- વિનોદ કરતા કહે છે: " શિયાળાનો દિવસ છોકરીની બુદ્ધિ જેટલો ટૂંકો હોય છે પણ દિવસનો તડકો બહુ હૂફ આપતો હોય છે. શિયાળામાં વાતો કરવાનો આનદ અનન્ય હોય છે. આપણી ગુજરાતી ભાષામાં તો " ટાઢા પહોરના ગપ્પા "નો વિશેષ મહિમા હોય છે. શિયાળામાં સહુની જીભ ખૂલી જાય છે. અલક મલકની વાતુના ડાયરા જામે છે. સેમિનારોની મોસમ બેસી જાય છે. કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે તેઓ પોતાની જ વાતો કર્યા કરતા હોય છે. સ્વ પ્રસંશાનો પણ આનંદ હોય છે.અન્ના કમિએન્સ્કા નામની રશિયન લેખિકા કહે છે કે "પોતાના વિષે જ સતત વાતો કર્યા કરવી એ ખમીસ ઊંધું પહેર્યા બરાબર છે " આપણી પાસે કોઈ પોતાની બડાશ હાંકવાની શરૂઆત કરે ત્યારે એને બહુ વિનમ્રતાથી કહી દેવું કે " ખમીસ સવળું પહેર . ઊંધું પહેર્યું છે " આ જ રશિયન લેખિકાએ બહુ જ મોટા માનવીની પત્નીની મનોવ્યથા વ્યક્ત કરતા બહુ જ ધારદાર શબ્દોમાં લખ્યું છે. અન્ના કહે છે : " હું જયારે બહુ નાની હતી ત્યારે લોકો મને " અનાથ " કહેતા હતા ત્યારે મને બહુ જ લાગી આવતું હતું . હવે મને લોકો "વિધવા " કહે છે ત્યારે બહુ નવાઈ લાગે છે.હું એ લોકોને કેવી રીતે સમજાવી શકું કે મારો પતિ મારી નથી ગયો પણ એ એટલો મોટો થઇ ગયો છે કે હું એના સુધી પહોંચી શકતી નથી " વિક્ટર હ્યુગો કહેતા હતા કે શિયાળો વહેતા પાણીને બરફનો પથ્થર બનાવી દેતો હોય છે. આ બધા શિયાળાના સંવેદનો છે આખરે તો શિયાળાની કડકડતી ઠંડીમાં થોડાક પ્રેમભર્યા માયાળુ શબ્દો તમને વૂલનના બ્લેન્કેટ કરતા પણ વધારે હૂફ આપી શકે છે.
સર્ગોન બોઉલુંસ નામે ઈરાકના એક કવિ હતા. એમનો જન્મ પશ્ચિમ ઈરાકના હુબ્બાનીયા નામના ગામમાં થયો હતો. 1944માં જન્મેલા આ કવિએ બહુ નાની ઉમરે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું 1981માં સર્ગોનની સોળ કવિતાઓ બૈરુતના એક પ્રતિષ્ઠિત સામયિકમાં પ્રસિદ્ધ થઇ હતી. આ કવિ ખિસ્સામાં એક પણ દિનાર રાખ્યા વગર અને પાસપોર્ટ વિના પગે ચાલીને બૈરુત જવા નીકળી પડ્યા હતા.એમના સામાનમાં ફક્ત શેક્સપિયરના "કિંગ લીયર" નો અનુવાદ હતો. આ કવિ ચાલતા ચાલતા લેબેનોન પહોચ્યા ત્યારે એની પાસે જરૂરી કાગળો કે પાસપોર્ટ નહિ હોવાથી કવિને ગિરફ્તાર કરવામાં આવ્યા એ પછી એમને એવી શરત પર છોડવામાં આવ્યા કે એમને બૈરુત છોડવું પડશે મુક્ત થયા પછી આ કવિ 1988માં અમેરિકા ચાલ્યા ગયા.2007માં સર્ગોન બોઉલસ મૃત્યુ પામ્યા હતા. આ કવિએ ઈરાકમાં જે યાતનાઓ જોઈ હતી એનું વર્ણન કરવા માટે કલમમાં શાહીને બદલે લોહી ભરવું પડતું હતું યુદ્ધની યાતનાઓ કેવી હોય છે એનો ચિતાર સર્ગોનની કવિતામાં ફિલ કરી શકાય છે. સર્ગોને " લાશ " શીર્ષક નીચે એક કાવ્ય લખ્યું છે તે વાંચો
" એ લોકો એક લાશને સવાર સુધી સતત યાતનાઓ આપતા રહ્યા
એ લોકોએ લાશને ખિલ્લીઓ ઠોકી
વીજળીના તારથી ચાબુક ફટકાર્યા
પંખા ઉપર લાશને લટકાવી દીધી
આખરે યાતના દેનારા સૈનિકો જ થાકી ગયા
યાતના આપવાનો પણ થાક હોય છે
લાશનું મોઢું સાવ ખુલ્લું હતું
શું લાશ પાણી માંગતી હતી
રોટી માંગતી હતી ?
પંખા ઉપર ઝૂલતી એ લાશનું ખુલ્લું મોઢું
શબ્દો શોધતી હતી ? "
સર્ગોનની આ કવિતા શિયાળાની ઠંડીમાં હૂફ નથી આપતી પણ ચેતનાનું બરફમાં રૂપાંતર કરી નાખે છે. નોબેલ વિજેતા સોલ્ઝેનિત્શીન કહેતા હતા કે “When we torture we are departing downward from humanity”
રશિયન પ્રજાએ બહુ જ ટોર્ચર સહન કર્યા છે. હિટલરની ગેસચેમ્બરોને ઈતિહાસ ભૂલી શકતો નથી. ઈતિહાસ એ બીજું કાઈ નથી પણ વીતેલા સમયનો બરફ છે.ફ્રેડરિક નિત્શે જેવા વિચારક -દાર્શનિક બહુ સાચું કહે છે :“He who cannot put his thoughts on ice should not enter into the heat of dispute.” શિયાળો બરફની અનુભૂતિ કરાવે છે.પણ આપણા સહુના ચિત્તમાં જામેલો બરફ ઓગળતો નથી રૂઢીઓનો બરફ ઓગળતો નથી. નરસિંહ મહેતા લખી ગયા છે કે " બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે " પણ એકવીસમી સદીમાં એમ લખવું પડે છે કે " બરફ લટકા કરે બરફ પાસે " જીવન એ બીજું કાઈ નથી પણ ઓગળેલા બરફનો ઝગમગાટ છે હોલિવુડની વિખ્યાત અભિનેત્રી જીના લોલોબ્રિગ્રીડાએ એકવાર બહુ મજેદાર વાત કહી હતી. જીના લખે છે:" વીસ વર્ષની છોકરી બરફ જેવી હોય છે. ત્રીસ વર્ષની સ્ત્રી ખૂબ હુંફાળી હોય છે અને ચાલીસ વર્ષની મહિલા ખૂબ " હોટ " હોય છે પુરુષો માટે શું કહેવું એની કલ્પના સહુએ પોતપોતાની રીતે કરી લેવી આજકાલ અખબારોમાં અને ટેલીવિઝન પર અનેક સેક્સ સ્કેન્ડલ બહાર આવી રહ્યા છે એમાં મોટી ઉમરના પુરુષો નાયકની ભૂમિકામાં દેખાય છે.એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. મોટી ઉમરે પ્રેમ થવો એ ડિસેમ્બરમાં ગુલાબના ઊગવા બરાબર છે નેવું વર્ષનો બુઢ્ઢો કોઈ જુવાન છોકરી સાથે સેકસના ચેનચાળા કરે એ વિષે એક બહુ જ માર્મિક નિરીક્ષણ જ્યોર્જ બર્ને આપ્યું છે.“Sex at age 90 is like trying to shoot pool with a rope.”
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com