Made in India
ગાલિબ સાહેબનું નામ પડે એટલે ગઝલ તરત યાદ આવે .ગાલિબની ગઝલોમાં દર્દનું જે ઊંડાણ છે અને જે અંદાઝ છે એ ફિલ કરવા માટે એકાંત જોઈએ .મિજાજ જોઈએ .ગાલિબના શેર સમજવા માટે સજ્જતા જોઈએ .ગાલિબ સાહેબ પોતે ખુબ જ બેહાલ જિંદગી જીવ્યા હતા .ખાનાબદોશ જિંદગીનું પ્રતિબિંબ એમની ગઝલમાં આબેહૂબ પડેછે .ગાલિબનો આ શેર સાંભળો :
उगा है घरमे हर सू सब्ज़ा ,वीरानी तमाशा कर
मदार , अब खोदने पर घासके ,है मेरे दरबा का
આ શેરમાં ગાલિબે પોતાની તબાહી અને ઘરની ઉજ્જડ હાલતનું વર્ણન એવા અંદાઝથી કર્યુછે કે રડવું પણ આવે અને હસવું પણ આવે ..ઈશ્કમાં ગાલિબે પોતાનું બધું જ લૂંટાવી દીધું હતું .ગાલિબના ઘરમાં જે કાઈ રાચરચીલું હતું તે બધું જ લૂંટાઈ ગયું .ઘરમાં ઘાસ ઊગી ગયું છે .છાપરામાંથી પાણી ચુએ છે .ગાલિબ પાસે કઈ નથી રહ્યું .પણ એનો એક વફાદાર ચોકીદાર હજી સૂધી ગાલિબને છોડીને ક્યાય ગયો નથી .ગાલિબના સારા સમયમાં તે ચોકી કરતો દરવાન હતો .હવે આ ચોકીદાર ગાલિબના ખરાબ સમયમાં માલિકને છોડવા રાજી નથી .ઘરમાં એક પણ ચીજ નથી .બધે ઘાસ ઉગી ગયું છે .આ શેરમાં ગાલિબ કહેછે : " જુઓ,મારી બરબાદી તો જુઓ ..દરવાનને મેં ઘરના માલની ચોકી કરવા અને નક્કામાં લોકો અંદર નાં ઘૂસે એ માટે રાખેલો પણ હવે તે ચોકી કોની કરે ?ઘરમાં કઈ છે જ નહિ હવે મારા ચોકીદારનું કામ ઘરમાં ઉગેલું ઘાસ કાપવાનું જ રહ્યું છે .આ શેરના કેટલાક શબ્દો સમજવા જેવા છે .
हर-सू એટલે ચારે તરફ .सब्ज़ा એટલે ઘાસ .मदार એટલે દારોમદાર .આધાર . दरबा એટલે ચોકીદાર .ગાલિબની ગઝલો શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ નથી . આપણે એકાંત વિષે વાતની શરૂઆત કરી હતી .અહી તમે જુઓ કે ગાલિબને ઘરની વિરાની ( ઉજ્જ્ડતા )નું કેવું એકાંત મળ્યું હતું .મિર્ઝા ગાલિબની શોધ આઝાદીની હતી .માનવતાની હતી .પ્રેમની અવિરત યાત્રા હતી .પ્રેમની લગની એવી જો લગાયે ના લગે ઔર બુઝાયે ના બુઝે .અંતમાં ગાલિબ સાહેબનો આ શેર સાંભળો
न था कुछ, तो ख़ुदा था; कुछ न होता, तो ख़ुदा होता
डुबोया मुझको होने ने, न होता में, तो क्या होता!?
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com