Made in India
દિવાળી તો ગઈ સહુએ એકબીજાને સુખમય જીવનની શુભેચ્છાઓ આપી દીધી પરંતુ મને એ વાતનું હમેશા કૌતુક રહ્યું છે કે સુખ આવે છે ક્યાંથી ? સુખના આગમનનું કોઈ એરપોર્ટ છે ? પાનખરના ખરેલા પાંદડાઓ વચ્ચે બેસીને હું વિચારું છું તો એવું ફિલ થાય છે કે મોટાભાગના લોકો સુખમય જીવન નથી ઈચ્છતા પણ એના સાધનો, જેવા કે ધનસંપત્તી કે પોતાની હૈસિયતને જ જીવનનું ધ્યેય માની લેતા હોય છે. આ બધી વસ્તુઓ તો સારા જીવન માટેના સાધન માત્ર છે, સાધ્ય તો નથી જ.માનવી આ સાધનભક્તિને કારણે જ સાચા સુખથી વંચિત રહી જાય છે વાસ્તવિક મૂલ્ય તો શીલયુક્ત કર્મશીલતાનું છે. ખુશી અથવા સુખ બાહ્ય સાધનોથી નથી આવતું પણ સુખને પેદા કરવું પડે છે પાનખરના રંગીન પાંદડાનો વૈભવ જોયા પછી એવું લાગે કે આપણે અમથા અમથા ખુશ થઇ શકીએ છીએ.કોઈ સારી કવિતા વાંચીને પણ ખુશ થઈએ છીએ.રૂમી જેવા સર્જક લખી ગયા છે કે આપણું અસ્તિત્વ એક ગેસ્ટ હાઉસ છે. એ ગેસ્ટહાઉસમાં રોજ સવારે એક નવું એરાઈવલ હોય છે. કોઈવાર ખુશી આવે છે તો કોઈવાર માઠા સમાચાર પણ ચેક ઇન થાય છે. દુઃખોનું ટોળું પણ આવે છે. પ્રેમ પણ આવે છે. વિરહ પણ આવે છે. ગેસ્ટ હાઉસ બધા માટે ખુલ્લું જ હોય છે પરંતુ ગેસ્ટ હાઉસનું મોટું સુખ એ હોય છે કે એમાં કોઈ પરમેનન્ટ રહી શકતું નથી. જે ચેક ઇન થયા છે તે બધા ચેક આઉટ થવાના જ છે. જેનું એરાઈવલ છે એનું ડિપાર્ચર છે જ. પાનખરની મૌસમમાં અત્યારે જૂના પાંદડાઓનું ડિપાર્ચર થઇ રહ્યું છે નવા પાંદડાનું એરાઈવલ વસંતઋતુમાં થશે આ પ્રકૃતિ છે. પણ ઇન્સાન પ્રકૃતિથી કાપી ગયો છે એટલે જ એ સુખી નથી. રોજ કટકે કટકે મરતો રહે છે મસ્સેર એન્લીએ નામની તુર્કસ્તાનની કવિયત્રીએ આ વિષે જ એક સરસ કવિતા લખી છે
ક્યારેક ક્યારેક માનવી મરવાથી પણ થાકી જાય છે
ક્યારેક તો એ ઇન્સાન
બધા દ્વારા તરછોડાયેલા નિરાધાર દેશ જેવો થઇ જાય છે
એક સ્ત્રી ચાલી ગઈ
ઉદાસ માછલીવાળા સમુદ્રમાં
જે આ કિનારાને કચડે છે
દરિયો ઉભરાય છે
કોઈ મારા ઘાવને નથી જોઈ શકતું કારણકે
એ ઘાવ ઉપર ભીંગડા વળી ગયા છે
ક્યારેક ક્યારેક માનવી મરવાથી પણ થાકી જાય છે
અત્યારે શિકાગોમાં હેલોવીન મહોત્સવ ચાલી રહ્યો છે. સહુ ભૂત , ડાકણ અને હોરરની વેશભૂષા કાઢીને ફરશે આ ઉત્સવમાં મૃત્યુની પણ મશ્કરી કરવામાં આવે છે કોઈ ડ્રેકૂલા થશે તો કોઈ હાડ પિંજર થશે 31 ઓક્ટોબર સુધી સર્વત્ર હેલોવિન હેલોવીન થશે મૃત્યુ અને હોરરને યાદ કરવાથી પણ સુખ મળી શકે છે ખરી વાત તો એ છે કે સહુ પોતાની પાસે યાતનાઓ અને દુખો કેટલા પડ્યા છે એનું લિસ્ટ રાખે છે પણ સુખની ક્ષણોનું કોઈ લીસ્ટ રાખતું નથી. આ હું નથી કહેતો પણ વિખ્યાત સર્જક દોસ્તોવોયેસકી કહે છે : Man only likes to count his troubles; he doesn't calculate his happiness. સહુને હાથે કરીને દુખી થવાની ટેવ પડી ગઈ હોય તો એનો કોઈ ઈલાજ નથી વિખ્યાત દાર્શનિક એપીક્ટેટસ ની આ ટિપ્સ સહુએ યાદ રાખવા જેવી છે દાર્શનિક કહે છે : "લોકપ્રિય ધારણાઓ અને કાર્યશૈલી હમેશા સર્વોત્તમ નથી હોતી પરંપરાગત વિચાર પ્રણાલી હમેશા કૃતક અને અરુચિકર હોય છે એનું કામ જ "યથાસ્થિતિ " ટકાવી રાખવાનું જ હોય છે. પરંપરા અને નવા વિચારોનું મૂલ્યાંકન એ રીતે થવું જોઈએ કે જેથી જીવન સમૃધ્ધ બને. મોટાભાગના લોકો બહુ ગંભીરતાથી ઘોષણા કરતા હોય છે કે પોતે જે કહી રહ્યા છે એ એમનો સિધ્ધાંત છે પરંતુ સચ્ચાઈ કૈંક બીજી જ હોય છે મોટા ભાગના પ્રચલિત અને ચાલુ વિચારો આપણા વ્યક્તિત્વનું અંગ બની ગયા હોય છે અને આપણે એને આપણા વિચારો કહીને જ પેશ કરીએ છીએ. દિમાગ એ ઘર જેવું છે. એમાં દરરોજ સાફસફાઈ થવી જોઈએ સફાઈ ઝુંબેશ દિમાગની સફાઈથી શરુ થવી જોઈએ " આ શબ્દો મહાન દાર્શનિક એપીક્ટેટસના છે. હમણાં જ ચીલીના એક કવિ સર્જિઓ ઇન્ફેતેની એક કવિતા વાંચવામાં આવી તે આપ સહુ એન્જોય કરો
અખબારોમાં સમાચાર છે કે
મોટી નદીઓ મરી રહી છે
યાંગટિસી મરવા પડી છે
સાલવીન, ગંગા અને સિંધુ મારવા વાંકે જીવી રહી છે
સાચ્ચે જ મરી રહી છે
પણ એને મરવા માટે કોઈ સાગર નથી
પણ આ ન્યુઝ એ નથી કહેતા કે એક નદીની દફનક્રિયા કરવી હોય તો એને મારવી જરૂરી છે
નદીનો મકબરો ક્યાં ચણશો ?
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service