ગુજરાતી સાહિત્યમાં એક ઉન્નતભ્રૂ વર્ગ એવો છે કે તેઓ ગીત અને ગઝલને "ઈમોશનલ સ્ટ્રેસ " માને છે, પરંતુ બોબ ડિલન જેવા ગીતકાર- ગાયકને આ વર્ષે સાહિત્યનું નોબેલ ઇનામ અપાયું છે. નોબલ ઇનામ કમિટીના એક સદસ્યએ તો કહ્યું કે " બોબ ડિલન એક અસંસ્કૃત અને બહુ ઉદ્ધત વ્યક્તિ છે. અમે ડિલનને નોબલ ઇનામ આપીએ છીએ એવો ટેલિફોન કર્યો પણ ડિલન ટેલિફોન ઊંચકતો જ નથી. ખાલી રિંગ વાગ્યા કરે છે. નો આન્સર " દિવાળીના દિવસોમાં જ નોબલ ઈનામનો ફટાકડો ફૂટી ગયો એનાથી ઘણા ઉન્નતભ્રૂ લેખકો-કવિઓ દુઃખી થઇ ગયા હશે બોબ ડિલનને આ પુરસ્કાર કવિતા માટે નથી મળ્યો પણ અમેરિકાની શ્રેષ્ઠ સંગીતપરંપરા માં નવી કાવ્યાત્મક અનુભૂતિનું સર્જન કર્યું એ માટે નોબેલ ઇનામ મળ્યું છે અહીં એ સમજવું પડશે કે રોક સંગીત એ કેવળ વાદ્યોનો ઘોંઘાટ નથી પણ ખૂબ વિચારશીલ છે. પોપસંગીત એ ફક્ત "આઈ લવ યુ " કહેનારા ગીતો નથી. બોબ ડિલને એના સંગીતમાં કથીર નહિ પણ સોનુ વહેંચ્યું હતું આપણે જોયું છે કે એવોર્ડની બાબતમાં પર્સનલ ઇઝ પોલિટિકલ હોય છે.ઘણા એવું પૂછશે કે બોબ ડિલન સાહિત્યકાર કે કવિ નથી માત્ર ગિટાર લઈને ગાનારો ગવૈયો છે એને નોબેલ પ્રાઈઝ આપો છો ? અરે ભાઈ એવોર્ડ કોઈપણ હોય તમે કલાકારને બાજુએ મૂકીને એની કલા તરફ ધ્યાન આપો. બોબ ડિલન બંડખોર છે. નોબેલ પ્રાઈઝ મળ્યું છે ત્યારે વૃધ્ધ બોબ એનું જ આ ગીત ગણગણતો હશે Nobody feels any pain, tonight as i stand , inside rain બોબ ડિલન જાગતિક રાજકારણથી વ્યથિત અસ્વસ્થ જીવ છે. તે મૂર્ખ નથી જ. અસંવેદનશીલ પણ નથી. એના ગીતો સાંભળવા હજારો શ્રોતાઓ ભીડ કરે છે. સ્ટેજ પર ગિટાર લઈને બોબ ગાવા લાગે છે.
હે યુદ્ધના પિતાશ્રીઓ
તમે બંદૂકો અને તોપો બનાવી છે
દિવાલ પાછળ તમે ઘણું સંતાડ્યું છે
હું તમારા માસ્કની આરપાર જોઈ શકું છું
બોબ ડિલનનો અવાજ કઈ ખાસ નહોતો એના કંઠને અનેક તાંત્રિક મર્યાદાઓ હતી પણ એના ગળામાં જે સંવેદન હતું તે અનન્ય હતું યુદ્ધ વિરોધી આક્રોશ એ બોબનો સ્થાયીભાવ હતો નોબેલની વાત જવાદો, પણ બોબ ડિલન એ ગાતો લેખક છે.1966માં બોબે ન્યુયોર્કના ફોક ફેસ્ટિવલમાં એકોસ્ટિક ગિટારને બાજુએ મૂકીને ઇલેક્ટ્રિક ગિટાર સાથે એન્ટ્રી કરી.પારંપરિક અમેરિકન સંગીતમાં આ મોટી ક્રાંતિ હતી. શ્રોતાઓએ એની મજાક ઉડાવી પણ બીબે એની પરવા કરી નહિ. "વન્ડર વોઇસ " ફિલ્મમાં "થિંગ્સ હેવ ચૅન્જડ " એ ગીત માટે બોબ ડિલનને ઓસ્કાર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો એવોર્ડ કોઈપણને મળે તે કાયમ વિવાદાસ્પદ રહેવાના છે. ગુજરાતના મૂર્ધન્ય કવિ સુન્દરમને વિવેચન માટેનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ અપાયો હતો. સ્વામી આનંદ જેવા સમર્થ સર્જકે તો સાહિત્ય અકાદમીનો એવોર્ડ નકાર્યો હતો. અત્યારે બોબ ડિલનની માનસિકતા એવી લાગે છે કે તે નોબેલ પ્રાઈઝ લેવા જાય પણ નહિ.ડિલને હરખપદૂડા થઈને પોતાને નોબેલપ્રાઈઝ મળ્યું છે એનો પ્રતિભાવ પણ આપ્યો નથી સર્જકનો આ મિજાજ છે. વિખ્યાત ફ્રેન્ચ સર્જક જ્યાં પોલ સાર્ત્રે તો નોબલ પ્રાઈઝનો અસ્વીકાર કર્યો હતો ખરો ઈશ્યુ તો એ છે તમારૂ સર્જન જો તકલાદી હશે તો કોઈપણ એવોર્ડ તમને બચાવી શકશે નહિ એવોર્ડ તરફનો વિરક્તિભાવ જે સર્જકો રાખે છે તેને બરાબર ખબર છે કે એવોર્ડના બિલ્લાઓ અમરતાનું લાઇસન્સ નથી આપતા બોબ ડિલનના ગીતો આજે પણ યુદ્ધખોર માનસિકતા સામે પ્રાસંગિક છે સાચો સર્જક સત્તાનો આંગળીયાત હોતો નથી એનું ઉદાહરણ બોબ ડિલન છે
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com