Anil Joshi's Blog (54)

તમે બધા રહસ્યવાદી છો. દરેક ચીજોમાં કારણો શોધો છો

વાસ્કો-દ -ગામા ( ગોવા ) ના બીચ પર બેસીને સૂર્યાસ્ત જોઈ રહ્યો છું.ગોવાની એક અનોખી સુગંધ છે..પોર્ટુગલના કવિ ફ્રેનાદો પિસ્સોઆની થોડીક કાવ્યપંક્તિઓ યાદ આવી ગઈ છે : ' તમે બધા રહસ્યવાદી છો. દરેક ચીજોમાં કારણો શોધો છો ' દરેક કવિની અભિવ્યક્તિ અલગ હોય છે.દક્ષિણાયન અભિવ્યક્તિની રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી ત્યારે મને રામમનોહર લોહિયા યાદ આવી ગયા ભારતભરના નામાંકિત…
Continue

Added by Anil Joshi on December 1, 2016 at 9:42am — No Comments

શહીદ ભગતસિંહ કહે છે : " યાર, સુખદેવ -રાજગુરુ , હમ ભી કૈસે કમીનો ઔર ગદ્દાર કે લિયે મર ગયે ?...

મીરાંબાઈ લખી ગયા છે કે " શ્યામરંગ સમીપે ના જાવું ' એ કાવ્યપંક્તિ આજની તારીખે થોડોક શબ્દફેર કરીને આ રીતે ગવાય છે " શ્યામધન સમીપે ના જાવું " કનૈયો ખુદ યશોમતી મૈયાને પૂછી રહ્યો છે : "રાધા ક્યુ ગોરી મેઁ ક્યુ કાલા ? " હું પોતે આજે બેન્કની લાઈનમાં ઉભો છું પણ આનંદમાં છું કે અઠયોતેર વર્ષે હું લાઈનસર થઇ ગયો. પહેલા એવોર્ડવાપસી કરી હવે તો…

Continue

Added by Anil Joshi on November 24, 2016 at 7:00am — No Comments

બાળકો વિનાના આ શહેરમાં મારી માસુમિયતને ક્યાં સંતાડવી ?

અત્યારે હું સીરિયાના કવિ નિજાર કબ્બાની કવિતા વાંચી રહ્યો છું.શિયાળાની સવાર છે છતાં કવિ નિજારની આ કવિતા મને અપસેટ કરી મૂકે છે. આ કવિતા આપ સહુ મિત્રો સાથે હું શેર કરુછું )

" દોસ્ત અને દુશ્મન મારા ઉપર ઈલ્ઝામ લગાવે છે કે હું શહરિયાર જેવો છું ( અરેબિયન નાઈટ્સમાં શહરિયારનું એક પાત્ર આવે છે એને એની પત્નીએ દગો દઈ દીધો છે એટલે શહરિયાર પાગલ થઇ…

Continue

Added by Anil Joshi on November 21, 2016 at 10:45am — No Comments

બોબ ડિલન:Nobody feels any pain, tonight I stand , inside the rain

ગુજરાતી સાહિત્યમાં એક ઉન્નતભ્રૂ વર્ગ એવો છે કે તેઓ ગીત અને ગઝલને "ઈમોશનલ સ્ટ્રેસ " માને છે, પરંતુ બોબ ડિલન જેવા ગીતકાર- ગાયકને આ વર્ષે સાહિત્યનું નોબેલ ઇનામ અપાયું છે. નોબલ ઇનામ કમિટીના એક સદસ્યએ તો કહ્યું કે " બોબ ડિલન એક અસંસ્કૃત અને બહુ ઉદ્ધત વ્યક્તિ છે. અમે ડિલનને નોબલ ઇનામ આપીએ છીએ એવો ટેલિફોન કર્યો પણ ડિલન ટેલિફોન ઊંચકતો જ નથી. ખાલી રિંગ વાગ્યા કરે છે. નો…
Continue

Added by Anil Joshi on November 16, 2016 at 11:30am — No Comments

"ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ "

(શાયર અમૃત ઘાયલની સ્મૃતિમાં ગઝલ વિષે આજે થોડીક ગંભીર વાતો કરીએ એ જ એમનું સ્મૃતિતર્પણ છે. ઘાયલ સાહેબ સાથે માં ઘરની બાલ્કનીમાં આખી રાત બેસીને ખૂબ ગઝલ ચર્ચા કરી છે. કવિ મકરંદ દવેને ફળિયે તો ઘાયલ સાહેબ મોકળા દિલથી ગઝલો સંભળાવતા હતા આ બધી સ્મૃતિઓ તાજી થાય છે. તો વાંચો ઘાયલની સ્મૃતિમાં ગઝલની આ ગંભીર વાતો ) ગઝલમાં શબ્દનું વજન મહત્વનું છે.…

Continue

Added by Anil Joshi on November 15, 2016 at 2:06pm — No Comments

આ છોકરીને બાર વર્ષની સખત જેલની સજા ફરમાવવામાં આવી

દિવાળીમાં આખો પરિવાર ભેગો થયો હોય ત્યારે સ્ટુડિયોમાં જઈને ફેમિલી ફોટો પડાવી લેવાની એક પરંપરા હતી. આજની તારીખે પણ આપ સહુના ઘરમાં ફેમિલી ફોટો ટીંગાતો હશે એ પછી લાઇફસ્ટાઇલ બદલાઈ એટલે ફેમિલી ફોટાઓના આલ્બમ આવ્યા. ફેમિલી ફોટો અને આલ્બમનું પણ એક અજવાળું હોય છે પરંતુ મારે આજે પત્રકારિતાના અજવાળા વિષે વાત કરવી છે.થોડા સમય પહેલા જ મેં…

Continue

Added by Anil Joshi on November 10, 2016 at 10:00am — No Comments

ચાકુથી આખી ડુંગળી એક ઇતિહાસની જેમ ખૂલી જાયછે

નાઓમી શિહાબ નામે એક ઈજીપ્તની કવિયત્રીએ એક કવિતા લખી છે .એ કવિતાનું શીર્ષક છે : "ડુંગળી " એવું કહેવાયછે કે ડુંગળીની પેદાશ ભારતની છે પણ ઈજીપ્તમાં તો ડુંગળીની પૂજા થાય છે .ઈજીપ્તથી ડુંગળી ઇટલી પહોંચી અને ઈટાલીથી સીધી યુરોપમાં પહોંચી ગઈ . નાઓમી શિહાબની " ડુંગળી " પરની કવિતા વાંચો

હું વિચારું છું કે આ ડુંગળીએ કેટલો લાંબો પ્રવાસ કર્યો છે 

ડુંગળીને ઝૂકી ઝૂકીને સલામ…

Continue

Added by Anil Joshi on August 10, 2016 at 9:00am — No Comments

નાદાનીનું ઘરેણું ક્યાંક ખોવાઈ ગયું છે

પ્રકૃતિના બદલતા રંગો ફિલ કરવા માટે બુધ્ધિની જરૂર હોતી નથી બુધ્ધિ ચેતના અને સમજદારીની સહચરી હોવી જોઈએ પ્રતિભાશાળી સર્જકો હમેશા ચેતનાના સંવાહકો રહ્યા છે.એમાં બુધ્ધિનું ગણિત નથી હોતું અત્યારે હું શિકાગોમાં છું ત્યારે મને અહીના જ કવિ કાર્લ સેન્ડબર્ગની એક નાનકડી કવિતા યાદ આવી જાય છે." માં એ મને પૂછ્યું : તારા માટે કેટલા ઈંડાની આમલેટ બનાવું ? " મેં તરત કહ્યું " માત્ર…

Continue

Added by Anil Joshi on August 4, 2016 at 10:30am — No Comments

મકરંદ દવે સાથે સાથે

ઇન્ટર આર્ટસમાં હું ગુજરાતીના વિષયમાં નાપાસ થઈને ગોંડલ આવી ગયો.હતો. ગુજરાતીના પેપરમાં મને માત્ર દસ માર્ક મળ્યા હતા.ગોંડલ આવ્યો ત્યારે મન હતાશાથી ભર્યું હતું એટલે હું બહુ આધ્યાત્મિક બની ગયો હતો. સંસાર સાવ અસાર લાગતો હતો. લેકિન અબ કહા જાયે હમ ? મકરંદ દવેના ફળિયા સિવાય મને કોણ સંઘરે ? હું આખો દિવસ મકરંદના ઘેર પડ્યો રહેતો હતો. મકરંદના ફળિયે રોજ સાંજે અમે…

Continue

Added by Anil Joshi on August 3, 2016 at 8:00am — No Comments

દિલ ઈશ્ક, જિસ્મ ઈશ્ક હૈ ઔર જાન ઈશ્ક હૈ, ઈમાન કી પૂછો તો ઈમાન ઈશ્ક હૈ

વરસાદ પડે છે ત્યારે આખો મૂડ મ્યુઝિકલ થઇ જાય છે મૂંગો ગાતો થઇ જાય છે અને બહેરો સાંભળતો થઇ જાય છે.ભીના એકાંતમાં બેસીને મોઝાર્ટ કે બિથોવનને સાંભળીએ એ ક્ષણે કાન હોય એના કરતા વધારે પવિત્ર થઇ જાય છે થોડા દિવસ પહેલા હોલીવુડના સહુથી વધારે યશસ્વી સંગીતકાર જેમ્સ હોર્નરનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું આ પ્રતિભાશાળી સંગીતકારને 1997માં રિલીઝ થયેલી…

Continue

Added by Anil Joshi on August 2, 2016 at 7:47am — No Comments

Read Mahasweta Devi 's speech which had people in tears at Frankfurt Book Fair

Mahasweta Devi’s inaugural speech at the Frankfurt Book Fair

Mahasweta…

Continue

Added by Anil Joshi on July 30, 2016 at 7:53am — No Comments

આ છોકરી એક બુઢ્ઢા વિદૂષકની દીકરી છે. એનું નામ ચાર્લી હતું

વિખ્યાત જીનિયસ કલાકાર ચાર્લી ચેપ્લિને એની દીકરી અને યશસ્વી અબિનેત્રી જીર્લ્ડાઈન ચેપ્લિનને જે શિખામણ આપતા પત્રો લખ્યા હતા એમના કેટલાક પત્રો આપ સહુ મિત્રો સાથે શેર કરું છું. તમે જીર્લ્ડાઈન ચેપ્લિનને " ડો ઝિવાગો " ફિલ્મમાં ઓમર શરીફ સાથે અભિનય કરતી જોઈ હશે ચાર્લી દીકરીને લખે છે એના એકેએક શબ્દમાં જીવતા ઇન્સાનની ખૂશ્બૂ છે.

વ્હાલી દીકરી…

Continue

Added by Anil Joshi on July 29, 2016 at 7:15am — 2 Comments

ખિલ્લી ઉપર મારો ગાઉન ટીંગાડીને નીકળી જાઉં

આજે મારે આપ સહુ મિત્રો સાથે ઈજીપ્તની પ્રતિભાશાળી કવિયત્રી ઈમાન મર્સેલની કવિતાઓ વિષે થોડોક સત્સંગ કરવો છે ઈમાન માર્સેલે ફેરો યુનિવર્સીટીમાંથી એમ એ અને પી એચડી કર્યું છે. ઈમાન " ડોટર ઓફ અર્થ " નામના સામયિકની સ્થાપક અને કૉએડિટર રહી ચૂકી છે અત્યારે ઈમાન બોસ્ટનમાં એના પતિ સાથે રહે છે. બે સંતાનો મુરાદ અને ફિલિપ્સ કેનેડામાં છે. ઈમાન 1999 સુધી એરેબિક…

Continue

Added by Anil Joshi on July 26, 2016 at 7:18am — 1 Comment

જી હા, ફેસબુક પર મોજૂદ છે આ ફોર્ટી પ્લસ ઔરતો ....

આપણે મધ્ય વયને ચાલીસી કહીએ છીએ.ફોર્ટી પ્લસ ઉમરના ધખારા અજબ ગજબ હોય છે.ઓસ્કાર વાઈલ્ડ બહુ સાચું કહે છે કે બુઢીયાઓ દરેક વસ્તુમાં માનતા થઇ જાય છે,મધ્યવયના આધેડ દરેક વસ્તુ માટે શંકાશીલ હોય છે અને યુવાન એમ માને છે કે તે બધું જ જાણે છે. કેટલાક મિત્રો તો છડેચોક કહે છે કે લાઈફ બીગિંગ એટ ફોર્ટી, લગ્નેતર સંબંધ બાંધવાના ધખારા મધ્યવયમાં જ થાય છે,…

Continue

Added by Anil Joshi on July 22, 2016 at 12:45am — No Comments

મોર્નિંગ કોફી બ્રેક: We

આપણે બધા WE શબ્દને સાવ ભૂલી ગયા છીએ.સામાન્ય વાતચીતમાં " હું " અને " તમે " શબ્દ વારવાર બોલાય છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે : " પહેલા અમે એ તમે હતા અને તમે એ અમે હતા, હવે એવું શું થયું છે કે અમે એ અમે અને તમે એ તમે ? " we "શબ્દ ખોવાઈ ગયો છે વિખ્યાત કવિ ઓડેનનું આ કાવ્ય અચૂક વાંચો 



All I have is a…

Continue

Added by Anil Joshi on July 21, 2016 at 7:18am — No Comments

આજકાલ તમે શું કરો છો ? "ચાર્લ્સ ડિકન્સે બહુ જ સોફ્ટલી જવાબ આપ્યો " હું લખું છું "

આજે વહેલી સવારે વિન્ડસરમાં "ટીમ હોર્ટન"ના કોફીશોપમાં બેઠો હતો ત્યારે મને રોચેસ્ટર (કેન્ટ)નું ડિકન્સ કાફે યાદ આવી ગયુ. મારા ફેવરિટ સર્જક ચાર્લ્સ ડિકન્સની યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા ચાર્લ્સ ડિકન્સની સર્જકતાથી કયો ભાવક અજાણ્યો હશે ? જિંદગીના ઉતાર-ચડાવ ,અને ચરિત્રના વૈવિધ્યમાં ડિકન્સને કોઈ ના પહોંચે યથાર્થવાદી કથાલેખનના મૂળિયાં તમને ડિકન્સની…

Continue

Added by Anil Joshi on July 20, 2016 at 8:59am — No Comments

શું આ ધરતી ઉપર એવો એક એવો પથ્થર છે કે જે ક્યારેય ફેંકાયો નથી ?

ઇઝરાયેલના બહુ મોટા સર્જક યેહુદા અમીચાઇના શબ્દો ઉપહાર રૂપે મોકલું છું એ શબ્દો સ્વીકારીને મને આભારી કરશો " હિબ્રુ અને અરબી ભાષા પૂર્વથી પશ્ચિમ તરફ લખાય છે અને લેટિન ભાષા પશ્ચિમથી પૂર્વ તરફ લખાય છે. આ ભાષાઓ બિલાડી જેવી હોય છે. તમે એ ભાષાને ખોટી રીતે સહેલાવો નહિ. વાદળો સમુદ્રમાંથી આવે છે અને રણમાંથી ગરમ હવા આવે છે વૃક્ષો હવામાં…

Continue

Added by Anil Joshi on July 19, 2016 at 8:41am — No Comments

ભાવવિશ્વ :સ્ત્રીઓ અને ભાષાની બાબતમાં પ્રતિક્રિયા આપતી વખતે લોકો ખૂબ "દુષ્ટબુધ્ધિ" ના હોય છે "

વિદેશમાં છું, એટલે અહીં એક વાતનું બહુ સુખ છે ભારતની ન્યુઝ ચેનલોના કકળાટથી સાવ મુક્ત છું. મારું બ્લડપ્રેશર નોર્મલ થઈ ગયું છે.ભારત ખૂબ વાતોડિયો દેશ છે. જ્યાં જુઓ ત્યાં બસ વાતોના વડા તળાઈ રહ્યા છે. જૂના અખબારોની પસ્તીમાં ફાફડા ગાંઠિયા અને જલેબી બંધાઈ રહ્યા છે. વાણીશૂરા નેતાઓના ભાષણો સાંભળીને કાંન પાકી ગયા છે. હું કબૂલ કરું છું કે ભારત દેશે ખૂબ વિકાસ કર્યો છે.ખૂબ…
Continue

Added by Anil Joshi on July 16, 2016 at 11:35am — 2 Comments

મને પાનખરની બીક ના બતાવો

ઘણા વર્ષ પહેલા મારું અતિ લોકપ્રિય ગીત " મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી , મને પાનખરની બીક ના બતાવો " મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ હતા .ગોંડલમાં એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો . સાંજનો સમય હતો .ભાઈ બહારની પરશાળમાં સુતા હતા . હું એમની પાસે જઈને બેઠો .ભાઈ કહે : " કવિતા લખાય છે ને ? " સંભળાવ " મેં ભાઈ ને આ ગીત…

Continue

Added by Anil Joshi on July 15, 2016 at 8:30am — 1 Comment

બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી તું વહી જઈશ

પ્રેમમાં પડવું અને એમાં નિષ્ફળ જવું એમાં પણ એક જબરજસ્ત ઉર્જા હોય છે. મહર્ષિ અરવિંદ કહેતા હતા કે " પ્રેમ અનેક માનવપાત્રોમાં અથડાતો-કૂટાતો થાકેલો -હારેલો જ્યાંથી જન્મ્યો છે તે વ્યક્તિ પાસે પાછો આવેછે અને એ જ વ્યક્તિને અજવાળે છે " પ્રેમની અસફળતામાં પણ એક તાકાત હોય છે વોલ્ટેર બેન્જામિન નિષ્ફળતાની તાકાત વિષે લખેછે : " જયારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણી…

Continue

Added by Anil Joshi on July 14, 2016 at 8:20am — No Comments

Monthly Archives

2016

2015

2014

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service