Made in India
પ્રેમમાં પડવું અને એમાં નિષ્ફળ જવું એમાં પણ એક જબરજસ્ત ઉર્જા હોય છે. મહર્ષિ અરવિંદ કહેતા હતા કે " પ્રેમ અનેક માનવપાત્રોમાં અથડાતો-કૂટાતો થાકેલો -હારેલો જ્યાંથી જન્મ્યો છે તે વ્યક્તિ પાસે પાછો આવેછે અને એ જ વ્યક્તિને અજવાળે છે " પ્રેમની અસફળતામાં પણ એક તાકાત હોય છે વોલ્ટેર બેન્જામિન નિષ્ફળતાની તાકાત વિષે લખેછે : " જયારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણી જાતને જ તુચ્છ માનવા લાગીએ છીએ. ભલે આપણે સક્ષમ અને મજબૂત હોઈએ નિષ્ફળતા આપણું નૂર હરી લેતી હોયછે। સફળતા માટે તમારે કિમત ચૂકવવી પડે છે એટલા જ માટે તાકાતને ઓળખવા માટે નિષ્ફળતા જરૂરી છે. તમે જો સફળતાના જ માત્ર બંદીવાન રહેશો તો તમારા જેવો બીજો કોઈ મૂર્ખ નથી " શબ્દો વોલ્ટેર બેન્જામિનના છે. આપણે વાત દાન્તે અને બિયેટ્રીસના અશરીરી પ્રેમની વાત કરતા હતા. આવો જ અશરીરી પ્રેમ રાધા કૃષ્ણનો હતો.કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા પણ નવ વર્ષની હતી. એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી. ગયા તે ગયા જ. હમણાં આ વિષે એક બહુજ અદભૂત કવિતા વાંચી કવિનું નામ અજ્ઞાત છે પણ જેને આ કવિતા લખી છે એને મારા પ્રણામ . કાવ્યની પૂર્વભૂમિકા કૈક આવી છે : એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા. રાધા કૃષ્ણને પૂછેછે " કેમ છો દ્વારકાધીશ ? આ સાંભળીને કૃષ્ણ કહે : " રાધા હું તને ખૂબ યાદ કરતો હતો, તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા। હવે રાધા શું જવાબ આપેછે તે સાંભળો
" મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી
જે ભૂલી જાય એને યાદ કરવું પડે
હું તો તને ભૂલી જ નથી
મને આંખમાં આંસુ પણ નથી આવ્યા
કારણકે મારી આંખમાં તુંજ હતો
મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી તું વહી જઈશ
કાનામાંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તે કેટલું બધું ગુમાવ્યું છે
તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું
પણ બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો
દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું ?
તું કાના જ રહ્યો હોત તો સુદામાને ઘેર તું દોડીને ગયો હોત
દ્વારકાધીશ બન્યો એટલે સુદામાને તારી પાસે આવવું પડ્યું
કાના,તે ભગવતગીતા લખી એમાં મારા નામનો તે ક્યાય ઉલ્લેખ કર્યો નથી
છતાં ભગવતગીતાના પાઠ પછી લોકો " રાધે ,,, રાધે .." શું કામ બોલેછે ?
કાના, તું યમુનાના મીઠા જળ છોડીને છેક દ્વારકાના દરિયાના ખારા પાણી સુધી પહોચ્યો ?
કાના માંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે "
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com