વિદેશમાં છું, એટલે અહીં એક વાતનું બહુ સુખ છે ભારતની ન્યુઝ ચેનલોના કકળાટથી સાવ મુક્ત છું. મારું બ્લડપ્રેશર નોર્મલ થઈ ગયું છે.ભારત ખૂબ વાતોડિયો દેશ છે. જ્યાં જુઓ ત્યાં બસ વાતોના વડા તળાઈ રહ્યા છે. જૂના અખબારોની પસ્તીમાં ફાફડા ગાંઠિયા અને જલેબી બંધાઈ રહ્યા છે. વાણીશૂરા નેતાઓના ભાષણો સાંભળીને કાંન પાકી ગયા છે. હું કબૂલ કરું છું કે ભારત દેશે ખૂબ વિકાસ કર્યો છે.ખૂબ પ્રગતિ કરી છે. કોઈ લેખકે બહુ સાચું લખ્યું છે કે જે નગરમાં અભિનેતાઓની સંખ્યા વધી જાય છે તે શહેરમાં નાટક મંડળીઓની પણ સંખ્યા વધી જાય છે. એવી જ રીતે જે દેશમાં નેતાઓનો વસ્તીવધારો થાય છે ત્યારે રાજનૈતિક પાર્ટીઓની સંખ્યા વધી જાય છે. આખરે રાજનૈતિક પાર્ટીઓ શું છે ? લોકશાહીની રેલવેના ડબ્બા છે. રેલવે વધી રહી છે. ડબ્બાઓ વધી રહ્યા છે. દરેક ડબ્બામાં એરકંડિશનર છે. આરામદાયક સીટો પણ છે.પ્રજાતંત્રની રેલવેના આ ડબ્બાઓ ન્યુઝ ચેનલોમાં શન્ટિંગ કર્યા કરે છે.રિયલી, આપણે બહુ વિકાસ કર્યો છે.શરીર સસ્તું અને કપડાં મોંઘા થઈ ગયા છે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય એટલું બધું છે કે જે છોકરી મનમાં આવે કે એને રેપ કરી નાખે છે.જે વ્યક્તિ મનમાં આવે એની હત્યા થઈ જાય છે. બોલવાનું અને લખવાનું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એટલું બધું છે કે કોઈની જીભને તાળા નથી ઉચ્ચપદ ઉપર બેઠેલી કોઈપણ સન્માનનીય મહિલા વિશે એલફેલ બોલવું અને એનું ચારિત્ર્યહનન કરવું એના જેવી બિભસ્તતા બીજી એકેય નથી. કોઈ રોકતું નથી, કોઈ ટોકતું નથી વિખ્યાત સંસ્કૃત નાટ્યકાર ભવભૂતિએ "ઉત્તરરામચરિત " નાટક લખ્યું છે.આ નાટકનો સૂત્રધાર એક અદભુત વાક્ય બોલે છે. સૂત્રધાર કહે છે : " સ્ત્રીઓ અને ભાષાની બાબતમાં પ્રતિક્રિયા આપતી વખતે લોકો ખૂબ "દુષ્ટબુધ્ધિ" ના હોય છે " હજારો વર્ષ પહેલા ભવભૂતિએ સૂત્રધારના મોઢામાં મૂકેલું આ વાક્ય આજની તારીખે પણ પણ એટલું જ પ્રાસંગિક લાગે છે. કવિપ્રતિભાનો આ ચમત્કાર છે ઉચ્ચપદ પર બેઠેલી કોઈપણ મહિલા વિશે એલફેલ બોલવું એમાં સમાજની સંસ્કારિતાનું તળિયું દેખાય જાય છે. ગામને મોઢે ગરણા ના હોય છે
રિયલી ,દેશ ખૂબ વિકાસ કરી રહ્યો છે. લોકોની માથાદીઠ આવક વધી છે.પગાર વધ્યા છે.ભિખારી હવે એક રૂપિયો ભીખમાં નથી લેતો, પાંચ રૂપિયાનો સિક્કો માંગે છે ઘેર ઘેર ટેલિવિઝન સેટ આવી ગયા છે હવે ટેલિવિઝન પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક ભાગ રાજનેતાઓએ પડાવી લીધો છે અને બીજો ભાગ અભિનેતાઓએ પડાવી લીધો છે. લોલો દેશ તરફ જોવાને બદલે ટેલિવિઝન તરફ જુએછે,જાણે આખો દેશ જ ટેલિવિઝનમાં ઘૂસી ગયો છે. જીવનસ્તર પણ કેટલું ઊંચું આવી ગયું છે, જે લોકો જમીન પર ચાલતા હતા તે હવે ફ્લાયઓવર ઉપર ચાલે છે.વર્ષો પહેલા કેથેરીન ફ્રેન્ક નામની ફ્રેન્ચ લેખિકાએ એક પુસ્તક લખ્યું હતું। એ પુસ્તકનું શીર્ષક ' ધ લાઈફ ઓફ ઇન્દિરા -નેહરુ ગાંધી "આ પુસ્તકમાં લેખિકાએ ઈન્દિરાજીના પ્રેમપ્રકરણો અને જાતીય જીવન ઉપર લખ્યું હતું। એ સમયે આઉટલુક સામયિકમાં એની થોડીક ઝલક જોવા મળી હતી એમાં રીતસર ઈન્દિરાજીનું ચારિત્રહનન હતું હવે આજ લેખિકા કેથેરિન ફ્રેંકે "નેહરુ-એડવીના " વિશે પુસ્તક લખ્યું છે. કેથેરીન કોઈ મોટી લેખિકા છે જ નહીં જે વ્યક્તિ હયાત નથી એનું ચારિત્રહનન કરવું એમાં કોઈ બહાદૂરી નથી આવા ફાલતુ પુસ્તકો ફેંકાઈ ગયા છે ગિરીશ કર્નાડ જેવા વિખ્યાત નાટ્યકાર તો એટલી હદ સુધી કહે છે કે " લેખક કે પત્રકાર પોતાના યશ માટે કોઈ સ્ત્રીને પ્રદર્શનની વસ્તુ બનાવે એ ખૂબ ઘૃણાસ્પદ છે. અહીં મને વિખ્યાત સંસ્કૃત નાટ્યકાર ભવભુતિના શબ્દો ફરીવાર યાદ આવે છે " સ્તરો અને ભાષાની બાબતમાં પ્રતિક્રિયા આપતી વખતે ખૂબ દુષ્ટ બુદ્ધિના હોય છે મર્હુમ મિત્ર શરદ જોષી બહુ સાચું કહેતા હતા તે યાદ આવે છે " આ દેશમાં શુદ્ધતાની ખોજ કરવી નિરર્થક છે આજકાલ શુધ્ધ ચિંતન પણ ક્યાં ઉપલબ્ધ છે ? આંશુ પણ શુધ્ધ નથી। નેતા ચિંતન કરે છે તો એમાં પક્ષના હિતોની સેળભેળ થઈ જાય છે સંસ્કૃતમાં એક શ્લોક છે :" शुध्धम शुध्द;शुध्दस्य शुध्दताम
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com