Made in India
આજે વહેલી સવારે વિન્ડસરમાં "ટીમ હોર્ટન"ના કોફીશોપમાં બેઠો હતો ત્યારે મને રોચેસ્ટર (કેન્ટ)નું ડિકન્સ કાફે યાદ આવી ગયુ. મારા ફેવરિટ સર્જક ચાર્લ્સ ડિકન્સની યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા ચાર્લ્સ ડિકન્સની સર્જકતાથી કયો ભાવક અજાણ્યો હશે ? જિંદગીના ઉતાર-ચડાવ ,અને ચરિત્રના વૈવિધ્યમાં ડિકન્સને કોઈ ના પહોંચે યથાર્થવાદી કથાલેખનના મૂળિયાં તમને ડિકન્સની નવલકથાઓમાં દેખાય ડિકન્સ જ્યારે કિશોરવયના હતા એ વખતે ત્યારે એક છોકરીને દિલ દઈ બેઠા હતા એ છોકરી તરફ ચાર્લ્સનો પ્રેમ સતત વહેતો હતો પણ એક દિવસ એ છોકરી નવવધૂનો ડ્રેસ પહેરીને ચાર્લ્સથી દૂર ચાલી ગઈ. ચાર્લ્સ ઉદાસ રહેવા લાગ્યો એક દિવસ ચાર્લ્સનો પરમમિત્ર હેનરી ચાર્લ્સ પાસે આવ્યો અને કહ્યું : " અરે દોસ્ત, આજે તો તું મારી સાથે ચાલ,તને મારી વાગદત્તા દેખાડી દઉં મેં એવી છોકરી પસંદ કરી છે કે એને જોઈને તું પાગલ થઈ જવાનો " હેનરીની એ છોકરી સાથે સગાઈ થઈ હતી એટલે એના હૃદયમાં સમુદ્ર ઉછળતો હતો પામ ચાર્લ્સ કહે : "ના,યાર ,આજે નહીં આવું મારે થોડુંક કામ છે " આ સાંભળીને હેનરીએ ચાર્લ્સનું બાવડું પકડીને કહ્યું : "તારું ના,,ના .. નહીં ચાલે, હું તને બરાબર ઓળખું છું પાર્ટીઓ અને નાચગાનથી તું બહુ ગભરાય છે. પણ આજે તો તારે મારી ભાવિ દુલહનને જોવા આવવું જ પડશે, સમજ્યો ? મારી વાગ્દત્તાને બે બહેનો પણ છે, અને એક બહેન તો ગાવા-વગાડવામાં બહુ હોશિયાર છે" હૅનરીના આ આગ્રહ પછી ચાર્લ્સનું મન પલળી ગયું ચાર્લ્સ નવોનક્કોર સૂટ પહેરીને તૈયાર થઈ ગયા. ખમીસના કોલર એકદમ ટાઈટ રાખ્યા માથામાં હળવી સુગંધવાળું તેલ નાખ્યું અને ચાર્લ્સ હેનરી સાથે છેલબટાઉ સ્ટાઈલમાં સગાઈ પ્રસંગે ઉપડી ગયા હૅનરીના સાસરિયામાં મિસ્ટર બેદનેલનું આલિશાન ઘર હતું એ જોઈને ચાર્લ્સ આભા બની ગયા હેનરી સાથે ચાર્લ્સ ધીમા પગલે ઘરમાં પ્રવેશ્યા દરવાને લળીલળીને સલામ કરી એ હવેલીના મોટા રૂમમાં મીણબત્તીઓ બળતી હતી. એક ખૂણામાં મેરિયાનું હાર્પ પડ્યું હતું બીજી બાજુ માર્ગારેટની ક્લેરીયોનેટ અને વચલીબહેન એમિલીની વાયોલિન પડી હતી ચાર્લ્સ ડિકન્સ આ બધા વાજિંત્રો જોઈને ગભરાઈ ગયા એને થયું કે સંગીતની બાબતમાં હું સાવ ઢગલાનો ઢ છું વાતાવરણમાં શુભ પ્રસંગની પ્રસન્નતા હતી. એવામાં ચાર્લ્સ ડિકન્સની નજર મેરિયા પર પડી. મેરીયાનો ગૌરવર્ણ અને વસંતઋતુ જેવો ચહેરો જોઈને ચાર્લ્સને જંગલી સફરજન યાદ આવી ગયા મેરીયાને જોતા જ ચાર્લ્સને ધાન્યથી ભરેલા ખેતરો યાદ આવ્યા મેરિયા સાથેની આ મુલાકાતને ચાર્લ્સ ડિકન્સે એની વિશ્વવિખ્યાત નવલકથા "ડેવિડ કોપરફિલ્ડ " માં આ રીતે વર્ણવી છે. " મને બિલકુલ યાદ નથી કે એ વખતે ત્યાં કોણ કોણ હાજર હતું મને ફક્ત ડોરા જ યાદ છે. મને એ પામ ખબર નહોતી કે રાતે ડિનરમાં કોણ કોણ આવ્યું હતું મને ચારેબાજુ ડોરા જ દેખાતી હતી ડિનર વખતે મેં હાથમાં પ્લેટ લીધી હતી પણ ભોજનને હાથ નહોતો લગાડ્યો હું ફક્ત ડોરાને જ જોતો રહ્યો હતો એના સૌંદર્યનું આંખોથી પણ કરી રહ્યો હતો. એનો અવાજ કેટલોબધો મધુર હતો એ હસતી ત્યારે આખું વાતાવરણ ખુશનુમા બની જતું હતું સાચ્ચે જ આ ક્ષણે હું એક મીઠી અને નશીલી ખુમારીમાં ખોવાઈ ગયો હતો. હું કઈ ખાતો નહોતો પાર્ટીમાં ખાવાનું જ ભૂલી ગયો હતો. મેં અરીસામાં મારો ચહેરો જોયો તો મને લાગ્યું કે હું એક કમજોર અને બેવકૂફ જેવો લાગુ છું " ચાર્લ્સના ડિમાંડમાં હજી ચાલી ગયેલી પ્રિયતમાની છબી અકબંધ હતી હવે હેનરીની સગાઈમાં ચાર્લ્સ મેરિયાને મળે છે એની મુલાકાત જુઓ " મેરિયા ચાર્લ્સની સામે પ્રેમથી જુએછે પછી ધીમેકથી કહે છે : " તને હું પહેલાતો મળી નથી મારા મનમાં એક ગર્વ હતો કે હૅનરીના બધા જ ફ્રેન્ડ્સને હું ઓળખું છું " આ સાંભળીને ચાર્લ્સ પણ કોમળતાથી કહે છે :"હા, મેં પણ તમને ક્યારેય જોયા નથી. " થોડીવાર શાંતિ પથરાઈ ગઈ. એ પછી મેરિયા ધીમેકથી બોલી : "કાશ તમે મને પહેલા મળ્યા હોત તો કેટલું સારું હતું તમે મને મારા પોત્તાના લાગો છો.આજકાલ તમે શું કરો છો ? "ચાર્લ્સ ડિકન્સે બહુ જ સોફ્ટલી જવાબ આપ્યો : " હું લખું છું "
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com