Made in India
હોળી અને રંગ વિશે અઢળક ગીતો છે, પણ મારે આજે લોકગીતોની વાત કરવી છે. લોકગીતોને પણ પોતાનો રંગ હોય છે. વિવિધ લોકબોલીનાં લોકગીતો સાંભળીએ છીએ ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી ટેક્નિકલર થઈ જાય છે. કુમાઉ લોકગીત હમણાં વાંચ્યું. એ લોકગીતનો રંગ મને સ્પર્શી ગયો:
‘જોગી આયો શહર મેં બ્યોપારી
અહા, ઈસ બ્યોપારી કો ભૂખ બહોત હૈ
પુરિયા પકૈ દે નથવાલી.
જોગી આયો શહર મેં બ્યોપારી
અહા, ઈસ બ્યોપારી કી પ્યાસ બહોત…
Added by Anil Joshi on March 17, 2013 at 7:14am — No Comments
કોઈવાર એવું પણ બનેછે કે આપણે જૂનું ઘર બદલીને નવા ઘરમાં રહેવા જતા હોઈએ
ત્યારે ઘરની ઘરવખરીમાંથી વર્ષો પહેલા લખાયેલા જૂના પત્રો મળી આવે છે .
પોસ્ટકાર્ડ ,ઇનલેન્ડ અને કવરોની થપ્પી હાથમાં આવેછે .પત્રો પીળા પડી ગયા
હોય છે .સરનામાં ભૂસાઈ જવાની તૈયારી કરતા લાગેછે એ પત્રો લખનારા તો સમયની
ગર્તામાં ચીર નિદ્રામાં પોઢી ગયા છે પણ એ પત્રો વાંચતા મને એવું ફિલ
થાયછે કે આ પત્રો હજીયે શ્વાસ લઇ રહ્યા છે .વર્ષો જૂના પત્રો…
Added by Anil Joshi on March 16, 2013 at 11:59am — 2 Comments
માઈકલ ઓગસ્ટીન ના કેટલાક હાઈકુ વાંચો .અનુવાદને કારણે અક્ષરમેળ બંધારણ જળવાયું નથી .પણ ટૂંકી કવિતા રૂપે આસ્વાદ્ય છે .તમે એને અક્ષરમેળ બંધારણમાં બેસાડી શકોછો .
1 એક સવારે
ઈર્ષ્યાપૂર્વક જોઉં
નસકોરા બોલાવતું ઓશીકું .
2 સોફા પર હું બેઠો છું
મારા બૂટ ચંપલને કહું છું
જાવ, ફરવા
3 બેસ્ટસેલર કવિ
જંગલમાં ફરી રહ્યા છે
અરે, કોઈ રોકો એને
વૃક્ષો બચાવો ..
Added by Anil Joshi on March 15, 2013 at 6:18am — No Comments
પ્રિય સ્યાહી ડોટ કોમના સર્વ મિત્રો
મેં વેકેશનમાં પ્રવાસે જવાના છોને? જો તમે ભારતની યાત્રાએ જવાના હો તો દરેક ભારતીય ભાષાના બોલચાલના શબ્દો થોડાક જાણી લેવા જોઈએ .દાખલા તરીકે તમારે પૂછવું હોય કે " સારું ભોજન ક્યાં મળશે?" અંગ્રેજીમાં તો સહુને આવડે કે "where could i get a good meal ? " હવે આ જ વાક્ય તમારે સિંધીમાં બોલવું હોય તો આમ બોલાય : "સુટો ખાધો કિથે મિલન્દો ?"
અસમિયા --- " ભાલ ખોવા કટ પોવા જાબ? "
કાશ્મીરી ------ " જાન ખાનું કતિ મેલિ ? "
તેલુગુ -------- " મંજિ ભોજનમ એક્કડ…
Added by Anil Joshi on March 14, 2013 at 9:22pm — 1 Comment
શબ્દોની વાત કરીએ તો શબ્દ એ સાતમાં માળેથી રોડ ઉપર ફેકેલા ઈંડા જેવો છે .તે પાછો નથી આવી શકતો .પત્રકારત્વમાં શબ્દ એ નોકરિયાત છે પણ કવિનો શબ્દ શબ્દકોશના શબ્દથી બિલકુલ અલગ છે . તમે કોઈને કવિતા લખતા શિખવી શકતા નથી .કવિતા ત્યારે જ લખી શકાય , જો શબ્દ સાથે તમે આજીવન પ્રેમમાં પડી ગયા હો .શબ્દો એ વૃક્ષના ફરકતા પાંદડાઓ જેવા છે , પણ એ વૃક્ષમાં સર્જકતાના ફળ બેસવા જોઈએ . આપણે ઘણીવાર કવિની અતિ સ્તુતિ કરવામાં વિવેક ચુકી જઈએ છીએ .એક સરસ કવિ વિષે એમ કહેવાયું કે " એને ત્યાં ગુજરાતી શબ્દકોશ નોકરી કરેછે " આમાં…
ContinueAdded by Anil Joshi on February 28, 2013 at 10:36am — 3 Comments
અનિલ જોશી
વસંતઋતુ આંગણે આવીને બેસી ગઈ છે .હવાનો મિજાજ બદલાયો છે .રવીન્દ્રનાથ
ટાગોરની નાયિકા એક કવિતામાં કહે છે કે ઘરકામમાં મારાથી કોઈ ભૂલ થઇ જાય
છે ત્યારે મને ખબર પડે છે કે વસંતઋતુ ચાલતી હોવી જોઈએ .ટાગોરની "બાવીસ
વર્ષ" નામની આ કવિતામાં એક ઘરરખ્ખુ સ્ત્રીના નાજુક સંવેદનો ગૂંથ્યા છે
.વસંત એટલે ભૂલ કરવાની મોસમ .ભૂલો કરવાનો પણ એક આનંદ છે .માનવીનું ગજું
ભૂલો…
Added by Anil Joshi on February 27, 2013 at 8:28am — 1 Comment
ભારતના જાણીતા પત્રકાર- સર્જક મિત્ર વિશ્વનાથ સચદેવ સાથે રોજ મળવાનું થાય છે .વિશ્વનાથ " धर्मयुग" ના તંત્રીપદે રહી ચૂક્યા છે ." Times of india " માં વર્ષો સુધી " नवभारत टाईम्स " ના તંત્રીપદેથી નિવૃત થઈને અત્યારે તેઓ મારી સાથે ભારતીય વિદ્યા ભવનમાં હિન્દી " नवनीत " ના તંત્રીપદે બિરાજમાન છે .તમે વિશ્વનાથને NDTV અને બીજી અનેક રાષ્ટ્રીય ચેનલ ઉપર ચર્ચા કરતા જોયા હશે .પોતે સારા કવિ પણ છે . આજે સવારે વિશ્વનાથ સાથે મોર્નિંગ વોક લેતા મન થોડું ઉદાસ થઇ ગયું ,ઉદાસ એટલા માટે થયું વિશ્વનાથે મને એક ચોકાવનારી…
ContinueAdded by Anil Joshi on February 26, 2013 at 6:40pm — 3 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service