અત્યારે દિવસો એવા ચાલી રહ્યા છે કે આપણે સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આશાવાદી હોઈએ છીએ અને બપોરના બે વાગ્યા પછી નિરાશાવાદી બની જઈએ છીએ ગાલિબ સાહેબ યાદ આવી જાય એવો સમય ચાલી રહ્યો છે : " કોઈ ઉમ્મીદ બર નહિ આતી ,કોઈ સુરત નઝર નહિ આતી . કાબા કિસ મૂહ સે જાઓગે ગાલિબ ,શર્મ તુમકો મગર નહિ આતી ." આજે મારે આપ સહુ મિત્રો સાથે ઉરુગ્વેના કવિ એદુનાર્દો ગૈલ્યાનો ( Eduardo Galeano ) ની કવિતા અને તેના ઉફરા મિજાજ વિષે થોડીક વાતો કરવી છે .એદુનાર્દો ગૈલ્યાનો નો જન્મ 3 સપ્ટેમ્બર 1940માં થયો હતો .તેઓ ઉરુગ્વે ના મોટા પત્રકાર હતા . નવલકથાકાર હતા .એદુનાર્દોએ
"મિરર્સ " ( અરીસાઓ ) નામે એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે તે મારા હાથમાં આવી ગયું ."મિરર્સ"માં નાની નાની વેધક કથાઓ છે ઉરુગ્વેના આ લેખકની ખ્યાતિ તો " Memory of fire " પુસ્તક પ્રસિદ્ધ થતા વિશ્વભરમાં પ્રસરી ગઈ. એદુનાર્દોની તેજાબી કલમે ઘણા લોકોને દઝાડી દીધા હતા. લેખકના અવાજમાં આખી પ્રજાની વેદનાનો પડઘો પડતો હતો. યુદ્ધ , હિંસા ,ભૂખમરા અને કંગાલિયત થી પીડાતી આમપ્રજાને માટે આ સર્જકે એક નવો શબ્દ નીપજાવ્યો છે : "નો બડીઝ -Nobodies " આમ આદમી કોઈ ખેતની મૂલી નથી હોતો .એમની ઓળખ નથી હોતી .આ Nobodiesની ઓળખ આપતા એદુનાર્દો લખેછે કે આ લોકો કોણ છે ? આ લોકો જીવનના માધ્યમથી મરી રહ્યા છે ખરગોશની જેમ ચાલેછે આગળ જતા યેદુનાર્દો કવિતા લખે છે :
એ લોકો નથી ,પણ હોઈ શકેછે
એ લોકો ભાષા નથી બોલતા પણ બોલીઓ બોલે છે
એ લોકો પાસે ધર્મ નથી પણ અંધવિશ્વાસ છે
એ લોકો પાસે કળા નથી પણ હેન્ડીક્રાફ્ટ છે
એ લોકો હ્યુમન બિંગ નથી પણ " હ્યુમન રિસોર્સીસ છે
એ લોકો પાસે ચેહરા નથી પણ હાથ છે\
એ લોકો ના કોઈ નામ જ નથી ,માત્ર નંબરો છે
એ લોકોની નોંધ ઇતિહાસમાં હોતી નથી પણ રેશનકાર્ડ માં હોય છે
ઉરુગ્વેના આ કવિએ મુંબઈની લોકલ ટ્રેનો વિષે પણ વેધક રીતે લખ્યું છે. મુંબઈ વિષે એદુનાર્દો લખેછે તે વાંચો : " રોજ સાંઠ લાખ યાત્રીઓની હેરફેર કરનારી મુંબઈની લોકલ ટ્રેન ભૌતિકશાસ્ત્રના સિધ્ધાંતનો ભંગ કરે છે .ટ્રેનની ઔકાત થી વધુ મુસાફરો એમાં ચડે છે .આ અકલ્પનીય યાત્રાના જાણકાર સુકેતુ મહેતા જણાવેછે કે " ખચાખચ ભરેલી આ ટ્રેન ચાલવાનું શરૂ કરેછે ત્યારે લોકો ચાલતી ટ્રેનની પાછળ દોડે છે. જેની ટ્રેન છૂટી જાય છે એની નોકરી પણ છૂટી જાય છે. તટ્રેનના દરવાજે ફક્ત હાથ દેખાય છે આ હાથ દેશી છે કે વિદેશી એ કોઈ નથી જાણતું, કઈ ભાષા બોલે છે એની પણ ખબર નથી. એ બ્રહ્માની પૂજા કરેછે કે અલ્લાહની કે બુદ્ધ ,ઈસામસીહની એ કોઈ નથી પૂછતુ . કઈ જાતિનો એની પણ ખબર નથી .આ લોકોની કોઈ જાતિ જ નથી " આ શબ્દો ઉરુગ્વેના સર્જકના છે એદુનાર્દો આજે ભારતમાં ખેડૂતોની આત્મહત્યા થાય છે એ વિષે પણ લખ્યું છે. તીવ્ર કટાક્ષ છે. વાંચોજી ....
" ભારતના દક્ષિણ વિસ્તારની એક હોસ્પીટલમાં
એક નિષ્ફળ આત્મહત્યા ધીમે ધીમે હોશમાં આવી રહી હતી
એના બિસ્તરને ઘેરીને ઉભેલા સંબંધીઓના ચહેરા ઉપર મુસ્કાન આવી ગઈ
સહુ ખુશ થઇ ગયા કે ખેડૂત બચી ગયો
હવે બચી ગયેલો ખેડૂત સહુની સામે ઘૂરકિયા કરતો કહે
મને કોને બચાવ્યો છે ? મારી ઉપર એક લાખનું કરજ તો છે
હવે એમાં હોસ્પીટલના ચાર દિવસનું બિલ આવશે
હું તો ઉલમાંથી ચૂલમાં પડ્યો ...."
ખેડૂતનું આ સંવેદન ખૂબ તીવ્ર રીતે ઝીલાયું છે . એદુનાર્દો આપણા મીડિયા અને અખબારો ઉપર તીવ્ર કટાક્ષ કરતા લખેછે : " આત્મઘાતી આતંકવાદીના હુમલાઓ વિષે આખું મીડિયા દેશમાં ગોકીરો કરી મૂકેછે, પણ એ લોકો આત્મઘાતી ખેડૂતો વિષે એક અક્ષર નથી બોલતા .ભારતના તમામ કિસાનો કીટ નાશક દવા પીને આપઘાત કરેછે કારણકે ઉધાર ખરીદેલી કીટનાશક દવાના પૈસા ચૂકવી શકે એમ નથી .પહેલા તો ભારત ભોજન કરવા માટે કામ કરતો દેશ હતો આજે તો ભારત કોઈનું ભોજન બનવા માટે કામ કરે છે " એદુનાર્દો રચિત મિરર્સ પુસ્તક વાંચીને ઉદાસ થઇ જવાય એવું છે ડીપ્રેશન પણ આવે . આપણા નેશનલ ક્રાઈમ રિપોર્ટ મુજબ ગયા વર્ષે 1,35,445 લોકોએ આત્મહત્યા કરી હતી .આ કવિતાનો વિષય નથી ? ઉરુગ્વે જેવા દેશનો કવિ ભારતને અરીસો બતાવે છે .આપણી ગુજરાતી કવિતા તો આત્મમુગ્ધ કવિતા છે એવી ટીકા હું કરતો નથી પણ એના સંવેદનોમાં કૈક લોચો છે
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com