એક બહુ નાનકડા ગામમાં એક બુઢ્ઢી ડોશી રહેતી હતી એ ઘરડી ઓરતને બે બાળકો હતા એકની ઉમર સત્તર વર્ષની હતી અને બીજાની ઉમર ચૌદ વર્ષ હતી એક દિવસ વહેલી સવારે તે પોતાના દીકરાઓને નાસ્તો પીરસતી હતી. તેના ચહેરા ઉપર ચિંતાની સ્પષ્ટ રેખાઓ દેખાતી હતી તે જોઇને દીકરાઓએ પૂછ્યું : " કેમ, બા શું થયું છે ? તબિયત તો સારી છે ને ? " માં થોડાક ઉદાસ સ્વર સાથે બોલી : " બેટા, મને કાઈ સમજાતું નથી પણ મારો જીવ બહુ બળે છે. આજે આપણા ગામ સાથે કંઇક ખરાબ થવાનું છે એવું મને સતત લાગ્યા કરે છે " આ સાંભળીને બંને દીકરાઓએ માની વાતને હસી કાઢી : " માં આ તારો વહેમ છે. આપણા ગામનું કઈ બૂરું થવાનું નથી " વહેલી સવારના નાસ્તા ટાઈમનો માં- દીકરાઓ સાથેનો આ સંવાદ હતો. એક કહેવત એવી છે કે ભવિષ્યમાં કાઈ પણ અમંગળ થવાનું હોય તો એનું પૂર્વ અનુમાન ઘરડા લોકોને જલ્દી આવી જતું હોય છે. નાસ્તો પતાવીને છોકરા તો દડે રમવા બહાર ચાલ્યા ગયા.દોસ્તો સાથે રમતા રમતા એક દીકરો બહુ જ આસાનીથી કરી શકાય એવો ગોલ કરી શકતો નથી. તે એક પેસની લાગેલી શરત હારી જાય છે.પછી વિજેતા દોસ્ત પૂછે છે : " આટલો સરળ ગોલ તું કેમ નાં કરી શક્યો ? તું હાથે કરીને હારી ગયો ? " પરાજિત છોકરો જવાબ આપે છે : " આજે સવારે મારી બા એ કહ્યું હતું કે ગામમાં કૈંક અશુભ થવાનું છે એના ટેન્શનમાં હું જીતેલી બાજી હારી ગયો " રમત પૂરી થયા પછી પેલો વિજેતા છોકરો એના રિશ્તેદારો સાથે ઘેર ગયો.અને એની માને કહેવા લાગ્યો કે " શરતમાં હું જીતી ગયો છું. હરીફ છોકરો સાવ મૂરખનો સરદાર છે " આ સાંભળી મા એ પૂછ્યું : " એ મૂર્ખ કેવી રીતે છે ? " શરત વિજેતા દીકરો કહે છે : " એ બહુ જ આસાન ગોલ કરી શક્યો નહિ કારણ કે એની માં એ એને સવારમાં જ કહ્યું હતું કે આજે ગામમાં કૈક અશુભ થવાનું છે. એના ટેન્શનમાં તે સરળ ગોલ કરવાનું ચૂકી ગયો " આ સાંભળી માં બોલી:" તમે બુઝુર્ગના પુર્વાભાસની મશ્કરી કરવાનું બંધ કરો ક્યારેક એમની આગાહી સાચી પણ પડી જાય છે. સમજ્યા ? " આટલું કહીને માં બજારમાં ગ્રોસરી ખરીદવા ચાલી જાય છે અને દુકાનદારને કહે છે : " એક પાઉન્ડ ચાવલ અને દાળ આપ ઊભો રે ઊભો રે ... એક પાઉન્ડ નહિ ત્રણ ત્રણ પાઉન્ડ આપ લોકો કહે છે કે આજે ગામમાં કૈંક અશુભ થવાનું છે " પછી તો વા વાયો ને નળિયું ખસ્યું આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ગામમાં કૈક અશુભ થવાનું છે સહુ ગ્રોસરી ખરીદવા દોડ્યા સ્ટોરમાં જેટલો માલ હતો તે વેચાઈ ગયો બપોરનો સમય છે. ગરમી સખત પડી રહી છે. ગામલોકો ઘરમાં ભરીને અશુભ થવાનું છે એની રાહ જોતા બેસી રહ્યા છે. સહુ કોઈ અંદરોઅંદર વાતો કરે છે કે આટલી બધી ગરમી ક્યારેય પડી નથી એવામાં એક ચકલી કોઈના ફળિયામાં ઉતરે છે અને ચીચીચી કરવા લાગે છે. આખું ગામ એ ચકલીને જોવા ભેગું થાય છે અને એકબીજાને કહે છે : ખરા બપોરે ચકલી ક્યારેય ફળિયામાં ઉતરતી નથી પણ આજે કેમ ઉતરી ? ગામવાસીઓના ચહેરા પર સખત તણાવમાં પરસેવાથી નીતરવા લાગ્યા એવામાં બીજા ઘરમાંથી આવી કે છજ્જા પરથી કબૂતરના ઈંડા નીચે પડીને ફૂટી ગયા.આખું ગામ એ ફૂટેલા ઈંડા જોવા દોડ્યું। હવે સહુને ખાતરી થઇ ગઈ કે આ બધી અમંગળની એંધાણી છે. એક ગામવાસી તો ગામ છોડીને પોતાના રાચરચીલા સાથે નીકળી પડ્યો હવે બધા ગામવાસીઓ ગામ છોડવા તૈયાર થઇ ગયા.સહુ પોતાના રાચરચીલા અને પશુઓ સાથે ગામ છોડી જવા લાગ્યા ગામ ખાલી થતા પહેલા સહુને વિચાર આવ્યો કે આપણા ખાલી ઘરોમાં અશુભ અભિશાપ કાયમ રહેવા નાં લાગે એ માટે સહુ પોતપોતાના ઘરો બાળી નાખે ... દરેક ગામવાસીએ પોતાના ઘરને આગ ચાપી દીધી આખું ગામ ભડકે બળવા લાગ્યું ધુમાડા અને આગની જ્વાળાઓ ઊંચે ચડવા લાગે અફરાતફરી થઇ ગઈ એવું લાગે કે જાણે આખું ગામ યુદ્ધ માટે પ્રસ્થાન કરી રહ્યું છે એટલામાં આજે સવારે જેણે ગામનું અશુભ થવાનું છે એવી આગાહી કરી હતી તે બુદ્ધી ઓરત ભાગતી ભાગતી ચીસો પાડવા લાગી : " હું તો સવારથી જ કીધા કરું છું કે કૈક ખરાબ થવાનું છે. લોકો મને પાગલ માનતા હતા.હું પાગલ નથી " જોતજોતામાં આખું ગામ ખાલી થઇ ગયું "
હમણાં જ મૃત્યુ પામેલા વિખ્યાત સર્જક ગેબ્રિયલ ગાર્સિયા માર્કેજની એક વિખ્યાત વાર્તાનો અનુવાદ કરીને મેં અહીં કાવ્યવિશ્વના ભાવકો સાથે શેર કર્યો છે. આ વાર્તામાં તમે જુઓ કે એક ખોટી અફવા કેવો વિનાશ સર્જી શકે છે અહીં ગુજરાતી ભાષાની કહેવત યાદ આવી જાય છે "વા વાયો ને નળિયું ખસ્યું " અફવા એ સત્ય કરતા વધારે ઉત્તેજક હોય છે. અફવાને કોઈ ધડ માથું હોતું નથી અહીં ગામના જે ઘરો બળી રહ્યા છે તે હકીકતમાં સત્ય સળગતું હોય છે.એક લેખકે બહુ સાચું કહ્યું છે કે News told, rumors heard, truth implied, facts buried.સત્ય હજી બૂટની વાધરી બાંધતું હોય એ પહેલા જ જૂઠ્ઠાણું પ્રકાશની ઝડપે ફેલાઈ જાય છે ગેબ્રિયલ ગાર્સિયા માર્કેજની આ લઘુકથા સહુને વિચારતા કરી મૂકે છે એની વે, આખો સમાજ ગોસિપ અને જુઠ્ઠાણાની હવામાં ઉડતો હોય ત્યાં કવિતાની વાત કરવી એ વંધ્યા વિલાપ બરાબર છે. માર્ગરેટ રૈદાલ નામે અમેરિકામાં જન્મેલી એક કવિયત્રીએ પોતાના એક કાવ્યમાં એવી ડીમાંડ કરી છે કે " મને એક મૂઠ્ઠી ભવિષ્ય આપો " કવિતા એન્જોય કરો
હું એ જાણવા માગું છું કે
સંબંધ સુધારવા માટે પર્યાપ્ત સમય બચ્યો છે ?
વર્તમાનમાં અતીતનું એક સ્પંદન સમાયેલું હોય છે
હું એ જાણવા ચાહું છું કે
કેક્ટસના લાલ ફૂલ માંરા બારણા પાસે ક્યારે ખીલશે ?
હું ભાષાની પાછળ એવી રીતે નહિ ફરું
જેમ એક કૂતરો પૂંછડી ઊંચી પટપટાવતો ચાલતો હોય
મારે બીજું કઈ નથી જોઈતું
એક મૂઠ્ઠી ભવિષ્ય મને આપો
મારા હોઠ ઉપર ચોપડવા માટે "
ભવિષ્યની આગાહી કોઈ કરી શકતું નથી. ઉદાસી એ માનવ જાતની નિયતિ છે. ઈરાકના બગદાદનિવાસી કવિ યુસુફ અલ- સાયિધ એક લખે છે : " રોજ સાંજે હું ઘેર પહોંચું છું ત્યાં ઉદાસી પોતાના બેડરૂમમાંથી બહાર આવે છે ઓવરકોટ પહેરીને મારી પાછળ પાછળ આવે છે. એ જ ઉદાસી રસોડામાં જાય છે ફ્રીઝ ખોલીને માંસનો એક કાળો ટુકડો કાઢે છે અને મારા માટે સાંજનું ડિનર તૈયાર કરે છે
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com