ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈએ પશુઓની સભામાં ઊંટ પાસે કહેવડાવ્યું હતું : " ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ..." ઊંટ અહીં બીજા પશુઓના અંગોની ફરિયાદ કરે છે પરંતુ ઊંટના અઢારે અંગ વાંકા છે એની ઊંટને પોતાને જ ખબર હોતી નથી એ મતલબનો બોધ કવિ દલપતરામે આપ્યો હતો. દલપતરામની આ કવિતા મને એટલા માટે યાદ આવી ગઈ કે હું હમણાં જ્યોર્જ ઓરવેલ રચિત " એનિમલ ફાર્મ " કથા વાંચી રહ્યો છું. આ કથામાં પશુઓ પોતે જ એક મજબૂત સંગઠન ઊભું કરે છે.ખૂબ મજા પડે એવી આ કથા છે. ઓરવેલની 1984 શીર્ષકથી પ્રસિદ્ધ થયેલી કથા અદભૂત છે. સમય મળે તો જરૂર વાંચશો . એનિમલ ફાર્મ કથાના કેટલાક અંશો અહીં આપ સહુ મિત્રો સાથે અનુવાદ કરીને શેર કરું છું. તમે એમ સમજજો કે " એનિમલ ફાર્મ"નું આ ટ્રેલર છે આ ટ્રેલરમાં એકેએક શબ્દ જ્યોર્જ ઓરવેલનો છે. નવલકથાના કેટલાક દ્રશ્યો જ અહીં મૂક્યા છે. આ દૃશ્યમાં પશુઓની એક સભા ભરાઈ છે. પાલતું પશુઓ સિવાય બધા જ પશુઓએ હાજરી આપી છે. પશુસેનાનો મેજર સંબોધન કરે છે તે ધ્યાનપૂર્વક સાંભળો
" સાથીઓ, તમે જ બતાવો કે આપણી આ જિંદગીનું સ્વરૂપ કેવું છે ? જિંદગીનો ઢાંચો કેવો છે ? આત્મનિરીક્ષણ કરીને તમે પોતે જ વિચારો કે આપણી જિંદગી સાવ દયનીય છે.સખત મજૂરી સિવાય બીજું કઈ નથી. આપણે સાવ અલ્પજીવી છીએ. ખાવાના થોડાક ટુકડાઓ ફેકાય છે અને લોહીના છેલ્લા ટીપા સુધી કાળી મજૂરી કરીએ છીએ. પછી સાવ અશક્ત અને નાકમાં થઇ જઈએ છીએ ત્યારે આપણી કતલ કરી નાખવામાં આવે છ. એ લોકો માટે આપણે સિર્ફ વાનગીઓ જ છીએ. ઈંગ્લેન્ડમાં કોઈ એવું પશુ નથી જે ખુશી અને ફુરસતનો અર્થ સમજે છે. ઈંગ્લેન્ડમાં કોઈ પશુ આઝાદ નથી. પશુની જિંદગી દુર્ગતિ અને ગુલામીની જિંદગી છે. આ એક કડવું સત્ય છે શું આપણી ધરતી એટલી બધી ગરીબ છે કે પશુઓને શાનદાર જિંદગી જીવવા નથી મળતી ? નહિ દોસ્તો નહિ, હજારવાર નહિ. ઇંગ્લેન્ડની માટી ઉપજાઉ છે. હવાપાણી પણ બહુ સારા છે.બધા જ પશુઓનું આસાનીથી ભરણપોષણ કરી શકે એવી આ ધરતી છે ઘોડાઓ, સુવ્વરો, ઘેંટાઓ, ગાય, ભેંસો અને બકરીઓ પોતપોતાના વાડામાં બેસીને ખુશહાલ જિંદગી જીવી શકે છે.પરંતુ આપણી મહેનત આ મનુષ્યો ચોરી જાય છે. મનુષ્ય જેવો બીજો કોઈ ચોર નથી. આપણી બધી જ સમસ્યાઓના મૂળમાં મનુષ્ય જ છે.. આપનો અસલી દુશ્મન મનુષ્ય છે. આજથી આપણે " મનુષ્ય હટાવ " ઝુંબેશ શરુ કરીએ છીએ.આ મનુષ્ય એક એવો જીવ છે કે જે કઈ પેદા કરતો જ નથી, માત્ર ઉપભોગ જ કરે છે. મનુષ્ય દૂધ નથી દેતો। મનુષ્ય ઈંડા નથી મૂકતો એ એટલો બધો કમજોર છે કે હળ ચલાવી શકતો નથી. ઝડપથી દોડી શકતો નથી છતાં એ બધાનો માલિક બની બેઠો છે. હે મરઘીઓ, તમે કેટલા બધા ઈંડા મૂકો છો પણ તમને શું મળ્યું છે? કૂકડે કૂક ....હે ગાયમાતાઓ, અત્યાર સુધીમાં તમે કેટલા વાછડા -વાછડી જણ્યા છે ? એ બધા ક્યાં ગયા ? તમને એ ખબર છે કે મનુષ્યોને તમારા માંસમાં જ રસ છે. તમને સારું સારું ખવડાવીને હટ્ટાકટ્ટા કરે એનાથી ખુશ નહિ થતા.એ તો તમારી કતલ કરી નાખશે હવે તો આ સત્ય દિવસની રોશની જેટલું સાફ થઇ ગયું છે કે મનુષ્ય ભયંકર અત્યાચારી છે. નરાધમ છે. બસ મનુષ્યથી છૂટકારો જોઈએ છે "
" સાથીઓ, આ મનુષ્ય જાતિને ઉખાડીને ફેંકી દો સંકલ્પમાંથી ડગો નહિ. મનુષ્ય અને પશુનું એક જ હિત છે. એકની સંપન્નતા એ બીજાની સંપન્નતા છે એવા ભ્રામક પ્રચારમાં ભરમાશો નહિ જીવદયા એ સરાસર જુઠ છે.બધા પશુઓમાં એકતા રાખો બધા મનુષ્યો દુશ્મન છે. બધા પશુઓ ભાઈ ભાઈ છે. કોમરેડ છે." મેજરની જુસ્સાદાર સ્પીચ સાંભળ્યા પછી ઉંદરડાઓ અને બિલાડીઓ એક સાથે બહાર નીકળી આવ્યા અને કૂદાકૂદ કરવા લાગ્યા પશુઓએ હર્ષનાદો કર્યા ત્યાં અચાનક કુત્તાઓની નજર ઉંદરડા ઉપર પડી. ઉંદરડાઓ તરત છલાંગ લગાવીને બિલ્લીઓ તરફ જાન બચાવીને ભાગ્યા મેજર વચ્ચે પડ્યા અને શાંતિ રાખવાનો અનુરોધ કર્યો એવામાં સભામાંથી માગણી ઊઠી કે " કોમરેડ, એકવાત સાફ સાફ નક્કી કરી લેવી જોઈએ કે જંગલી પશુ ઉંદરડા અને સસલા એ અમારા મિત્ર છે કે શત્રુ ? ઉંદરડા કોમરેડ છે ? " આ મુદ્દા ઉપર તરત મતદાન કરવામાં આવ્યું અને જબરજસ્ત બહુમતિથી નક્કી થઇ ગયું કે ઉંદરડા કોમરેડ છે. આ મતદાનમાં ફક્ત ચાર જ પ્રાણીઓ અસહમત હતા. ત્રણ કુત્તાઓ અને એક બિલાડી બિલાડી વિષે પાછળથી જાણવા મળ્યું કે એણે બંને તરફ મતદાન કર્યું હતું આખરે બધું થાળે પડી ગયું મેજરે પોતાની વાત આગળ ચલાવી
" હવે મારે વધારે કહેવાનું નથી. હું ફક્ત મારી વાત દોહરાઉ છું કે જે બે પગ ઉપર ચાલે છે તે મનુષ્ય આપણો દુશ્મન છે. જે ચાર પગે ચાલે છે તે મિત્ર છે. એક્વાતનું ખાસ ધ્યાન રાખજો કે મનુષ્ય ખિલાફની આ લડાઈમાં કોઈ પશુ મનુષ્ય જેવું નહિ લાગવું જોઈએ કોઈ પણ પશુએ મનુષ્યના ઘરમાં રહેવું નહિ. બિસ્તર ઉપર સુવું નહિ. નશો કરવો નહિ. તંબાકુ માવાથી આઘા રહેવું રૂપિયા-પૈસાને બિલકુલ હાથ લગાડવો નહિ.ધંધો કરવો નહિ. મનુષ્યની બધી જ આદતો પાપ છે અને છેલ્લે સહુથી મહત્વની વાત કોઇપણ પશુ પોતાની બંધુ-બિરાદરી ઉપર અત્યાચાર કરે નહિ કોઈપણ પશુ બીજા પશુને મારે નહિ સહુ પશુઓ એક બરાબર છે આ મુક્તિગીત સહુ એક સાથે ગાઓ
ઈંગ્લેન્ડના પશુ, આયર્લેન્ડના પશુ,દેશ-દેશ અને જળવાયુંના પશુ ,ખુશી ભરેલી મારી વાતો સાંભળો ,સ્વર્ણિમ ભવિષ્યની વાતો સાંભળો ,દુષ્ટ મનુષ્યો હટાવ ,ક્રૂર મનુષ્ય હટાવ " આખરે જયનાદ કરતી પશુઓની રેલી વિખેરાઈ ગઈ મેજરે સહુ પાસે પ્રતિજ્ઞા લેવડાવી પશુસભાએ વિજયઘોષ કરીને સાત કમાન્ડમેન્ટને અનુમતિ આપી દીધી
( દિવ્યભાસ્કરના સૌજન્યથી )
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com