Made in India
કોઈવાર એવું પણ બનેછે કે આપણે જૂનું ઘર બદલીને નવા ઘરમાં રહેવા જતા હોઈએ
ત્યારે ઘરની ઘરવખરીમાંથી વર્ષો પહેલા લખાયેલા જૂના પત્રો મળી આવે છે .
પોસ્ટકાર્ડ ,ઇનલેન્ડ અને કવરોની થપ્પી હાથમાં આવેછે .પત્રો પીળા પડી ગયા
હોય છે .સરનામાં ભૂસાઈ જવાની તૈયારી કરતા લાગેછે એ પત્રો લખનારા તો સમયની
ગર્તામાં ચીર નિદ્રામાં પોઢી ગયા છે પણ એ પત્રો વાંચતા મને એવું ફિલ
થાયછે કે આ પત્રો હજીયે શ્વાસ લઇ રહ્યા છે .વર્ષો જૂના પત્રો સહુ
રસપૂર્વક વાંચે છે કારણકે એ પત્રોના જવાબ લખવાના નથી .2011માં જે કવિને
કવિતા માટેનું નોબેલ ઇનામ અપાયું તે કવિ ટોમસ ટ્રાન્સ ત્રોમર પોતાની એક
સ્મરણિકામાં લખે છે : " મારા ટેબલના નીચલા ખાનામાંથી મને એક પત્ર મળ્યો
.આ પત્ર છવ્વીસ વર્ષ પહેલા લખાયો હતો .મને લાગ્યું કે આ પત્ર બહુ જ
ગભરાહટમાં ઉતાવળથી લખાયો છે ,મને યાદ પણ નથી કે મેં આ પત્રનો જવાબ આપ્યો
હતો કે નહિ .કેટલા બધા અનુત્તરિત પત્રોનો ઢગલો પડ્યો છે અહીં જાણે બરફના
કણોથી બનેલું પાતળું વાદળું નાં હોય ...એક દિવસ હું જરૂર આ પત્રોનો જવાબ
લખીશ ..હું એ પણ જાણું છું કે એક દિવસ હું પણ મરી જઈશ " લોર્ડ બાયરને એક
જગ્યાએ લખ્યું છે કે One of the pleasures of reading old letters is the
knowledge that they need no answer." આજકાલ પત્રલેખન નામશેષ થઇ ગયું છે .પ્રેમપત્રો લખાતા નથી .ઈમેલ ,ટેલિફોન
અને એસ એમએસ નો યુગ ચાલી રહ્યોછે .જૂના પત્રો હકીકતમાં મૃત વ્યક્તિનું
મેમોરિયલ છે વોલ્ટ વ્હીટમેંન જેવા કવિ આપણા કાનમાં કહી રહ્યા છે કે "
કલાઓની કલા , અભિવ્યક્તિની ભવ્યતા અને સૂર્યપ્રકાશ જો ક્યાય હોય તો તે
પત્રોની સરળતામાં છે" . simplicity. સરળતા એ બહુ અઘરી કળા છે બીજું
પ્રેમપત્રોમાંથી વ્યાકરણની ભૂલો શોધવી એ મૂર્ખતાની નિશાની છે
પ્રેમપત્રોને પ્રૂફ રિડરની જરૂર નથી આલ્બર્ટ હુબાર્ડ તો એટલી હદ સૂધી
કહેછે ગ્રામર એ પત્રોનું કબ્રસ્તાન છે .અર્થાંત પત્રોની કબર છે .Grammar
is the grave of letters..એક ચીની કહેવત છે તમે જયારે ગુસ્સામાં હો
ત્યારે કોઈને પત્ર લખતા નહિ .એમિલી ડિકન્સન જેવી કવયત્રિ લખે છે કે દરેક
પત્ર એ પૃથ્વીનો આનંદ છે જે ઈશ્વરનો ઇન્કાર કરે છે .જૂના પત્રો વિષે હું
લખવા બેઠો છું ત્યારે કેટલી બધી વાતોનો દિમાગમાં વંટોળ ઊઠે છે .
Comment
સરળતા એ બહુ અઘરી કળા છે.... wow sir... nice one... vanchi ne bau maja aavi...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com