Made in India
અનિલ જોશી
વસંતઋતુ આંગણે આવીને બેસી ગઈ છે .હવાનો મિજાજ બદલાયો છે .રવીન્દ્રનાથ
ટાગોરની નાયિકા એક કવિતામાં કહે છે કે ઘરકામમાં મારાથી કોઈ ભૂલ થઇ જાય
છે ત્યારે મને ખબર પડે છે કે વસંતઋતુ ચાલતી હોવી જોઈએ .ટાગોરની "બાવીસ
વર્ષ" નામની આ કવિતામાં એક ઘરરખ્ખુ સ્ત્રીના નાજુક સંવેદનો ગૂંથ્યા છે
.વસંત એટલે ભૂલ કરવાની મોસમ .ભૂલો કરવાનો પણ એક આનંદ છે .માનવીનું ગજું
ભૂલો કરવાનું છે .પાપ કરવાનું ગજું નથી .અહીં મને ફરીવાર મિર્ઝા ગાલિબનો
મિજાજ યાદ આવી જાય છે એક અસફળ પ્રેમી તરીકે આ શાયરે ખુબ તરફડિયા માર્યા
છે .શાયર ઉપર મુસીબતોના પહાડ તૂટી પડ્યા છે ગાલિબ મુસીબતોને પહાડ નથી
કહેતા પણ મુસીબતોની ગાંઠ કહેછે .ગાલિબનો આ શેર બહુ લોકપ્રિય નથી પણ એમાં
ખુબ ઊંડાણ અને નવો વિચાર છે .શાયરનો મિજાજ એવો છે કે તે મુસીબતોને પણ
ખુશી માનેછે .ઉત્સવ માને છે ..શેર સાંભળો :
બ ફેઝે બે દિલી, નોમીદી એ જાવેદ આસાં હે
કુશાઇશ કો હમારા ઉક઼દા એ મુશકિલ પસંદ આયા
ગાલિબ પોતાના નિષ્ફળ પ્રેમને કારણે ખૂબ નિરાશ છે .હતાશા એ શાયરનો
સ્થાયીભાવ છે .કવિ આ શેરમાં કહેછે કે " મારી મુસીબતોની ગાંઠ ખોલવાની જે
ક્રિયા હતી એ ક્રિયા જ ગાંઠના પ્રેમમાં પડી ગઈ .એને થયું કે આવી સુંદર
ગાંઠને એમને એમ રહેવા દો .ગાંઠ ખોલવી નથી .એટલે હવે મારી હાલતમાં કોઈ
ફેરફાર નહિ થાય .દુવાઓ અને દવાઓ પાછળ દોડવાનો કોઈ અર્થ નથી .દુવાઓ અને
દવાઓ પાછળની દોડાદોડ માંથી મને મુક્તિ મળી ગઈ છે .એટલે મારું જીવન ખુબ
સરળ થઇ ગયું છે .હે નિરાશા , તારો ખૂબ ખૂબ આભાર ." ( " બે દિલી " એટલે
નિરાશા , " નોમીદી " એટલે નાઉમીદ ,નિરાશા " જાવેદ" એટલે કાયમનું ."
મુશ્કિલ કુશા " એટલે મુશ્કેલીઓની ગાંઠ ખોલનાર .મુસલમાનો , ખાસ કરીને
શિયાપંથીઓ મુશ્કેલીઓના સમયે જીવનની ગૂંચવણો ખોલવાની હઝરત અલીને પ્રાર્થના
કરેછે .." ઉકદા " એટલે મુસીબતો,ગાંઠ , ગૂંચવણો . અને " કુશાઇશ " એટલે
ખોલવાની ક્રિયા .ગાલિબના આખા શેરનો આ શબ્દાર્થ સમજવા જેવો છે
તમે અહીં શાયરનો મિજાજ ફિલ કરી શકોછો .ગાલિબનો આ શેર કોઈની પાસેથી
તાળીઓની પઠાણી ઉઘરાણી કરતો નથી ચૂપચાપ સ્વપ્રતિષ્ઠિત છે .શાયર ખુદાને
ખુમારીથી કહેછે કે તે પેગમ્બરો ,ઇમામો અને ધર્મગુરુઓને પુણ્યના નમૂનાઓ
બનાવ્યા છે અને શેતાનને પાપનો નમૂનો બનાવ્યો છે .આ "નમૂનાઓ" માં કોઈ
ફેરફાર થવાનો નથી .તો પછી મારી આ " મુસીબતોની"ગાંઠ પણ એક "નમૂનો " જ છે "
આ શાયરે " ઉપદેશકો" અને "પંડિતોની"ભારે ઠેકડી ઉડાડી છે .એકવાર એના
મિત્રોએ ગાલિબને કહ્યું કે " શ્રીમાન ઉપદેશક આવવાના છે " ગાલિબ કહે : '
ભલે પધારે ,હું એમનું ખૂબ રાજીખુશીથી સ્વાગત કરીશ .મારી આંખો અને હ્રદય
એના રસ્તામાં પાથરી દઈશ પણ મારા પ્રેમની લગન એટલી બધી તેજ છે કે એમના
ઉપદેશો સળગી જશે .પ્રેમના મામલામાં હું લાચાર છે .આશિકને કોઈ સલાહ કે
ઉપદેશની જરૂર નથી " કોઈ મને એટલું તો સમજાવો કે ઉપદેશક મને શું સમજાવશે?
કોઇ મુઝ કો યેહ તો સમઝાદો, કે સમઝાવેંગે ક્યા?
વસંતઋતુ એ પ્રેમનો ઉત્સવ છે .સાચા આશિક માટે તો રોજેરોજ વેલેન્ટાઈન ડે
હોય છે .આપણે સહુએ એ જોયું છે કે વીસમી સદીમાં નિરાશાની વિરુદ્ધમાં ખૂબ
સંઘર્ષ થયો છે પણ આ સંદર્ભમાં કવિતાએ સંસારની સુંદરતાના કેટલાક તત્વો
ગુમાવી દીધા છે . આપણી કવિતાઓ કેટલીકવાર દાર્શનિક નિબંધોના ટુકડા જેવી
લાગેછે .ગાલિબ જેવા વિશ્વના બીજા માસ્ટરમાઈન્ડની સંગતિમાં બેસીએ છીએ
ત્યારે અનેક નવી ક્ષિતિજો આંખ સામે ઉઘડી જાયછે .ઉત્તમ કવિતાને મેં હમેશા
ઇશ્કની ( પ્રેમ) કાયમી બિમારીથી પીડાતી જોઈ છે .દરેક સાચા કવિને વેદનાનું
વરદાન મળેલું હોયછે .ગાલિબનો મિજાજ પણ એવો છે કે બધું બાળી બેઠા પછી શું
બળાપો ? શિયાળાનું એકલાપણું અને ઉનાળાની ક્ષણભંગુરતા વસંતઋતુના પુલથી
જોડાયેલી છે .જેમ કુદરત ક્યારેય વૃદ્ધ થતી નથી એમ સાચી કવિતાને ઘડપણ
હોતું નથી .હ્રદયને સફેદ વાળ ઊગતા નથી . જે લોકો પ્રેમ કરેછે એ લોકો એના
એજ જૂના શબ્દો અને એની એજ ભાષા કેમ બોલેછે ? આનો અર્થ એ કે કોઈ પ્રેમ
કરતુ નથી .પાકિસ્તાનના એક હયાત કવિ અફઝલ અહેમદ લખેછે કે " આપણે એ ચુંબનને
ભૂલી જવું જોઈએ કે જે માછલીના કાંટાની જેમ ગળામાં ફસાઈ ગયું છે . એ
છોકરીને ભૂલી જવી જોઈએ કે જે સમયને દવાઓની શીશીમાં બંધ કરી દે છે ."
ઈશ્કને ગાલિબ નિક્કમાં કર દિયા , વર્ના હમ ભી આદમી થે કામકે ." ચાર્લ્સ
સિમિક નામનો કવિ પોતાની પ્રિયતમા વિષે લખેછે :
એનું ક્યારેય કોઈ નામ જ નહોતું .
મને એ પણ યાદ નથી આવતું કે એ મને ક્યારે મળી હતી
જાણે કે કોઈ ખોવાયેલા બટનની જેમ મને મળી હતી
એક સાદી અને મામૂલી મૌજુદ્દગી એની હતી
જેમ સ્વપ્નમાં કોઈ પડછાયો હોય
એ બટન ટાંકતી ત્યારે એવું લાગતું કે જાણે
સોયની ટોંચ પર ચડેલો ફરિસ્તો
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com