Anil Joshi's thoughts on new Gujarati writers and poets...

શબ્દોની વાત કરીએ તો શબ્દ એ સાતમાં માળેથી રોડ ઉપર ફેકેલા ઈંડા જેવો છે .તે પાછો નથી આવી શકતો .પત્રકારત્વમાં શબ્દ એ નોકરિયાત છે પણ કવિનો શબ્દ શબ્દકોશના શબ્દથી બિલકુલ અલગ છે . તમે કોઈને કવિતા લખતા શિખવી શકતા નથી .કવિતા ત્યારે જ લખી શકાય , જો શબ્દ સાથે તમે આજીવન પ્રેમમાં પડી ગયા હો .શબ્દો એ વૃક્ષના ફરકતા પાંદડાઓ જેવા છે , પણ એ વૃક્ષમાં સર્જકતાના ફળ બેસવા જોઈએ . આપણે ઘણીવાર કવિની અતિ સ્તુતિ કરવામાં વિવેક ચુકી જઈએ છીએ .એક સરસ કવિ વિષે એમ કહેવાયું કે " એને ત્યાં ગુજરાતી શબ્દકોશ નોકરી કરેછે " આમાં નથી શબ્દનું ગૌરવ કે નથી કવિનું ગૌરવ ...આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી મારે ગુજરાતી કવિતામાં જે નવા અવાજો સંભળાય છે એ કવિઓ વિષે થોડીક વાત કરવી છે .સાવરકુંડલાના ભરત વિંઝુડા ,રાજકોટના સંજુ વાળા , અમિત વ્યાસ ,અરવિંદ ભટ્ટ , લલિત ત્રિવેદી ,ખુબ સરસ અવાજો છે .તેઓ શબ્દ સાથે ભદ્ર વ્યવહાર કરે છે . અનિલ ચાવડા , ચંદ્રેશ ,પણ તરત યાદ આવી જાય છે .એમની પાસેથી ખુબ અપેક્ષા રાખી શકો . ભાવેશ ભટ્ટ , હરદ્વાર ગોસ્વામી ,ખુબ સરસ લખે છે . સરૂપ ધ્રુવ ખુબ જ સરસ લખેછે પણ તેઓ ભૂગર્ભમાં ચાલી ગયા છે . નવા અવાજોમાં એષા ધ્યાનપાત્ર છે .ગૌરાંગ ઠક્કર ,મકરંદ મુસળે ,વિવેક કાણે ,કિરણસિંહ ,મને ખુબ ગમતા કવિઓ છે .અમારા મુંબઈમાં સંદીપ ભાટિયા ની રચનાઓમાં ખુબ તાજગી અને નવીનતા દેખાય છે .મુકેશ જોશી અને હિતેન તો છેજ . એક નવું જ નામ હમણાં ફેસબુક પર જોવા મળ્યું તે શિવજી રૂખડા .આ કવિ વિષે હું બહુ જાણતો નથી પણ એની ગઝલ રચના હમણાજ વાંચી ગાયત્રી ભટ્ટ પણ સરસ લખેછે .અમેરિકામાં અભ્યાસ કરતા યુવાન કવિ ચિંતન શેલત ખૂબ આશા જન્માવે છે .મકરંદ મુસળે ,વિવેક કાણે મને ગમતા કવિઓ છે નરેશ ડોડીયા ઉર્જાથી છલકતા ઇન્સાન છે .અમેરિકામાં વસતી ધૃતિ અમીનની રચનાઓ ખુબ ધ્યાન ખેંચેછે .એમની ચરોતરી ભાષા અને સેન્સ ઓફ હ્યુમર આસ્વાદ્ય છે .નંદિતા ઠાકોર પણ આશા જન્માવે છે


.જિગર જોશી પણ ક્યારેક ક્યારેક ચમકારો મૂકી જાય છે .મને અનેક નવા મિત્રોના સર્જનમાં અપાર રસ છે .સોનલ પરીખ , આશા પુરોહિત પણ યાદ આવે .અહી હું નવા અવાજોની ડિરેક્ટરી દેવા નથી બેઠો જેટલા નામ હૈયે હતા તે હોઠે આવ્યા છે .અત્યારે ગઝલ બહુ લખાય છે એમાં નેવું ટકા ગઝલોમાં કાવ્ય સિદ્ધ થતું નથી .રજુઆતમાં ખુબ જ હિંસક ઝનૂન દેખાય પણ ગઝલમાં દમ ના હોય .ગઝલ એ વિચારનો અનુવાદ નથી છંદ અને બંધારણ બરાબર આવડી ગયું એનાથી કઈ મિર્ઝા ગાલિબ બની શકાતું નથી . સૌમ્ય જોશી આપની ભાષાનું એક જબરજસ્ત નામ છે .આ સર્જક કોઈ એક સાહિત્ય સ્વરૂપના બંદીવાન નથી થયા . હું કોઈ વિવેચક નથી . સમીક્ષક નથી . માત્ર ભાવક છું . મને ગુજરાતી કવિતાની આવતીકાલમાં શ્રધ્ધા છે .
સ્યાહી ડોટ મંચ પર જે કવિમિત્રો પોતાની રચનાઓ મોકલે છે એ વિષે હું મારો પ્રતિભાવ આપતો રહીશ .સહુ યુવાન કવિમિત્રોને મારે એટલીજ ટીપ્સ આપવાની છે કે મિટર અને લયને બરાબર નભાવે ,કોઈ સારા વિચારનો ગઝલના શેરમાં અનુવાદ કરી દેવાથી ગઝલ બનતી નથી .અભિવ્યક્તિમાં ફ્રેશનેસ જરૂરી છે .જગતના જે ઉત્તમ કાવ્યો છે એનું વાંચન પરિશીલન થવું સહુ માટે ખૂબ ઉપકારક નીવડશે એઝરા પાઉન્ડની આ સલાહ આપ સહુ સાથે શેર કરું છું "The secret of popular writing is never to put more on a given page than the common reader can lap off it with no strain whatsoever on his habitually slack attention." ઓલ ધ બેસ્ટ .ટેકકેર ...

Views: 322

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by radhika patel on March 1, 2013 at 1:12pm
તમારી સાથે સીધો જ વાર્તાલાપ કરવાની અનેરી તક.....આભાર.
Comment by GAURANG JOSHI "NADAN" on March 1, 2013 at 10:38am

આભાર .......આ વાંચીને શેર એક લોહી ચડી ગયું ...હવે ધ્યાન રાખીને પ્રયત્ન કરવો પડશે ...
નવા ઉગતા કવિઓને બિરદાવવા માટે આભાર ............

Comment by Vandana Bhatt on February 28, 2013 at 7:24pm

ખરેખર માન્યામાં નહિ આવતું કે આટલા મોટા ગજાના કવિ નવકવિઓ માટે આટલી ખેવના કરે ,અદ્ ભૂત વાત

 

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service