Made in India
ભારતના જાણીતા પત્રકાર- સર્જક મિત્ર વિશ્વનાથ સચદેવ સાથે રોજ મળવાનું થાય છે .વિશ્વનાથ " धर्मयुग" ના તંત્રીપદે રહી ચૂક્યા છે ." Times of india " માં વર્ષો સુધી " नवभारत टाईम्स " ના તંત્રીપદેથી નિવૃત થઈને અત્યારે તેઓ મારી સાથે ભારતીય વિદ્યા ભવનમાં હિન્દી " नवनीत " ના તંત્રીપદે બિરાજમાન છે .તમે વિશ્વનાથને NDTV અને બીજી અનેક રાષ્ટ્રીય ચેનલ ઉપર ચર્ચા કરતા જોયા હશે .પોતે સારા કવિ પણ છે . આજે સવારે વિશ્વનાથ સાથે મોર્નિંગ વોક લેતા મન થોડું ઉદાસ થઇ ગયું ,ઉદાસ એટલા માટે થયું વિશ્વનાથે મને એક ચોકાવનારી સત્યઘટના તરફ મારું ધ્યાન ખેંચ્યું . આ સત્ય ઘટના આપ સહું મિત્રો સાથે શેર કરવાની લાલચને રોકી શકતો નથી .આપણું મીડિયા આવી ઘટનાને બિલકુલ સ્થાન આપતું જ નથી એ વિષે નો કોમેન્ટ ....વિશ્વનાથ કહે : " મુંબઈનું ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષણ સંસ્થાન છે .જેમાં એડમિશન મળવું બહુ મુશ્કેલ છે .33 વર્ષનો મુંબઈનો એક યુવાન સુનિલ યાદવ આ વિખ્યાત સંસ્થામાં પ્રવેશ મેળવવામાં સફળ થયો .સુનિલ પાસે સમાજશાસ્ત્રની માસ્ટર ડિગ્રી હતી .પણ સુનિલ જ્યાં નોકરી કરતો હતો એ મુંબઈની મહાપાલિકાએ એને વધુ અભ્યાસ કરવા માટે રજા આપવાની સાફ ના પાડી દીધી .તમને જાણીને આશ્ચર્ય થશે કે આ તરવરિયો તેજસ્વી યુવાન મુંબઈ મહાપાલિકામાં એક સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો સુનિલ સતત અગિયાર મહિના સુધી રજા માટે વિનંતી કરતો રહ્યો .આ યુવાન આખો દિવસ ગામની સફાઈ કરતો હતો .કચરો ઉપાડતો હતો અને રાત્રે પોતાની ઝુપડીમાં અભ્યાસ કરતો હતો .રજા માટેના એના પ્રયાસો ચાલુ હતા એ દરમિયાન સુનિલને જોહાનિસબર્ગની વિખ્યાત યુનિવર્સીટી તરફથી " સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ પ્રવેશ મળી ગયો .હવે એને રજા મળે તો જ ત્યાં જઇ શકે .છેવટે સુનિલ એક મિત્રે માહિતી મેળવવાના અધિકારની રૂએ કારણ પૂછ્યું કે સુનિલને ભણવા માટે રજા કેમ નથી મળતી? આ પ્રશ્ન જવાબમાં મહાપાલિકા તરફથી ખુલાસો કરવામાં આવ્યો તે ઉદાસ કરી મુકે તેવો છે . " સુનિલને ઉંચ્ચ અભ્યાસ કરવા માટેનો અવસર એટલા માટે આપી શકાતો નથી કે સુનિલ " સફાઈ કામદાર" છે હા , આ જ કારણથી સુનિલને ઉચ્ચ અભ્યાસ માટે રજા નાં મળી સુનિલ શેડ્યુલ જાતિનો છે અને સફાઈ કામદાર છે આ બન્ને તથ્યો જ સુનિલની પ્રગતિને આડે આવતા હતા આખરે આ વાત છેક વડાપ્રધાન સૂધી પહોંચી ,હવે વડાપ્રધાનના હસ્તક્ષેપથી સુનિલને ઉચ્ચ અભ્યાસ માટે રજા મળી છે ,પણ આ રજા માટે સુનિલને એક વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો .રાષ્ટ્રીય પંચે સફાઈ કામદારો માટે સ્પસ્ટ નિર્દેશ આપ્યો છે કે " કોઈને પણ ઉચ્ચ અભ્યાસ માટેનો અધિકાર નાં આપવો એ ગેરબંધારણીય છે છતાં મોટા સાહેબો કેટલા બધા એકલવ્યોની જિંદગી સાથે મેલી રમત રમેછે .મહાપાલિકાના ખુલાસાના આ શબ્દો તમે વાંચો " સફાઈ કામદારને આ રજા લેવાનો અધિકાર નથી ...જો કોઈ નિગમના કોઈ કર્મચારીના કાર્યથી સંબંધિત કોઈ શૈક્ષણિક પરીક્ષા હોય અથવા જનહિતનો કોઈ વિષય હોય ત્યારે જ એ કર્મચારીને શૈક્ષણિક પ્રવાસ અને પ્રવેશ માટે જ અનુમતિ મળી શકે .આ નિયમને લક્ષ્યમાં રાખીને એક સફાઈ કામદાર શૈક્ષણિક રજાને પાત્ર બનતો નથી . મહાપાલિકાના અધિકારીઓ એમ માને છે કે સુનિલ ઉચ્ચ અભ્યાસથી જે જ્ઞાન પ્રાપ્ત કરશે એનો એના સફાઈ કામ સાથે કોઈ સંબંધ નથી " આ શબ્દોમાં મહાપાલિકાના બાબુસાહેબોએ લેખિત ખુલાસો આપ્યો છે .વહીવટીતંત્રના આવા વલણથી એ સાબિત થાય છે કે સફાઈ કર્મચારી મરે ત્યાં સુધી સફાઈ કામદાર જ રહે .એને સ્વપ્ના જોવાની અનુમતિ નથી .
તમે જુઓ કે આ આખા પ્રકરણમાં આપણી માનસિકતા કેવી છે ?સીડીના છેલ્લા પગથિયે ઊભેલા આમઆદમીને સીડી ઉપર ચડવાની પણ અનુમતિ નહિ? આ બિમાર માનસિકતા છે ..સ્વતંત્રતા મળ્યાને છ દસકા થઇ ગયા છતાં ફિર વોહી દિલ લાયા હૂં જેવી માનસિકતા હજી જીવેછે .આપણે અખબારોમાં અને ન્યુઝ ચેનલો પર વારંવાર જોઈએ છીએ કે પ્રેમ અને લગ્નના મામલામાં પણ આવી જ જાતિવાદની માનસિકતા દેખાય છે .નીચલી જાતિના યુવાન કે યુવતીને પ્રેમ કરવાનો પણ અધિકાર નથી? દલિતોની બારાતમાં વરરાજાને ઘોડા પર બેસવાની મનાઈ છે।દલિત યુવાન ને સવર્ણજાતિની દીકરી સાથે પરણવાની મનાઈ છે સફાઈ કર્મચારી સુનિલનો આ કિસ્સો તો સપાટી ઉપર દેખાતા બરફની ટોંચ જેવો જ છે અહી મારે એ વાત કરવી છે કે આ દેશમાં યુવાનોને નિરુત્સાહ કરી દેવામાં આવે છે " વિશ્વનાથ સચદેવ જેવા રાષ્ટ્રીય કક્ષાના પત્રકાર આવા સત્યોને ઉજાગર કરી શકેછે ,બાકી મીડિયામાં તો આવા ન્યૂઝનું એક જ ફકરામાં બાળમરણ થઇ જાય છે .
Comment
જાગને માણસ ,માણસ થઈને .
Thank you,sir.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com