Kalpana desai's Blog (15)

સુવર્ણભૂમિ એરપોર્ટ–બૅંગકૉક પ્રવાસ(૬)

ભારતના લગભગ દરેક નાના કે મોટા શહેરમાં આપણને ગાંધીજીના રસ્તે ચાલવાના મોકા મળે છે. એ રસ્તા શહેરના મુખ્ય માર્ગ ગણાતા હોવાથી, એ રસ્તે ઘણાને અનિચ્છાએ પણ જવું પડતું હશે. ગાંધીજીનું આટલું મોટું નામ અને આટલું માન હોવા છતાં અને ભગવાન પછીના સ્થાને બિરાજેલા હોવા છતાં, નવાઈ એ વાતની છે કે, એમના નામે ગલીએ ગલીએ હૉટેલ નથી ! શંકર વિલાસ કે જલારામ નામધારી કોઈ હૉટેલ જેવી છે તમારા ધ્યાનમાં ? એ તો જવા દો, આટલા મોટા શહેરોના હવાઈમથકો પણ ગાંધી નામથી દૂર જ રહ્યાં ! મુંબઈમાં છત્રપતિ શિવાજીનું રાજ ! દિલ્હીમાં રાજીવ…

Continue

Added by kalpana desai on November 18, 2016 at 5:48pm — No Comments

સ્ત્રીઓની ફેંકમફેંક––બૅંગકૉક પ્રવાસ(૫)

સહપ્રવાસી તરીકે જો સ્ત્રી હોય ને તે પાછી જો વાતગરી હોય, તો એની વાતોથી જેનું માથું દુ:ખે તેનું ભલે દુ:ખે પણ મને તો જલસા થઈ જાય. દુનિયાભરની વાતોનો ખજાનો ખૂલે તે તો ખરું જ, પણ અજબગજબના હાવભાવો ને અવાજના અવનવા આરોહ–અવરોહોનું મિશ્રણ કોના નસીબમાં ? અમારા પ્રવાસમાં તો ફક્ત સ્ત્રીઓ જ હતી અને પ્લેનમાં કોઈએ વાત ન કરવી એવો કોઈ નિયમ પણ નહોતો. બસ, પછી શું જોઈએ ? ભલે ને પ્લેનમાં ટ્રેનના ડબ્બા જેવો ઈકોનોમી ક્લાસ હોય, પણ બેસવાનું તો બધાએ સીટ નંબર મુજબ જ. સિવાય કે, કોઈ સીટની અદલાબદલી સ્વીકારવા તૈયાર થાય તો…

Continue

Added by kalpana desai on November 10, 2016 at 8:46pm — No Comments

સહપ્રવાસી–––બૅંગકૉક પ્રવાસ(૪)

પ્રવાસમાં આપણા સહપ્રવાસી બે જાતના હોય. આપણે પસંદ કરેલા એટલે કે, પ્રવાસના વિચારમાત્રથી મનમાં ગોઠવાઈ જનારા, પહેલેથી છેલ્લે સુધી સાથે રહેનારા અને સુખદુ:ખમાં પણ સાથ ન છોડનારા એવા જાણીતા થઈ ગયેલા મિત્રો કે સ્નેહીઓ હોય. બીજા સહપ્રવાસીઓ તદ્દન અજાણ્યા હોય, પણ પ્રવાસમાં ફક્ત સીટ નંબરને કારણે આપણા સહપ્રવાસી બનવાનો લાભ મેળવી જનારા હોય !

પ્રવાસ નાનો હોય કે મોટો, બે કલાકનો હોય કે બાર દિવસનો હોય, સહપ્રવાસી બાબતે હું બહુ ઊંચા જીવે રહું. બાજુમાં કોણ જાણે કોણ આવશે !…

Continue

Added by kalpana desai on November 6, 2016 at 7:22pm — No Comments

ઍરપોર્ટ પર ટાઈમ પાસ!–બૅંગકૉક પ્રવાસ(૩)

આપણા દેશના મોટે ભાગના વિમાન મથકો ઉર્ફ હવાઈ અડ્ડાઓ ઉર્ફ એરપોર્ટ્સ વર્ષો સુધી ફરવાનાં સ્થળ તરીકે ગણાતાં. વિમાનોને લાઈનમાં ઊભેલાં કે હવામાં ઊડતાં જોવાનો રોમાંચ યાદગાર બની રહેતો. એરપોર્ટ પર ત્યારે ‘સલામતીમાં છીંડાં’ જેવો શબ્દ વપરાતો નહીં. કારણકે ત્યારે સલામતીના નામે કોઈ જાપ્તો  નહોતો રહેતો કે નહોતી કોઈની બીક રાખવી પડતી. એરપોર્ટ પર ત્યારે એક જ બીકની આણ વર્તાતી અને તે કસ્ટમ ઓફિસરની ! પરદેશથી આવનાર પ્રવાસીનો…

Continue

Added by kalpana desai on October 11, 2016 at 8:00pm — No Comments

ક્યાં જવાના? બૅંગકૉક ? –બૅંગકૉક પ્રવાસ(૨)

જ્યારે કોઈ સ્ત્રી સાથે પ્રવાસ શબ્દ જોડાય, ત્યારે કાં તો એના પિયરગમનની વાત હોય ને કાં તો એના સાસરાગમનની વાત હોય. બહુ બહુ તો વહુના આવ્યા બાદ, એ ચાર ધામની જાત્રાનું વિચારતી થઈ જાય. જોકે, પ્રવાસમાં સ્ત્રી એટલે, ઘરનાંનું ઘરની જેમ જ ધ્યાન રાખતી એક કૅરટૅકર માત્ર ! બાકી હોય તેમ, થેપલાં, ખાખરા, ગાંઠિયા ને ગોળપાપડીના ડબ્બા એટલે સ્ત્રીની અદ્રશ્ય હાજરી. બસ, આથી વિશેષ પ્રવાસ સંદર્ભે સ્ત્રી…

Continue

Added by kalpana desai on September 18, 2016 at 7:23pm — 2 Comments

અમારે ફરવા જવું છે.

અમારે ફરવા જવું છે–––(૧)

ભારતના દરેક ઘરમાં બોલાતું ‘વેકેશન સ્પેશ્યલ’ વાક્ય છે, ‘અમારે ફરવા જવું છે.’ ત્યારે એવું લાગે કે, વેકેશનમાં તો ‘પત્ની સ્પેશ્યલ’ કે ‘પિયર સ્પેશ્યલ’ કે પછી ‘મોસાળ સ્પેશ્યલ’ નામની ટ્રેનો દોડવી જોઈએ, જે હોંશે હોંશે પિયર જતી સ્ત્રીઓને બાળકો સમેત સમયસર પિયર ભેગી કરી દે. ગમે તેટલો તાપ હોય કે ગમે તેટલી ભીડ હોય, ભારતભરની સ્ત્રીઓ બાવરી બનીને ચારે દિશામાં જે રીતે ફરી વળે છે તેવી તો કોઈ દેશની સ્ત્રીને તમે રખડતી કે ભટકતી જોઈ નહીં હોય. જાન્યુઆરી બેઠો નથી કે, છોકરાંની…

Continue

Added by kalpana desai on September 9, 2016 at 7:11pm — No Comments

કઈ લાઈનમાં જવાનો ?

‘તમારો દીકરો પાસ થઈ ગયો ?’

‘હા, ફર્સ્ટ ક્લાસ આવ્યો. ’

‘અરે વાહ ! કઈ લાઈન લેવાનો હવે ?’

‘સીધી લાઈન. ’

‘હેં ? એ વળી શું ?’

‘ભઈ, આ સવાલથી એ હવે કંટાળ્યો છે, એટલે જે પૂછે તેને આ જ જવાબ આપે છે. હવે તો અમારી સાથે પણ સરખી વાત નથી કરતો. ’

‘પણ એણે કોઈ લાઈન તો પહેલેથી નક્કી કરી હશે ને ?’

‘ એ તો આઠમા ધોરણમાં આવ્યો ત્યારનો કહેતો હતો કે, હું તો ઘાસતેલની લાઈનમાં જઈશ, ગૅસના બાટલાની લાઈનમાં જઈશ, રેલવેની બારીએ ટિકિટની લાઈનમાં જઈશ, મોટો થઈને કૉલેજના એડમિશનની લાઈનમાં જઈશ,…

Continue

Added by kalpana desai on August 24, 2016 at 8:44pm — 2 Comments

કાંદાનાં ભજિયાંનું સપનું

આજે મળસ્કે મને કાંદાનાં ભજિયાંનું સપનું આવ્યું !

નવાઈ લાગી ને ? મને પણ ઊઠતાં વેંત જ સપનું યાદ આવતાં એટલી જ નવાઈ લાગી જેટલી તમને લાગી, પણ ખરેખર એ કાંદાનાં ભજિયાં જ હતાં. કહેવાય છે કે, મળસ્કેનું સપનું સાચું પડે છે.  એ હિસાબે આજે રાત સુધીમાં કાંદાનાં ભજિયાંનો મેળ ચોક્કસ પડવાનો. મારું મન બેહદ પ્રસન્ન છે. કશેથી નહીં પડે તો હું જાતમહેનતે પણ મેળ પાડી દઈશ પણ સપનાને ખોટું નહીં પડવા દઉં. કેટલે વખતે ભજિયાં ખાઈશ ને તે પણ કાંદાનાં ! વાહ !

સપનું પણ…

Continue

Added by kalpana desai on August 7, 2016 at 2:03am — 5 Comments

વન ટુકા ફોર

(આ અગાઉ એક પોસ્ટ મૂકી હતી, ‘તમારી કોઈ આખરી ઈચ્છા?’ તેનો બીજો ભાગ આજે વાંચો.)

મારા મોતના પૈગામ જેવા મૃત્યુખત પર સહી કરતી વખતે મનમાં તો આવ્યું કે, આટલાં વર્ષો ગાંધીજી જેવા અક્ષર ન નીકળે એની રાખેલી કાળજી પર પાણી ફેરવી દઉં અને અગડમબગડમ અક્ષરથી સહી કરી દઉં. આમ પણ હવે એનો કોઈ અર્થ તો રહેવાનો નહોતો. બધું ઝાંખું ઝાંખું જ તો વંચાતું હતું. મારી સહી ક્યાં આ લોકો ચકાસવા બેસવાના હતા ? પણ,…

Continue

Added by kalpana desai on July 25, 2016 at 4:00pm — No Comments

ફરવા પણ ક્યાં જાય ?

ફરવા જવાનું નામ પડે ને મારી નજર સામે આખી દુનિયાનો નકશો દેખાવા માંડે. કઈ જગ્યાએ હાલ જવાય એવું છે ? ભારતમાં જ ફરવું કે ફોરેન ટુર મારવા જેવી છે ? ખરેખર કશે ફરવા જવું છે કે પછી બધા પર વટ મારવા મોટી મોટી વાતો કરવી છે ? એક વાર સિંગાપોર શું જોઈ નાંખ્યું કે, ત્યાર પછી તો ફરવાનું નામ પડે ને સૌથી પહેલાં મને નેપાળ ને બૅંગકૉક ને હૉંગકૉંગ ને મલેશિયાના જ નામો યાદ આવવા માંડે. એવું છે કે, ભારતમાં જ રહીએ એટલે એ તો પછીથી પણ જોવાશે. જ્યારે બીજા દેશોનાં તો…

Continue

Added by kalpana desai on July 20, 2016 at 11:30pm — No Comments

૧૫ મિનિટમાં કરવાનાં કામ

૧૫ મિનિટમાં તમે શું શું કરી શકો ?

આમ જોવા જાઓ તો આ પ્રશ્ન ઘણો વિકટ છે અને તેમ જોવા જાઓ તો આના જેવો સહેલો પ્રશ્ન કોઈ નથી. વિકટ એટલા માટે કે, ૧૫ મિનિટમાં કયાં કામ કરી શકાય તેનું જુદું લિસ્ટ બનાવવાનું ને તે બધાં કામ પંદર મિનિટમાં જ થાય છે કે નહીં તે જોવાનું અને ન થાય તો અફસોસ કરવાનો...અને એમાં જ પંદરના ગુણાકારમાં મિનિટો બગાડવી એ આપણને પાલવે ? નહીં જ વળી. એકાદ કામ કરવાનો કોઈ વાર નિર્ણય તો લઈ જુઓ–ફક્ત પંદર જ મિનિટમાં…

Continue

Added by kalpana desai on July 10, 2016 at 2:12pm — No Comments

તમે યાદ આવ્યા

આજથી બરાબર ચાલીસ વરસ પહેલાં, આ જ દિવસે આપણે મળ્યાં હતાં યાદ છે ? મારા ઉપર બધાંની પસંદગીની મહોર લાગી ગઈ હતી પણ જ્યાં સુધી તમે મન ભરીને મને જુઓ નહીં ને પસંદ કરો નહીં ત્યાં સુધી આપણા સંબંધ પર મંજૂરીની મહોર ક્યાંથી લાગવાની હતી ? બધાં સાથે તો હું ઘણી સ્વસ્થ રહી શકી પણ તમારી સમક્ષ હાજર થવાની ઘડી આવી પહોંચી કે, મારા પગ પાણી પાણી થવા માંડ્યા. હૃદયની ધડકન ડબલ ફાસ્ટ ટ્રેન બની ગઈ હોય એવું લાગ્યું. આંખોની આગળ અંધારાં આવું આવું કરવા લાગ્યાં(મને અંધારાં…

Continue

Added by kalpana desai on June 15, 2016 at 7:00pm — No Comments

જે આ લેખ વાંચશે તે....

મથાળું વાંચીને વિચારમાં પડી ગયા ને ? અને....જાતને જ સવાલ પૂછવા માંડ્યા ને ? કે, જે આ લેખ વાંચશે તે શું ? તે પાગલ થઈ જશે ? મૂંગો–બહેરો બની જશે ? લેખ વાંચીને પેપર ફાડી નાંખશે ? કે લેખ વાંચીને પેટ પકડીને હસ્યા જ કરશે ? ઘરમાં હશે તો ઘરની બહાર દોડી જશે ને રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ હશે તો સીધો ઘરની વાટ પકડીને ઘરમાં ભરાઈ જશે ? બધું બહુ જાતજાતનું વિચારી વિચારીને પાગલ થવા કરતાં મને પૂછો અથવા લેખ જ આગળ વાંચી લો ને ભાઈ !

 

‘જે આ લેખ વાંચશે તેનું…

Continue

Added by kalpana desai on May 15, 2016 at 8:54pm — 2 Comments

તમારી કોઈ આખરી ઈચ્છા ?

‘તમારી કોઈ આખરી ઈચ્છા ?’

બોલનાર તરફ મેં ગુસ્સાથી લાલ નજરે જોયું. શરીરમાં મરું કે મારુંનું જોશ ઉછાળા મારવા માંડ્યું.

આખરી ઈચ્છા ? હેં ? આખરી ઈચ્છા ? એનો મતલબ કે, હવે વખત આવી ગયો ? પણ, આ પૂછવાવાળા કોણ છે ? આ તો કોઈ ભગવાન કે યમરાજ તો નથી લાગતા. આ તો ડૉક્ટર જેવા દેખાય છે ! તો પછી કેમ પૂછે છે કે, તમારી કોઈ આખરી ઈચ્છા છે ? હું તો અહીં એમની પાસે ઈલાજ કરાવવા આવેલી અને સારી થવાની…

Continue

Added by kalpana desai on April 1, 2016 at 8:26pm — No Comments

બેસી રહેવાની કળા

હું કોઈ ભવિષ્યવેત્તા નથી અને મને મારું ભવિષ્ય જાણવામાં રસ પણ નથી, એટલે આવનારાં વર્ષો પર નજર નાંખવાને બદલે ઘણી વાર, હું મારાં વીતેલાં વર્ષો પર બેઠાં બેઠાં નજર નાંખી લઉં છું. નજર હટાવવાનું મન ન થાય એવાં વર્ષોમાં, મને જન્મજાત મળેલી અને જરૂરિયાત મુજબ સમયે સમયે મેં કેળવેલી કેટલીક અદ્ભૂત કળાઓને યાદ કરતાં મારું મન આનંદ અને સંતોષથી ભર્યું ભર્યું થઈ જાય છે. આહાહા...! આટલાં વર્ષોમાં મેં કેટલી બધી કળાઓ બેઠાં બેઠાં જ જાણી, માણી અને વિકસાવી. આ બધી કળાઓમાં જો મને કોઈ કળા ગમી ગઈ હોય તો તે છે, બેસી…

Continue

Added by kalpana desai on February 22, 2015 at 12:30pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service