અમારે ફરવા જવું છે.

અમારે ફરવા જવું છે–––(૧)
ભારતના દરેક ઘરમાં બોલાતું ‘વેકેશન સ્પેશ્યલ’ વાક્ય છે, ‘અમારે ફરવા જવું છે.’ ત્યારે એવું લાગે કે, વેકેશનમાં તો ‘પત્ની સ્પેશ્યલ’ કે ‘પિયર સ્પેશ્યલ’ કે પછી ‘મોસાળ સ્પેશ્યલ’ નામની ટ્રેનો દોડવી જોઈએ, જે હોંશે હોંશે પિયર જતી સ્ત્રીઓને બાળકો સમેત સમયસર પિયર ભેગી કરી દે. ગમે તેટલો તાપ હોય કે ગમે તેટલી ભીડ હોય, ભારતભરની સ્ત્રીઓ બાવરી બનીને ચારે દિશામાં જે રીતે ફરી વળે છે તેવી તો કોઈ દેશની સ્ત્રીને તમે રખડતી કે ભટકતી જોઈ નહીં હોય. જાન્યુઆરી બેઠો નથી કે, છોકરાંની પરીક્ષા જાય ભાડમાં, પહેલું કામ રિઝર્વેશનની ચિંતા ને બૂમાબૂમ કરવાનું. જ્યાં સુધી હાથમાં ટિકિટ ન આવે ત્યાં સુધી ઘરમાં કોઈએ ચેનથી જીવવાનું નહીં.

આગલાં વર્ષોની દર્દનાક ઘટનાઓ કે શ્વાસ થંભી જાય એવી વાર્તાઓ યાદ કરાવાય ! ‘દર વર્ષે કેટલાં હેરાન થઈએ છીએ ખબર છે ? તમને તો ક્યાંથી ખબર હોય ? તમારે થોડા કોઈના ગોદા ખાવા પડે છે કે ગાળો ખાવી પડે છે ? ભિખારી હોઈએ ને બધાની દયા પર જીવતાં હોઈએ ને બધાં સામે સીટની ભીખ માંગતાં હોઈએ એમ જોતાં રે’વાનું. ‘આગે જાઓ, હમારે ભી બાલબચ્ચે હૈં’ જેવું બધાનાં મોં પર વાંચીને, તમને શું ખબર અમને કેવું મરવા જેવું લાગતું હશે ? તમારે શું છે ?’

મારી પડોશણ તો ગયે વર્ષે આ ડાયલૉગ ગોખીને ગયેલી. ‘આ છોકરાંનાં મોઢાં સામે તો જુઓ માઈબાપ. ત્યાં બારી પાસે જરાક ઊભા રહેવા દેશો તો ભગવાન તમને સહીસલામત ઘેર પહોંચાડશે બાપલા ! મહિનો સુધી આ છોકરાંવનો બાપ બિચારો એકલો, બીજાઓની (ચાંપલી પાડોશણોની) દયા પર જીવશે. ટાઈમ પર સારું–નબળું ખાવાનું મળ્યું ન મળ્યું ઠીક છે; કહીને મન મનાવશે ને મહિનામાં તો સૂકાઈને સળી જેવો થઈ જશે. આ એક વાર થોડું બેસવા દો, ભગવાન કાયમ તમને કન્ફર્મ્ડ ટિકિટ આપશે.’ પણ એના પગ પર કોઈની બૅગ એટલા જોરમાં પડેલી કે એના ગળામાંથી ચીસ સિવાય કંઈ નીકળ્યું નહોતું.

રાઈનો પર્વત બનાવતાં આ પિયરપ્રેમી પત્નીઓને જરાય વાર લાગતી ન હોવાથી, પતિ બિચારો બધાં કામ છોડીને સ્ટેશન ભણી ફટફટિયું મારી મૂકે. પત્નીને ગાળો ન ખાવી પડે કે ભીડમાં ગોદા ન ખાવા પડે એટલા ખાતર પતિ એક દિવસ પૂરતી બધાની ગાળો ખાતો ખાતો લાઈનમાં આગળ– પાછળ ખસતો જાય ને બાકી હોય તે, બારી પાસે આવે ત્યારે અધૂરા ફૉર્મને કારણે કે પછી છુટ્ટા ન હોવાને લીધે બુકિંગ ક્લાર્કની લાલ આંખો ને કડવી જબાનનો ભોગ બને. લાઈનમાં ઊભેલાં, ત્યારે સમદુખિયાં ન બનતાં દુશ્મન બની સામટો હલ્લો કરી બેસે, ‘ફૉર્મ ભરીને આવતાં શું થાય છે ? ભણેલાગણેલા થઈને બીજાનો ટાઈમ કેમ બગાડો છો ?’ એમને કોણ સમજાવે કે, ‘આવા પતિઓ તો ભેજું ઘરે મૂકીને નીકળતા હોય પછી એમની અક્કલ ક્યાંથી કામ કરે ?

જેમતેમ ટિકિટ મેળવીને વર્લ્ડકપ જીત્યાની લાગણી સાથે ઘેર પાછા ફરતા પતિને શાબાશીને બદલે શું મળે ? ‘આ સામેવાળા શાહભાઈ તો કાયમ કુલી પાસે ટિકિટ કઢાવીને તરત જ પાછા આવી જતા હોય છે; પણ તમને કોણ જાણે ક્યારે એવું બધું આવડશે ? આખો દા’ડો પૂરો કર્યો, એના કરતાં મને બૅગ પૅક કરવા લાગી શકાત કે નહીં ? હોશિયારી જ નહીં ને. ’

એ તો ઠીક છે કે, મહિનાની શાંતિના બદલામાં પતિ બિચારો આવા બધા કડવા ઘુંટડા ગળી જતો હોય, બાકી તો....? (બાકીય ક્યાં નિરાંત હોય છે ?) મને ઘણી વાર થાય કે, કોઈ સ્ત્રી મૂંગી રહીને (કે મૂંગી મરીને ?) બૅગ ભરી શકતી હશે ખરી ? અઠવાડિયા સુધી તો એની બૅગ જ ના ભરાઈ રહે. છેલ્લે દિવસે તો, બે વાર બૅગ બદલાઈને ત્રીજીમાં સામાન શિફ્ટ થવા માંડ્યો હોય ! તાળા–ચાવીની શોધાશોધ ને આક્ષેપબાજી ચાલુ થઈ ચૂકી હોય અને સોંપાયેલાં કામો વધુ એક વાર, વધુ ઊંચા અવાજે યાદ કરાવાતા હોય ત્યારે પતિને અવશ્ય થતું હશે કે, ‘ભઈ, તું જવાની હોય તો જા; નહીં તો માંડી વાળ. પણ મહેરબાની કરીને.....’ ભૂલમાંય કોઈ પતિ આ વાક્ય બોલાઈ ન જાય એનું ધ્યાન રાખીને પત્નીના આખરી હુમલાઓ બહેરા કાને અને પથ્થરિયા દિમાગે ઝીલતો રહે છે. આખરે આવી આઝાદી વર્ષમાં એક વાર તો મળે છે !

પત્નીને હોંશે હોંશે પિયર ધકેલતા પતિઓ તો, આઝાદીની આગલી રાત સુધી ખડે પગે પત્નીની સેવામાં હાજર રહેતા હોય. શહેરના ખૂણે ખાંચરેથી મંગાવાયેલા અઢીસો ગ્રામના પૅકેટ કે મૅચિંગ રૂમાલ સુધ્ધાં, પેટ્રોલ ને પરસેવાની પરવા કર્યા વિના પળ વારમાં હાજર કરીને સંતોષનો શ્વાસ લે. ટિફિન મંગાવવું, બાળકોને ખવડાવવું, એમને સાચવવાં ને સૂવડાવવા જેવાં સહેલાં કામો તો એ લોકો ચપટી વગાડતાં કરી નાંખે.

આખરે, આઝાદીના સપનામાં આખી રાત જાગેલા પતિઓ તો પત્ની ટ્રેન ન ચૂકી જાય તેની કાળજી રાખીને બે કલાક પહેલાં જ સૌને સ્ટેશન પર પહોંચાડી દે. એ બે કલાક ત્યારે એને બે મહિના જેવા લાગતા હોય એમાં શી નવાઈ ? ને લીલી ઝંડી બતાવ્યા પછી પાટા પર શાનથી ચાલી આવતી ટ્રેન એને પ્રાણપ્યારી ન લાગે તો જ નવાઈ ! એટલે જ આજ સુધી કોઈ પતિએ પોતાની પત્નીને પિયર જવાની ના પાડી જ નથી અથવા ના પાડવાની એનામાં હિંમત જ નથી. (શું તમને લાગે છે કે, ઑનલાઈન બુકિંગમાં આ બધી મજા સમાયેલી છે ?)

જોકે,
અમારે તો પિયર નહોતું જવું ! તો ક્યાં જવું હતું ?
અને અમારી હાલત કેવી હતી ? ને અમારી સાથે શું થયું ?

Views: 168

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service