Made in India
નવાઈ લાગી ને ? મને પણ ઊઠતાં વેંત જ સપનું યાદ આવતાં એટલી જ નવાઈ લાગી જેટલી તમને લાગી, પણ ખરેખર એ કાંદાનાં ભજિયાં જ હતાં. કહેવાય છે કે, મળસ્કેનું સપનું સાચું પડે છે. એ હિસાબે આજે રાત સુધીમાં કાંદાનાં ભજિયાંનો મેળ ચોક્કસ પડવાનો. મારું મન બેહદ પ્રસન્ન છે. કશેથી નહીં પડે તો હું જાતમહેનતે પણ મેળ પાડી દઈશ પણ સપનાને ખોટું નહીં પડવા દઉં. કેટલે વખતે ભજિયાં ખાઈશ ને તે પણ કાંદાનાં ! વાહ !
સપનું પણ પાછું કેટલું લલચામણું હતું. એક ભજિયું મારા મોંમાં, એક ડાબા હાથમાં, ત્રણ–ચાર ભજિયાં ગરમાગરમ તેલમાં દાઝવાને કારણે ડાન્સ કરતાં હતાં અને ત્રણ–ચાર ભજિયાં શહીદ થવાની રાહ જોતાં લોટનો લેપ લગાવીને તૈયાર હતાં. ડિશ ભરી...ને ભજિયાં ! આજે તો જલસા. ભજિયાં સાથે ડિશમાં ચટણી પણ હતી. જોકે શેની હતી તે કળાયું નહોતું પણ ભજિયાં હતાં એટલે તીખી તીખી લીલી કે ખાટીમીઠી ચટણી જ હોવી જોઈએ. જે હોય તે, ભજિયાં તો નક્કી ને સો ટકા કાંદાનાં જ હતાં. ભજિયાં સાથે જલેબી હતી કે શું હતું કંઈ બરાબર દેખાયું નહોતું. (સપનાની પ્રિન્ટ થોડી ઝાંખી હતી.)
જ્યારથી કાંદાના ભાવ વધવા માંડ્યા છે ત્યારથી જાણે અજાણે કાંદા પ્રત્યે વધુ ને વધુ ભાવ જાગવા માંડ્યો છે. અભાવમાં પણ ભાવ જુએ તે જ ખરો માનવી ! (કાંદા શું શું નથી શીખવતાં ? કે મોંઘવારી બધું શીખવે છે ?) જૈનો શા માટે ને કેવી રીતે આજનમ કાંદાના વેરી બનીને જીવી શકે છે તે જ મને તો સમજાતું નથી. બાકી તો, કાંદા વગરની રસોઈ ? વિચાર જ મનને ધ્રુજાવી દેનારો છે. દરેક ગૃહિણી ઘરમાં કાંદા ને બટાકા હાજર રાખીને પોતાની જાતને આદર્શ ગૃહિણી સાબિત કરી શકે છે. (તેથી જૈન સ્ત્રી આદર્શ ગૃહિણી નથી એવું ન સમજવું. કાંદા–બટાકા વગરની રસોઈ બનાવવાની એમની કુશળતાને સલામ કરવી પડે.) પણ અચાનક આવી પડતાં મહેમાનને જો કાંદાનાં ભજિયાં ખવડાવાય તો ? અથવા હેલ્થ કૉન્શિયસ મહેમાનને બટાકાપૌંઆ ખવડાવ્યા હોય તો ? મહેમાનના મનમાં કેટલો આદરભાવ પેદા કરી શકાય ?
કાંદાનાં સો પડ હોય છે એવું સાંભળ્યું છે. એ હિસાબે ભવિષ્યમાં કાંદાના ભાવ સો રૂપિયે કિલો થવાની પૂરી શક્યતા છે. શક્યતા એટલા માટે કે, આજે ગરીબીની રેખા નીચે કોઈ નથી, બધા મોંઘવારીની રેખા નીચે છે. એ રેખાને નાકનું ટીચકું ચડાવેલું જ રાખવાની ટેવ છે. જવા દો, આ બધા ભાવ–અભાવની વાતોમાં ક્યાંક મારું ભજિયાંનું સપનું અટવાઈ ન જાય. થાય પણ એવું કે, કાંદાના ભાવ વધે કે, તરત જ લોકોને પહેલાં ભજિયાંની જ યાદ આવે ! હવે કાંદાનાં ભજિયાં નહીં ખવાય. બહાર તો ભાવ વધી જ ગયા હશે ને ઘરમાં કાંદાના નામે તો બોર બોર આંસુડાં જ જોવાના મળશે ! હે સરકાર ! તું કાયમ વધારી વધારીને કાંદાના જ ભાવ કેમ વધારે છે ? કારેલાના ભાવ વધાર, દૂધીના ભાવ વધાર, તુરિયા કે ગલકાના ભાવ વધાર પણ આમ કાંદાના ભાવ વધારીને અમારા ભજિયાં પર નજર ન બગાડ. અમારે સપનામાં ભજિયાં જોવા પડે છે !
એમ તો, સપનાં આપણને ત્રણ–ચાર પ્રકારનાં આવે છે. એમાંથી ઊંઘમાં આવતું સપનું એની જાતે આવે છે. એને લાવવું નથી પડતું. એવું મનાય છે કે, અતૃપ્ત આત્માની કોઈ અતૃપ્ત ઈચ્છા સપના તરીકે આવતી રહે છે ! હોઈ શકે, આ વાત કદાચ સો ટકા સાચી હોઈ શકે છે. કારણ કે આજકાલ જ્યાં ને ત્યાં મોંઘવારીની ચર્ચા ને મોંઘવારીનો માર. માણસ આખો દિવસ એની એ જ વાત ને એના એ જ વિચારમાં અટવાઈને આખરે, અધરાત–મધરાત (બન્ને એક જ નહીં ?) કે મળસ્કે પણ સપનું જુએ તો શાનું જુએ ? આજે કાંદાનાં ભજિયાંનું સપનું આવ્યું. શક્ય છે કે, કાલે વેઢમી સપનામાં આવે ને પરમ દિવસે ગુલાબજાંબુ કે રબડી પણ સપનામાં આવી શકે. કોઈ કાબૂ રાખીને પણ જીભ પર કેટલોક કાબૂ રાખી શકે ? વર્ષો સોંઘવારીમાં ખાઈ–પીને જલસા કર્યા હોય તે બધું મોંઘવારીમાં યાદ ન આવે એવું કેમ બને ? જોકે, યાદ આવે એટલે બધી વસ્તુના ભાવ યાદ આવે ને ભાવ યાદ આવે એટલે પરાણે અભાવ પેદા કરવો પડે ને આ પરાણે પેદા કરેલો અભાવ આખરે સપનામાં ત્રાટકે ત્યારે ? જીવ બળી જાય કે નીં ?
એમ રોજ રોજ સપનાં જોઈને જીવ બાળીને બેસી રહેવા કરતાં મેં તો નક્કી કરી લીધું છે કે, રોજ કંઈ એક જ વાનગીનું સપનું તો આવવાનું નથી. જે મળસ્કે જે વાનગી દેખાઈ તે દિવસે તે વાનગી બનાવીને ખાઈ નાંખવાની. સપનું પણ સાચું પડશે, ઈચ્છા પણ પૂરી થશે ને આત્મા પણ પ્રસન્ન થશે. એટલે આજે તો કાંદાનાં ભજિયાંનો વારો આવી ગયો પણ કાલે કે પરમ દિવસે શાનો વારો હશે કોણ જાણે ! એવું કરું કે, જે ખાવાનું મન થાય તેના જ વિચારો આખો દિવસ કરતી રહું ને તેનાં જ દિવાસ્વપ્નો આખો દિવસ જોયા કરું...જાણે કે મેં મોંએ બાસુદીનો વાટકો માંડ્યો છે ને...
બસ. આમ જ તમે પણ સપનાં જોતાં થઈ જાઓ. મળસ્કે સપનું આવી જાય તો કોને ખબર, સાચું પણ પડી જાય ! જોકે, એક વાત કહેવાની લાલચ રોકાતી નથી કે, જ્યારે પણ સપનું જુઓ ત્યારે કાંદાનાં ભજિયાંનું સપનું તો જોજો જ. કારણ તો બીજું કંઈ નહીં પણ એનાથી મન, જાગ્યા પછી પણ પ્રસન્ન રહે છે ને કાંદાનાં ભજિયાં બનતાં ક્યાં વાર લાગે છે ? ભલે ને, કાંદા મોંઘા હોય પણ તેથી કોઈએ કાંદાનાં ભજિયાં ખાવાના બંધ કર્યાં એવું ક્યારેય જાણ્યું ? એ તો, મોંઘવારીની બૂમો પાડવાની, થોડો ઘણો કકળાટ કરવાનો, નારા લગાવવાના, જાતજાતના ફોટા કે કાર્ટૂનચિત્રોથી મન બહેલાવી લેવાનું ને જીવ બળે એના કરતાં થોડાં ઓછાં પણ કાંદાનાં ભજિયાં ખાવાનાં જરૂર.
(મોંઘવારીમાં જેના ભાવ વધે તેના નામે સપનું જોઈ લેવાનું.)
Comment
આભાર અશોકભાઈ, આભાર ગુણવંતભાઈ.
આનંદ થયો.
હવે તો સસ્તા થઈ ગ્યાં કાંદા પણ તમારો સ્વાનુભવ મોજ કરવી ગયો.. !!
આભાર પ્રજ્ઞાબહેન.
ખુબ સરસ ... મને ગમ્યું
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com