Ketan Motla's Blog (182)

નોટબંધી

                          નોટબંધી                    લે. કેતન મોટલા ‘રઘુવંશી’

‘સાંભળ્યું’ હવે આમ બેઠાં ના રયો. ઢોલીને અને ગોર મારાજ ને કાલે સવારે માંડવાના મુરતનું કે’તા આવો.’ચાર-ચાર જુવાન દીકરીનો ગામડામાં મજુરી કરી પેટીયું રડતો અભણ બાપ વિચારોમાંથી બહાર નીકળી…

Continue

Added by Ketan Motla on October 21, 2017 at 7:58pm — No Comments

વરસો અનરાધાર...

જીતવું માણસનો સ્વભાવ છે. કોઈપણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી, સફળ થવું હર કોઈને પસંદ હોય છે. તમારી આવડત કૌશલ્ય દ્વારા રમત જીતી શકાય. વળી, પૈસાથી ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકાય પરંતુ માણસને જીતવાનું સાધન માત્ર ને માત્ર પ્રેમ છે.

માનવમાત્રને પ્રેમ કરો. પ્રત્યેક જીવ પર કરુણા રાખો. સામેની વ્યક્તિ તમને ગમે તેટલી નફરત કરે પરંતુ આપણે પ્રેમનો પ્રવાહ અવિરત રાખવો.…

Continue

Added by Ketan Motla on September 13, 2017 at 5:18pm — No Comments

‘’ઈશ્ક છે ઈલમ‘

મારી વાત -૧૬૧

‘’ઈશ્ક છે ઈલમ‘

આ જગતની એક જ શબ્દમાં વ્યાખ્યા કરવાની હોય તો એ શબ્દ છે પ્રેમ. પ્રેમ નામના શબ્દમાં બધી ભાષાઓ, શાસ્ત્રો, છંદો, વ્યાકરણ આવી જ જાય. કારણ બધી ભાષાનો મુખ્ય એક જ અર્થ છે પ્રેમ. પ્રેમ સૃષ્ટિનું અણમોલ રતન છે.

સદીઓથી પ્રેમ પર ઘણું લખાયું છે અને વંચાયું પણ છે. પ્રેમ અનુભવની ચરમસીમા છે. કોઈપણ પ્રાણી પ્રેમ વિના જીવી જ ન શકે. પ્રકૃતિના બધા તત્વોમાં પ્રેમ આપવાની પરંપરા જોવા મળે છે.

દિવસભર તાપથી બળી રહેલા સૂર્યના હૃદયને શાતા આપવા રાતે ચંદ્ર આવી જ જાય છે.…

Continue

Added by Ketan Motla on February 21, 2017 at 12:06pm — No Comments

“હવે, આપણે શું ઘટે ..?’’

મારી વાત – ૧૬૨

“હવે, આપણે શું ઘટે ..?’’

દરેક માણસ જીવનમાં કોઈને કોઈ રીતે લાભ, યશ, સિદ્ધિ, પદ, પ્રતિષ્ઠા પામવા પ્રયત્નશીલ રહેતો હોય છે. પોતાના સ્વપ્નો સાકાર કરવા અને લક્ષ્યને પામવા પ્રયાસ કરતો રહે છે. અને મોટેભાગે આપણે જે પામવાનો વિચાર કરીએ અને યોગ્ય દિશામાં પ્રયાસ કરીએ તે પ્રાપ્ત થઇ શકે છે.

જીવનમાં સુખ-સુવિધા, ધન વૈભવ પદ-પ્રતિષ્ઠા, ગાડી-બંગલા પ્રાપ્ત થઇ જાય. પરંતુ ક્યારેક સત્તાના પ્રભાવમાં, ક્યારેક વિદ્યાના પ્રભાવમાં કે ધનના પ્રભાવમાં આવી અહંકારમાં ઉડવા લાગીએ કે…

Continue

Added by Ketan Motla on February 20, 2017 at 10:38am — No Comments

હાસ્ય પાછળનો વિષાદ

હસતા રહેવું લોકોને હસાવતા રહેવું એ સફળતાની નિશાની છે.લોકોને હસતા ચહેરા ગમે. અક્કડ અને ગંભીર ચહેરા જોઈ માણસ દ્વિધામાં મુકાઈ જાય છે. સરળ માણસ પાસે લોકો તરત જ પોતાની રજૂઆત કરવા જઈ શકે છે. સારો કે ખુશીનો માહોલ હોય તો ચહેરો હસતો રાખવો. કોઈ દુઃખના પ્રસંગ કે ગંભીર વાતમાં હસવું સ્વીકાર્ય નથી.

સફળ માણસ પોતાની નાની મોટી સમસ્યાને હાસ્યમાં પરિવર્તિત કરે છે. કોઈ સમસ્યાને મોટું રૂપ ન આપી વાતને હસીને હળવી કરી નાખવી. આ લોકો પીડા અને વિષાદના કડવા ઘૂંટ પોતે પી જઈ સમાજને હસતો હેમખેમ રાખે…

Continue

Added by Ketan Motla on December 21, 2016 at 5:05pm — No Comments

અધૂરામાં રાજી નહિ

મનુષ્ય શરીર ઉત્તમમાં ઉત્તમ છે. આત્મા પરમાત્મા છે. આપણા જીવનનું લક્ષ્ય ઉત્તમમાં ઉત્તમ હોવું જોઈએ. જ્ઞાન, ધન,પદ, પ્રતિષ્ઠાની ઈચ્છા હોવી સ્વાભાવિક છે પરંતુ ક્યારેક લક્ષ્ય પૂરું થયા વિના અધવચ્ચે અટકી જઈએ છીએ. મન ચલિત થઇ જાય છે.

જીવનમાં જે કર્મ કરવું તે શ્રેષ્ઠ કરવું. શ્રેષ્ઠથી ઓછું ન ખપે. કામ કર્યાનો પૂર્ણ સંતોષ જ આનંદની અનુભૂતિ કરાવે છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાની નથી પરંતુ અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરી અટકી ન જવું.જે તે ક્ષેત્રનું જ્ઞાન મેળવવા આજીવન વિદ્યાર્થી બની સતત નવું શીખતા…

Continue

Added by Ketan Motla on December 17, 2016 at 8:05pm — No Comments

‘’વાર્તાનો અંત ‘’

બહુ ઓછા સમયમાં બધુ પામી લેવાની માણસની પ્રકૃત્તિ હોય છે.જીવનમાં બધા ભૌતિક સુખ, વૈભવ માણી લેવા માનવ મન આતુર રહેતું હોય છે.સુખ મેળવવા પછી અસત્ય અને હિંસાનો રસ્તો અપનાવવો પડે તો પણ માણસ અચકાતો નથી પરિણામે પોતાના મનમાં દુર્ગુણો પેસી જતાં હોય છે.

માનવ મન ચંચલ છે સુખ પામવા ઝંખતો માણસ દુઃખ થી ડરે છે.જેમ જેમ સુખની નજીક જતો હોય તેમ દુઃખ નો ભય સતાવે છે.દુઃખોથી ડરવું નહિ કારણ દુઃખો તો માનવી ના સાચા ઘડવૈયા હોય છે.દુઃખો માણસને સાચા માર્ગ પર ચલાવે છે.

સુખ અને દુઃખ એ આપણા મનની વિચારધારા છે.…

Continue

Added by Ketan Motla on September 29, 2016 at 7:44am — No Comments

રાજકારણનો અર્થ

મારી વાત ૧૬૫

“ રાજકારણનો અર્થ’’

લોક સમુદાયની વચ્ચે ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે લોક પ્રતિનિધિની નિમણુક કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સમાજવ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે અને પ્રજામાં સુખ, શાંતિ અને સલામતી રહે તે માટે જનતાના પ્રતિનિધિ કાર્ય કરે છે.

લોકશાહીમાં લોકો દ્વારા પસંદ કરાયેલા પ્રતિનિધિને લોકોની વચ્ચે રહી…

Continue

Added by Ketan Motla on September 19, 2016 at 2:00pm — No Comments

''આઝાદીનો આનંદ ''

માનવ મન સ્વતંત્રતા ઝંખે છે. આપણે કુટુંબ પરિવાર,રીત રીવાજ, માન, મર્યાદા લૌકિક વ્યવહારોના નામે ક્યારેક બંધાઈ જઈએ છીએ. તેમ છતાં મુક્ત વિચારો અને સ્વતંત્રતા માણસનો અધિકાર છે.

જીવનમાં વાણી સ્વતંત્રતા, મુક્ત વિચારધારા અને સહજ વર્તન પ્રગતિમાં સહાયક બને છે.માણસ પોતાની સ્વતંત્ર વિચારધારા પર ચાલી મનની શાંતિ અને સંતોષ મેળવે છે. સમાજના વધારે પડતા બંધનો ક્યારેક માણસને રિવાજોની બેડી તોડવા મજબુર કરે છે.

માણસના પરસ્પરના સંબંધોમાં એકબીજાને વિવેક પૂર્વકની સ્વતંત્રતા મળવી જોઈએ. આપણા સ્નેહીઓ,…

Continue

Added by Ketan Motla on August 14, 2016 at 9:18pm — No Comments

‘’ગુજરાતનો કોહીનુર હીરો ગયો...’’

તા. ૧૪/૦૮/૨૦૧૬.

મુ. ભાટિયા (દેવભૂમિ દ્વારકા)

‘’ગુજરાતનો કોહીનુર હીરો ગયો...’’

સ્વામિનારાયણ સાંપ્રદાયની શાખા બીએપીએસના ના વડા વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવાસ અહેવાલ પ્રાપ્ત થતા સમગ્ર વિશ્વના હરીભક્તોમાં ગમગીની…

Continue

Added by Ketan Motla on August 14, 2016 at 8:43pm — No Comments

યુવાન હો મહાન..

મારી વાત -૧૬૩

‘’યુવાન હો મહાન..’’

જીવનનો સૌથી સુંદર કાળ યુવાવસ્થા છે. યુવા એટલે ઉત્સાહ, યુવા એટલે થનગનાટ, યુવા એટલે સપના જોવાની અને પુરા કરવાની અવસ્થા.

યુવાન સત્યવાન, શીલવાન અને ધર્મમાં આસ્થા રાખનારો હોવો જોઈએ.યુવાન…

Continue

Added by Ketan Motla on August 9, 2016 at 1:44pm — No Comments

માણસને ચાહનાર...

સંસાર અસાર નથી, જગત મિથ્યા નથી, અરે ! હું તો કહું છું કે દેહ પણ નાશવંત નથી. જ્યાં સુધી આ જગતમાં પ્રેમ નામનું જાદુઈ તત્વ છે ત્યાં સુધી માણસ જીવંત છે. સંસાર સારમય છે.

પ્રભુની પ્રાપ્તિ માટે માણસ જપ,તપ, પૂજા, પાઠ અને કઠોર સાધના કરે છે. વર્ષોની તપસ્યા અને એકાંતવાસ ભોગવ્યા બાદ પણ ભગવાનની પ્રાપ્તિ ન થાય એવું પણ બની શકે. જગતમાં માણસને ચાહવો એ સૌથી મોટું પુણ્ય છે.ઈશ્વરની બનાવેલી સૃષ્ટિમાં માનવ ઈશ્વરનું સર્જન છે. તેમના આ અદભુત સર્જનને પ્રેમ કરતા શીખી જવું પ્રભુ ભક્તિ છે.

આપણે આપણા સગા, સ્નેહી,… Continue

Added by Ketan Motla on August 4, 2016 at 10:06am — No Comments

'' ગુરુ વિના નહિ ઉદ્ધાર ''

જીવનમાં આગળ વધવું , સિદ્ધિ મેળવવી , સુખ , શાંતિ અને સફળતા પામવી એ માણસના કર્મોને આધીન હોય છે. જીવનની આ યાત્રામાં આપણા સફળતાના રથને યોગ્ય દિશામાં લઇ જવા માર્ગદર્શક ની જરૂર રહે. તમારા જીવનને શ્રેષ્ઠ ગતિ તરફ લઇ જવાની પ્રેરણા આપે તે ગુરુ.

ગુરુ એટલે મોટું. ગુરુ જ્ઞાનના ભંડાર સમ હોય. ગુરુ મિત્ર પણ હોય બંધુ પણ હોય અને સાથી પણ હોઈ શકે. ગુરુ શિષ્ય નો સંબંધ પિતા પુત્ર જેવો હોય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે…

Continue

Added by Ketan Motla on July 19, 2016 at 2:08pm — No Comments

‘‘ગાવા છે જીવનના ગીત’’

આપણું જીવન આપણા વિચારોને આધીન હોય છે. જીવનને સુમધુર સૂર- તાલમાં રાખવા ખુશીના ગીત ગાવા જોઈએ. પ્રત્યેક વ્યક્તિને પોતાનો અલાયદો આનંદ હોય છે. નિજાનંદમાં રહેવું. આઠે પ્રહર આનંદમાં રહેવું.

જીવનની પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ પોતાનો લય ન ગુમાવવો. જીવનને સુમધુર અને આનંદી રાખવા સૌની સાથે તાલ મિલાવી ચાલવું. જીવનને સહજ સરળ બનાવી પરિસ્થિતિ અનુસાર રાગમાં ઢળી જવું. આપણી શંકા, મનની કુટિલતા, કઠોરતા કે અહંકાર બેસુરા ન બનાવી દે તેનો ખ્યાલ રાખવો.

ક્યારેક આપણી મૂઢતા, મિથ્યાભિમાન અને ગેરસમજ જીવનનો ખરો…

Continue

Added by Ketan Motla on July 17, 2016 at 12:14pm — No Comments

‘’ચલ, મુસાફિર ચલ...’’



આપણું જીવન એક યાત્રા છે અને આપણે સૌ તેના મુસાફર.જીવનની યાત્રામાં લાભ,યશ, સિદ્ધિ, ધન, સુખ,શાંતિ પ્રાપ્ત કરવાની પ્રત્યેક માણસની ઝંખના હોય છે. આપણા મનની પણ તેની પ્રાપ્તિ તરફની ગતિ રહેતી હોય છે.

જીવનની આ યાત્રામાં થાક,શોક,પીડા અને નિરાશા રૂપી અંતરાયો આવે છે. ક્યાંક ટીકા, અપમાન કે તિરસ્કાર રૂપી કાંટા પથરાય છે તો ક્યાંક પ્રેરણા, પ્રોત્સાહન કે સદવિચારરૂપી વિશ્રામ સ્થાન યાત્રાની થકાન દુર કરે છે.…

Continue

Added by Ketan Motla on July 13, 2016 at 3:55pm — No Comments

‘’અઢી અક્ષરનું વિશ્વ’’

 

સૃષ્ટિનો સૌથી પવિત્ર શબ્દ છે પ્રેમ. પ્રેમ સર્વ ધર્મોનો સાર છે. પ્રેમ  સત્ય છે. પ્રેમ ભક્તિ છે અને પ્રેમ જ ઈશ્વર છે.

જીવન એટલે પ્રેમ. પ્રેમ પ્રગટ થવો એટલે જીવવું. આપણને પ્રિયજન પ્રત્યે પ્રેમ થાય એટલે આપણી આસપાસની દુનિયા રંગીન થઇ જાય. સર્વત્ર આનંદ છવાઈ જાય. આપણી બધી પીડાઓ શમી જાય.

પ્રેમમાં બધા પૂર્વગ્રહો, ઈર્ષ્યા, રાગ-દ્વેષ  છૂટી…

Continue

Added by Ketan Motla on July 13, 2016 at 3:49pm — No Comments

અમારા પ્રથમ પુસ્તક '' હૈયાની વાત'' નું દ્વારકા ખાતે વિમોચન.

તા. ૧૧/૦૬/૨૦૧૬

મુ. દ્વારકા.

અમારા પ્રથમ પુસ્તક ''હૈયાની વાત'' નું વિમોચન દ્વારકાના કોકિલા ધીરજ ધામ ખાતે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. ના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલભાઈ નથવાણી તથા સ્થાનિક આગેવાનો તથા ભગવાન દ્વારકાધીશ મંદિરના પુજરીશ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પુસ્તકની પ્રસ્તાવના પણ શ્રી પરિમલ નથવાણી સાહેબે લખી છે.

માનવ જીવનમાં આવતા સંકટ અને દુઃખની ઘડીમાં હકારાત્મક અભિગમ રાખી હૈયામાં હામ અને સેવાના કામ સાથે સદવિચાર, સત્કર્મ અને છેવાડાના માણસ સુધી મદદ…

Continue

Added by Ketan Motla on June 14, 2016 at 1:24pm — No Comments

ફાઈલોના થપ્પા વચ્ચે...

મારી વાત -૧૫૦

‘’ ફાઈલોના થપ્પા વચ્ચે...’’

નોકરિયાત અને વ્યવસાયિકો માટે ‘ફાઈલ’ શબ્દ અતિ મહત્વનો હોય છે. રીટર્ન ફાઈલ, રેકર્ડ ફાઈલ, વીમા ફાઈલ, પ્રોપર્ટી ફાઈલ, દાકતરી ફાઈલ વિ. વચ્ચે માણસ સતત ગોથા ખાતો અનુભવાય છે.

બાળકના જન્મના પ્રમાણપત્રથી મરણના દાખલા સુધી કેટલીયે ફાઈલો ખુલે છે. વચ્ચેના જીવનમાં પોતાની ફાઈલ ક્લીયર કરવામાં અંતે માણસ પોતે જ ક્લીયર થઇ જતો હોય છે.

ક્યારેક અતિ કામનો બોજ, અકળામણ અને મુંજવણ પીડા આપે છે. ક્યારેક ઉતાવળે કામ કરવાના…

Continue

Added by Ketan Motla on June 10, 2016 at 9:40am — 1 Comment

વિચારોનું સામ્રાજ્ય

મારી વાત -૧૪૭

‘’વિચારોનું સામ્રાજ્ય’’

આપણી ભીતર વિચારોનું એવું સામ્રાજ્ય ખડું થઇ શકે છે જેમાં આકાશ, પાતાળ અને સમસ્ત ખંડોનો સમાવેશ થઇ જાય છે. વિચાર માણસનો વૈભવ છે. સારા વિચારો માનવની સાચી મૂડી છે. ક્યારેક કોઈ નાનો સદવિચાર દીવાની જ્યોત બની માનવમનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી સત્ય, શીલ અને સમજદારીનો પ્રકાશ રેલાવે છે. સદવિચારરૂપી જ્યોત જન-જન સુધી પહોચાડી જગતમાં અંધકાર દુર કરી શકાય છે.

માણસ ક્યારેય ધન,રૂપ કે સત્તાથી મોટો થતો નથી પરંતુ પોતાના જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ… Continue

Added by Ketan Motla on June 1, 2016 at 6:29pm — No Comments

મંદિરથી માનવ હૃદય સુધી

મારી વાત -૧૪૪

‘’ મંદિરથી માનવ હૃદય સુધી..’’

દરેક માણસની ઈશ્વર પ્રત્યેની આસ્થા અનેરી છે. દરેકને પોતીકો ઈશ્વર હોય છે. આપણી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જીવનમાં નવી શક્તિ અને વિશ્વાસ ટકાવી રાખે છે.

સદીઓથી સંતો, મહંતો, ઋષિમુનિઓએ ઈશ્વરના ગુણગાન ગાય છે અને તેનો મહિમા વર્ણવ્યો છે. સવાલ એ થાય છે કે આપણે જે ઈશ્વરની મૂર્તિની કલ્પના કરીએ છીએ એ ઈશ્વર વાસ્તવમાં ક્યાં છે ? શું ઈશ્વર મંદિર, મસ્જીદ કે ગુરુદ્વારામાં છે ? એનો એક ઉત્તર એવો છે કે ઈશ્વર સૃષ્ટિના કણકણમાં વસે છે. એટલેકે આપણી શ્રધ્ધામાં…

Continue

Added by Ketan Motla on May 31, 2016 at 2:58pm — 1 Comment

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service