Made in India
તા. ૧૪/૦૮/૨૦૧૬.
મુ. ભાટિયા (દેવભૂમિ દ્વારકા)
‘’ગુજરાતનો કોહીનુર હીરો ગયો...’’
સ્વામિનારાયણ સાંપ્રદાયની શાખા બીએપીએસના ના વડા વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવાસ અહેવાલ પ્રાપ્ત થતા સમગ્ર વિશ્વના હરીભક્તોમાં ગમગીની વ્યાપી ગઈ. ગુજરાતનું ધર્મ ક્ષેત્રે વિશ્વમાં નામ ઉજળું કરનારા આ સંતનો જન્મ વડોદરા પાસેના ચાણસદ ગામે તારીખ ૭-૧૨-૧૯૨૧ના રોજ મોતીલાલ પટેલ અને દિવાળીબા ના ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ શાંતિલાલ હતું.
શાંતિલાલ નામના આ બાળકે ૧૮ વર્ષના થતાં થતામાં તો ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની ચારલીટીની ચિઠ્ઠી પર સંસાર મૂકી ત્યાગના પથને વહાલો કરી લીધો. જાણે એ જ પળથી સમગ્ર સંસારને શાંતિના ઝરામાં ઝબકોળતા રહેવાની પ્રતિજ્ઞા લીધી.આજીવન ગુરુસેવાવ્રત ધારણ કરનાર શાંતિલાલ દિક્ષા પામ્યા અને સાધુ નારાયણ સ્વરુપદાસજી બન્યા.તેમની સેવાભાવનાથી ગુરુએ તેમાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથે સાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી.પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા અને એક દિવસ ઉપ્રોક્ત સંસ્થાના પ્રમુખ બનતા આજે જે નામથી ઓળખાય છે તે નામ મળ્યું.
સ્વામીની કરુણાની ભાવનાએ એના વ્યાપમાં દીનદુખિયાની સેવા ઉપરાંત જીવમાત્રની સેવાને આવરી લઈ સમાજસેવાનું એક પણ ક્ષેત્ર તેમણે વણસ્પશ્ર્યુ રાખ્યું નથી. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં માનવ સહાય માટે અનન્ય પુરુષાર્થ કર્યો છે. કોમી રમખાણો, વિવિધ આંદોલનોમાં શાંતિ માટેના પ્રયાસો એમણે કર્યા છે. એમણે કેળવણીના ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન આપ્યું છે. દહેજનાબૂદી, અસ્પશ્યતા નિવારણ, ભ્રૂણહત્યા નિવારણ જેવી કુરૂઢિઓ નાબૂદ કરવા સમાજને ફળદાયક સમજ આપી છે. સાક્ષરતાથી લઈને જળસંચય અભિયાન કે વ્યસન મુકિત આંદોલનો સુધી વ્યાપેલી આવી તો કંઈ કેટલીય સામાજિક સેવાઓમાં તેમણે અદ્વિતીય પ્રદાન આપ્યું છે.
ગુજરાત અને સમગ્ર વિશ્વમાં હિંદુ ધર્મના પ્રચાર માટે હિંદુ મંદિરો બનાવવામાં નવો કીર્તિમાન સ્થાપ્યો. આજે ૯૦૦થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના નામે નોંધાયેલો છે. યુનોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે. ગુજરાતના આ અણમોલ કોહીનુર હીરા એવા પ્રમુખ સ્વામી મહારાજનું તા. ૧૩/૦૮/૨૦૧૬ ના સારંગપુર ખાતે અક્ષરવાસ થતા વિશ્વના કરોડો હરિભક્તો અને સંતો જાણે નોધારાં થયા હોય તેવી લાગણી ઉત્પન્ન થતી જોવા મળે છે. પુ. સ્વામી બાપાના સત્કાર્યોને બીએપીએસ સંસ્થા આગળ તેવી નમ્ર પ્રાર્થના સાથે પુ. સ્વામી બાપાને કોટી કોટી વંદન....
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com