Made in India
માનવ મન સ્વતંત્રતા ઝંખે છે. આપણે કુટુંબ પરિવાર,રીત રીવાજ, માન, મર્યાદા લૌકિક વ્યવહારોના નામે ક્યારેક બંધાઈ જઈએ છીએ. તેમ છતાં મુક્ત વિચારો અને સ્વતંત્રતા માણસનો અધિકાર છે.
જીવનમાં વાણી સ્વતંત્રતા, મુક્ત વિચારધારા અને સહજ વર્તન પ્રગતિમાં સહાયક બને છે.માણસ પોતાની સ્વતંત્ર વિચારધારા પર ચાલી મનની શાંતિ અને સંતોષ મેળવે છે. સમાજના વધારે પડતા બંધનો ક્યારેક માણસને રિવાજોની બેડી તોડવા મજબુર કરે છે.
માણસના પરસ્પરના સંબંધોમાં એકબીજાને વિવેક પૂર્વકની સ્વતંત્રતા મળવી જોઈએ. આપણા સ્નેહીઓ, મિત્રો, પતિ-પત્નીએ પરસ્પર એકબીજાને આવશ્યકતા મુજબ સ્વતંત્રતા આપવી. સામેની વ્યક્તિ પર અધિકારનો ભાવ ન બતાવવો. ક્યારેક વધુ પડતી અપેક્ષા અને અધિકાર પીડા આપતી હોય છે.
સૌને સમાન અધિકાર, ન્યાય અને જ્ઞાતિ વર્ણના ભેદ દુર કરવા સાથે દેશના છેવાડાના માણસ સુધી આવશ્યક સહાય પહોચાડવી રહી. આપણે ભારતને હુજુ પૂરું જાણ્યું નથી. આજે પણ આપણા દેશમાં એવા પ્રદેશો છે કે જ્યાં વીજળી આવી નથી. પ્રાથમિક સુવિધાઓ ,આરોગ્ય કે શિક્ષણની વ્યસ્થા નથી.
મારા દેશના ગરીબ, દલિત, પીડિત બાંધવોને સુખ સુવિધા ન આપી શકીએ ત્યાં સુધી પ્રસાશને ખુબ નિષ્ઠા પૂર્વક મહેનત કરવી રહી. દેશનો પ્રત્યેક નાગરિક પોતાની ઈમાનદારી, કાર્ય નિષ્ઠા અને વફાદારીથી દેશને મદદ કરી દેશની પ્રગતિમાં યોગદાન આપવું રહ્યું. પ્રત્યેક નાગરિકે દેશહિતના શુભ સંકલ્પો સાથે ભારતની વિકાસયાત્રામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આર્પણ કરવું.
ટહુકો :
મારા દેશનાં પ્રત્યેક બાળકને આરોગ્ય, શિક્ષણ અન્ય પ્રાથમિક
સુવિધાઓ પહોચાડવી એ જ આઝાદી ની ખરી ઉજવણી છે.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com