Made in India
જીતવું માણસનો સ્વભાવ છે. કોઈપણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી, સફળ થવું હર કોઈને પસંદ હોય છે. તમારી આવડત કૌશલ્ય દ્વારા રમત જીતી શકાય. વળી, પૈસાથી ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકાય પરંતુ માણસને જીતવાનું સાધન માત્ર ને માત્ર પ્રેમ છે.
માનવમાત્રને પ્રેમ કરો. પ્રત્યેક જીવ પર કરુણા રાખો. સામેની વ્યક્તિ તમને ગમે તેટલી નફરત કરે પરંતુ આપણે પ્રેમનો પ્રવાહ અવિરત રાખવો. કોઈ પ્રત્યે દ્વેષભાવ ન રાખવો. પ્રેમથી કઠોરમાં કઠોર માણસના હૃદયમાં પરિવર્તન આવે છે. બસ, આપણો ભરોસો અકબંધ રાખવો.
લોકો ભલે તમારી ટીકા, અવગણના કે બુરાઈ કરે પરંતુ આપણે કરુણાનો માર્ગ ન છોડવો. લોકો કદાચ તમને મુર્ખ માને તો ભલે માને એ એમની માન્યતા છે.આપણે દરેક જીવ પ્રત્યે સહાનુભુતિ રાખવી. આ જગતમાં શાંતિ મેળવવા પ્રેમ સિવાય કોઈ વિકલ્પ જ નથી.
યુદ્ધનું પરિણામ અંતે હાર જ હોય કારણ એક જીતે તો બીજાની હાર થાય. કોઈને હરાવીને જીતી શકવાનું ગણિત જ ખોટું છે. આપણી જીતનું એક માત્ર સાધન છે પ્રેમ.
સૃષ્ટિના સર્વે જીવમાં ઈશ્વર વસેલો છે તેવું આપણા શાસ્ત્રો કહે છે એટલે સર્વે જીવને પ્રેમ કરવો એ જ ઈશ્વરની ભક્તિ છે. પ્રત્યેક જીવમાં ઈશ્વરના દર્શન કરી પ્રકૃત્તિ ના આ અલૌકિક સર્જનને આભારી રહી જીવન સાર્થક કરવું.
ટહુકો :
ઈશ્વરને પ્રિય થવું એટલે સૃષ્ટિના સમસ્ત જીવને પ્રેમ કરવો.
કેતન મોટલા ‘રઘુવંશી’
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com