Made in India
નોટબંધી લે. કેતન મોટલા ‘રઘુવંશી’
‘સાંભળ્યું’ હવે આમ બેઠાં ના રયો. ઢોલીને અને ગોર મારાજ ને કાલે સવારે માંડવાના મુરતનું કે’તા આવો.’ચાર-ચાર જુવાન દીકરીનો ગામડામાં મજુરી કરી પેટીયું રડતો અભણ બાપ વિચારોમાંથી બહાર નીકળી કેસરની માં ને હકારમાં જવાબ આપી દીધો.
‘લગનની આડે માત્ર બે’જ દી બાકી ને કામ ઘણા. કાલ સવારે મેં’માનું આવી પોચસે, એના રહેવા ઉતારાની સગવડ કરવાની. આંગણે દીકરીના લગ્નનો પેલો પરસંગ એટલે સારીરીતે ઉકેલાય જાય તો સારું પણ આ બધું કેમેં પોચસુ ? મને તો છાતીમાં ફાળકો પડ્યો છે.’નાથાલાલ ચિતાગ્રસ્ત ચહેરે બોલ્યા...
‘હા, ઉપાધી તો મનેય થાય સે આવડી મોટી જાનને હચવશું કેમ ? ને એમાં ક્યાંક કચાશ રેસે તો આખી જિંદગી વેવાણ દીકરીને મેણા મારશે. ને તમે વેવાઈને દીધેલ વચનનું શું થશે એ વિચારે હું ધ્રુજી ઉઠું છું.’ કેસરની માં જવાબ દેતા બોલી.
‘કેસર ભારી અભાગણી, હું નો તો કે’તો કે અવાર વરસ નબળું છે ને રોટલાની જોગવાઈ માંડ છે એમાં દીકરીના લગન રેવા દે પણ તું, માની નૈ ને વેવાણને પરબારી હા પાડી દીધી કૈક તો વિચાર કરે માણસ..!’ નાથાલાલ રોષ પૂર્વક બોલી ગયા.
‘ કેસરના બાપુ, મનેય ખબર છે કે વરસ નબળું છે પણ દીકરી જુવાન થાય એટલે વેળાસર સાસરે વરાવી દેવાય જેટલી ઉતાવળ થાય એટલું બધાના હિત માં ને સામાપક્ષે વેવાઈને એક ખર્ચે બે પરસંગ ઉકલે એમ હતા એટલે મેં હા પાડી દીધી’
‘ઈ બધી વાત તારી હાચી પણ હવે શું કરવું ? ત્રીસ ત્રીસ વરસથી કાળી મજુરી કરી જીવ ની જેમ સાચવેલી મૂડી કાગળિયાં થઇ જાય. પાંચસો ને હજારની નોટું કોઈ લેતું નથી..’ અરે આ પાંચસો રૂપિયા માટે કેટલા દા’ડા મજુરી કરવી પડી સે એ સરકારને ખબર સે...? કાલે ગોર મારાજ ને ઢોલીને માંડવાનું કેવા ગયો ત્યારે એણે ચોખવટ કરી કે અમે પાંચસોની ને હજારની નોટું ની લઈએ એટલે મારે હાથ જોડી વિનંતી કરવી પડી કે બાપલીયા ટાણું સાચવી દયો તમને રાજી કરી દઈશ. જોતો ખરી છતે પૈસે આપણા કેવા હાલ થઇ ગયા છે..!’ નાથાલાલ ઉગ્ર મને બોલી ઉઠ્યા.
આખો દી મેં’માનો ની સરભરા કરી થાકી ગયેલ નાથાલાલ રાતે ખાટલે આડા પડ્યા ફળિયામાં થોડું અંધકાર , ઝાંખો પ્રકાશ, ઝાંપે રડતા કૂતરાનો તીણો અવાજ , ફળિયાના ખુલ્લા આકાશમાં સામું એકીટશે જોઈ નાથાલાલ આવતીકાલના વિચારોમાં ખોવાઈ ગયા...
કાલે સવારે જાન આવી પો’ચશે ને વચન મુજબ વેવાઈને બે લાખ દેવાના છે ને વેવાઈ ભારે જીદ્દી કોઈનું માને નઈ ને જૂની નોટું નઈ લ્યે તો બીજી નવી નોટું હું ક્યાંથી લાવીસ ? આ માણસનું કઈ કેવાય નઈ. વાત વટે ચડી તો મારી દીકરીની જાન.....?
‘ઉઠો, જાન પાદરે આવી પોચી છે જલ્દી સામૈયાની તૈયારી કરો. ગોરબાપા ને ઢોલીને હજી કેમ આયવા નથી..?.’ કેસરની માં ઉતાવળે બોલી.
જાન આંગણે આવી પહોચી સૌના આગતા સ્વાગતા થયા મેમાનુંના ઉતારાની વ્યવસ્થા થઇ. બધું બરાબર હતું પણ નાથાલાલના મનમાં સતત ઉચાટ હતો કે વેવાઈ હમણાં રૂપિયા માંગશે ને....!
‘નાથાભાઈ તમને વેવાઈ ઉતારે બોલાવે છે...’ આ શબ્દો કાન પર પડતા નાથાલાલનો જીવ અધ્ધર થઇ ગયો. વેવાઈ ની સામે શું થશે. મારી આબરૂ....! પણ મન મક્કમ રાખી મનમાં ભગવાનને યાદ કરી ઉતારા તરફ રવાના થયા.
‘આવો..આવો વેવાઈ.., બધું તૈયાર છે ને...?’ વેવાઈએ નાથાલાલની આંખ સામે આંખ પરોવી કહ્યું. ‘ હા વેવાઈ મારા ગજા પ્રમાણે બધી વ્યવસ્થા કરી છે. આ દીકરી મારા કાળજાનો કટકો છે એનું ધ્યાન રાખજો ને ભૂલચૂક થાય તો માવતર સમજી માફ.... આટલું બોલતા નાથાલાલની આંખમાંથી દડદડ આંસુ ટપકવા લાગ્યા.
‘અરે..અરે..વેવાઈ ! ભલા માણસ, તમે શુકામ ઉપાધી કરો છો તમારી દીકરી આજથી મારી દીકરી બસ, તમે આ બાબતે જરા પણ ચિંતા કરશો નહિ અને બીજી એક ખાસ વાત તમને અત્યારે અહી બોલાવવાનું ખાસ કારણ એ છે કે મારે તમારી પાસેથી એક પણ રૂપિયો જોઈતો નથી બસ કંકુની કન્યા વળાવી દયો અને તમે દીકરીને જે સંસ્કારો આપી સારીરીતે ઉછેર કાર્યો તે ઓછું નથી. જો હું આ રૂપિયા લઉં તો પાપનો ભાગીદાર થાઉં.આ નોટબંધીમાં કઈ કેટલાય ધનપતિઓ ધોવાઈ ગયા ચાર ચાર દીકરીનો નીભાવ કરતા પરિવારની શી દશા હોય તે મને માલુમ છે. એટલે મારે કઈ જ જોઈતું નથી.’ વેવાઈના એક એક શબ્દ સાંભળી નાથાલાલ પોતાની લાગણી રોકી ન શક્યા સીધા વેવાઈને ભેટી પડ્યા. હાજર સૌ મહેમાનો આ અલૌકિક દ્રશ્યને નિહાળી બંને વેવાઈને તાળીઓથી વધાવી લીધા.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com