Made in India
મનુષ્ય શરીર ઉત્તમમાં ઉત્તમ છે. આત્મા પરમાત્મા છે. આપણા જીવનનું લક્ષ્ય ઉત્તમમાં ઉત્તમ હોવું જોઈએ. જ્ઞાન, ધન,પદ, પ્રતિષ્ઠાની ઈચ્છા હોવી સ્વાભાવિક છે પરંતુ ક્યારેક લક્ષ્ય પૂરું થયા વિના અધવચ્ચે અટકી જઈએ છીએ. મન ચલિત થઇ જાય છે.
જીવનમાં જે કર્મ કરવું તે શ્રેષ્ઠ કરવું. શ્રેષ્ઠથી ઓછું ન ખપે. કામ કર્યાનો પૂર્ણ સંતોષ જ આનંદની અનુભૂતિ કરાવે છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાની નથી પરંતુ અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરી અટકી ન જવું.જે તે ક્ષેત્રનું જ્ઞાન મેળવવા આજીવન વિદ્યાર્થી બની સતત નવું શીખતા રહેવું.
પ્રતિદિન પોતાના લક્ષ્ય પર આગળ વધવા ખંત પૂર્વક મહેનત કરવી. પોતાના કાર્ય પ્રત્યે પ્રમાણિક રહી આગળ વધતા રહેવું. આપણા ક્ષેત્રમાં સફળ થયેલી વ્યક્તિને સન્માન આપી નમ્રતાપૂર્વક શીખવું અને સંપર્ક બનાવી રાખવો. પરિવર્તન નો સ્વીકાર કરવો.
જીવનમાં ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ બાદ પણ અટકવાનું નથી. જીવનનું સાચું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ છે. ભગવદ પ્રાપ્તિ માટે સંસારનું સુખ છોડવાની જરૂર નથી. આપણે જ્યાં છીએ જે સ્થિતિમાં છીએ ત્યાંથી સેવા, સત્કર્મ અને પ્રભુ સત્સંગ દ્વારા સાધના કરવાની છે.
પરમાત્માની પ્રાપ્તિ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. પ્રભુ સત્સંગ જ જીવનનું સાચું સુખ છે. જ્યાં સુધી પરમ પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકવું વાજબી નથી.
ટહુકો :
મનુષ્ય શરીર ઉત્તમમાં ઉત્તમ છે તેથી,
મનુષ્યનું લક્ષ્ય પણ ઉત્તમમાં ઉત્તમ હોવું જોઈએ.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com