Made in India
તારા માટે શબ્દ અને મારા માટે સાથી,
લગીર સમજફેર...મેળ પડે ક્યાંથી?
તારુ સમણું કાલ ને મારી હયાતી આજ
એક રાતનો ફેર...સવાર પડે ક્યાંથી?
તારી પહેચાન તું ને એમાં જ સમાઈ હું
ફક્ત નામફેર... અંતર પડે ક્યાંથી?
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on March 25, 2013 at 6:49am — No Comments
ઘૂંટ્યા કરે છે એકડો, જે માનવી, એમજ,
જીવ્યા વિના મરતો રહે તે માનવી, એમજ.
આદત રહી જે માનવીની જીદ કરવાની,
લે ક્યાં કશું શીખી શક્યો છે માનવી, એમજ.
હા, આ ઘડી ને તે ઘડી કરતો રહે છે માનવી,
ને બે ઘડીમાં જાય છે, લે માનવી, એમજ.
છે ધાવણી થી લાકડે…
ContinueAdded by Janak Desai on March 25, 2013 at 3:05am — No Comments
પ્રેમ અગન,
જે, પ્રિયે પામ્યા પછી,
ઓલાઈ’તી તે;
*
*
સળગી ફરી,
રૂપ બદલી, મને
બાળતી રહી
*
*
આગ ભીતરે,
સમાવી શકું, મળે
પ્રિય ફરી તો.
...જનક
Added by Janak Desai on March 25, 2013 at 2:07am — No Comments
એનું :
આવવું જાવવું, ડાળ પર બેસવું,
જોઉં છું, કેટલું સહજ લાગે;
છો ભલે બે ઘડી માત્રનું આવવુ,
ના ઘડી, તોય જો નિત્ય આવે;
ડાળ પર ઝુલવુ, કંઠમાં નાચવું,
હર ઘડી કેટલો હર્ષ આપે;
ડાળ પર બેસવું, ને ફરી ઊડવું,
દૂર આકાશ જૈ, પાંખ વ્યાપે;
જે મળ્યું તે ગળ્યું, અન્ય કૈં ના ગણ્યું,
ચિત્ત માં ચૈન લૈ, રાતમાં…
Added by Janak Desai on March 25, 2013 at 2:05am — No Comments
'કોણ ભલાને પુછે છે અહિં,કોણ બુરાને પુછે છે ?
મતલબ થી બધાને નિસ્બત છે, અહિં કોણ ખરાને પુછે છે ?
અત્તરને નિચોવી કોણ પછી, ફુલોની દશાને પુછે છે ?
સંજોગ ઝુકાવે છે નહિતર, એહિં કોણ ખુદાને પુછે છે ?
Added by Aarti Bhadeshiya on March 24, 2013 at 5:30pm — No Comments
અમરુતને હું લગાવું જ્યાં હોઠે;
ઝાંઝવાના જળ મને આડા આવે.
ઝાંઝવા પડી ગયા માંડ-માંડ કોઠે;
ત્યાં વાદળના લઈને એ ગાડા આવે.
વાદળને બોલ હું ક્યાં જઈ ઠાલવું ?
આંખમાં ફાવતું દરિયાને મ્હાલવું.
દરિયો તો તોય હું ઉલેચી ય દઉં;
જખ્મો જામર લઇ જાડા આવે.
હોઠને તો ગમતા મધના કુવા;
પંડયમાં કઠતા વણપચ્યાં લુવા.
એકાદ ઘૂંટડો પચાવી ય લઉં;
તું લઈને ઉરનાં ધાડાં આવે.
હાથને તો ગમતા સ્પર્શ સુંવાળા;
હથેળીમાં…
ContinueAdded by radhika patel on March 24, 2013 at 2:23pm — No Comments
નથી આમાં કોઈ મારી કરામત
કરી લીધી છે જાત સાથે જ ચાહત
બીજો પ્રણય આ ન સમજતા મારો
કરી રહ્યો છું હૃદય ની મરામત
Added by RAJESH UPADHYAYA on March 24, 2013 at 12:09pm — No Comments
હું અરીસા ની અંદર જાવ છું
થોડો ઠીકઠાક થાવ છું
વળી નીરખી ને જોવ છું
ચહેરા ની કરચલી !આંખો માં કુંડાળા ! મુછ માં સફેદ વાળ !
ને સવાલો પૂર !!
સમય ની દોડ માં મેં ક્યાં મુક્યો છે ?
મારો ચહેરો કેમ બદલાઈ ગયો ?
આ હું તો નથી !! હું ક્યાં ગયો ?
------
નાં આ હું જ છું , હું બદલાઈ ગયો છું
હું રોજ થોડો થોડો બદલાઈ રહ્યો છું
આજે હું કઈક છું , કાલે હું બીજું કૈક હોઈશ
ને છતાં મારી અંદર શું એ જ હું હોઈશ…
ContinueAdded by Hardik Vora on March 24, 2013 at 8:30am — No Comments
પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે..!
આ સમય લાજવાબ હોઈ શકે..!
હાથ હો ખાલી, ભીતરે જો જે ,
મૂડી ત્યાં બે-હિસાબ હોઈ શકે..!
આંખ ભીની ને હોઠ હસતા હો ,
ખાલીપાનો રૂઆબ હોઈ શકે..!
હોવાનો અર્થ એમ જોયો મેં ,
ઓસ પણ આફતાબ હોઈ શકે..!
આજની આ ક્ષણો, હકીકતમાં-
કાલે જોયેલા ખ્વાબ હોઈ શકે..!
વાંચે છે આ હવા સતત જેને ,
પાંદડા પણ કિતાબ હોઈ શકે..!
આ ગઝલ.. જિંદગીએ…
Added by Anil Joshi on March 24, 2013 at 8:01am — No Comments
લંડનમાં રખડપટ્ટી કરતા તમને વાતવિસામો તો વિપુલ કલ્યાણીની સંગતિમાં મળે ,વિપુલ કલ્યાણી સંપાદિત " ઓપિનિયન" વિચારપત્ર હવે બંધ થાય છે એ સમાચાર મિત્ર પંચમ શુકલએ આપ્યા ત્યારે વ્યથિત થવાયું .આજકાલ શબ્દોની ગુજરી બજારમાં " ઓપિનિયન"નો શાંત કોલાહલ મને ખૂબ ગમતો હતો .વિપુલ એ તપસ્વી માનવી છે . નિર્ભીક વિચારક છે .બ્રિય્નમાં રહીને ગુજરાતી ભાષા -સાહિત્યનો અખંડ દીવો રાખવો એ કાઈ નાનીસૂની વાત નથી .વિપુલ કલ્યાણીને સ્યાહી ડોટ કોમ ના સલામ ."ઓપિનિયન"ના અંકમાં શ્રી મહેબૂબ દેસાઈએ " શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મકતા "…
ContinueAdded by Anil Joshi on March 24, 2013 at 7:15am — 1 Comment
Added by કેતુલ મહેતા on March 24, 2013 at 2:50am — No Comments
બરફ એટલે થીજેલું જળ !
છે તારા હૃદય માં ને મારામાં પણ !
તું હસે છે ને પીગળે છે એ ,
તું રડે છે ને ઓગળે છે એ ,
તારા સ્પર્શથી વહેવા માંડે છે !!
લાગણીઓ નું
ખળ ખળ વહેતું ઝરણું
તો પછી શાને "બરફ" થવા માંડે છે ?
-હાર્દિક વોરા
Added by Hardik Vora on March 23, 2013 at 7:30pm — No Comments
તારી કોઈ વ્યાખ્યા નથી .... "તું" તો મારા જીવન નો છો "સાર"..
"તું" થી હું "શરુ" થાવ , અને "તું" જ થી હું "સંપૂર્ણ"....
બધા માટે ફક્ત "તું" જ છો... અને મારા માટે મારું બધું'જ "તું"..
"તું" જ મારી ભીની આંખ ... અને "તું" જ મારા હોંઠ નું મલકવું...
"તું" હૃદય મારું ..અને "તું" જ મારો "ધબકાર"...
"તું" હવા નથી "તું" પવન નથી ..."તું" તો "પ્રાણ-વાયુ" છો મારો ..
"તું" જન્મ નથી અને "તું" મૃત્યુ…
Added by Sanjay Sanjjay on March 23, 2013 at 4:23pm — No Comments
माँ की दवाई का खर्चा, उसे मज़बूरी लगता है
उसे सिगरेट का धुंआ, जरुरी लगता है ||
फिजूल में रबड़ता , दोस्तों के साथ इधर-उधर
बगल के कमरे में, माँ से मिलना,
मीलों की दुरी लगता है ||
वो घंटों लगा रहता है, फेसबुक पे अजनबियों से
बतियाने में
अब माँ का हाल जानना, उसे चोरी लगता है ||
खून की कमी से रोज मरती, बेबस लाचार माँ
वो दोस्तों के लिए, शराब की बोतल,
पूरी रखता…
Added by Gitesh Mehta on March 23, 2013 at 2:30pm — No Comments
વર્ષોથી ચશ્માની એક પારદર્શક પરત નીચે ઢંકાઇને ઊંડી ઉતરી ગયેલી ઝીણી થઇ ગયેલી આંખો તમને ક્યારેય કાતિલ લાગી છે ?
પુરુષને સ્ત્રીની આંખો વિષે બયાં કરતો અક્સર જોઇ શકાય છે .. બહુ ઓછી વખત મેં સ્ત્રીને પુરુષની આંખો વિષે વાત કરતાં સાંભળી છે... હા, નશાનો સુરમો લગાવીને, જાણે ઘેરી થયેલી આંખો, સ્ત્રીને સોંસરવી ઉતરી જતી હોય છે અને નશાનો એ પાણીદાર ઘસરકો સ્ત્રીના હ્રદયમાં એક મનગમતો ઘાવ કરતો હોય છે, ... પણ આવી આંખો સામાન્ય પુરુષના સરળ જીવનમાં જોવા નથી મળતી. જીવનની બદલાતી હવાની કરચોથી છોલાયેલી નજરો અને…
ContinueAdded by Naishadh Purani on March 23, 2013 at 1:31pm — 4 Comments
Added by Gitesh Mehta on March 23, 2013 at 12:15pm — No Comments
Added by Gitesh Mehta on March 23, 2013 at 12:03pm — No Comments
गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला
चिड़ियों को दाना, बच्चों को गुड़धानी दे मौला
दो और दो का जोड़ हमेशा चार कहाँ होता है
सोच समझवालों को थोड़ी नादानी दे मौला
फिर रोशन कर ज़हर का प्याला चमका नई सलीबें
झूठों की दुनिया में सच को ताबानी दे मौला
फिर मूरत से बाहर आकर चारों ओर बिखर जा
फिर मंदिर को कोई मीरा दीवानी दे मौला
तेरे…
Added by Anil Joshi on March 23, 2013 at 9:26am — No Comments
તારા ન હોવાની ખબર દાવાનળ ની જેમ ફેલાઈ રહી છે ,
મારી શ્રદ્ધાના કિલ્લાની કાંકરી એક પછી એક વેરાઈ રહી છે .
ભર બપોરે ઉતરી આવ્યો છે આ ઘનઘોર અંધકાર
ક્યાંક એવું તો નથી કે આ સૂરજની ઘડીઓ ગણાઇ રહી છે ?
જરૂર આ શાસકો સાથે તારો કોઈ સોદો થયો હશે ,
બધા થી નોખી એમની આ જાડી ચામડી વણાઈ રહી છે .
…
Added by Jitesh Gor on March 23, 2013 at 9:00am — 2 Comments
મારી નજરમાં હજુય છે, જે નગર પગલાં હવે ના પડે
માણેલ દ્રશ્યો મનમાં હજુય છે, આંખો ને ભલે ના જડે.
હરેક શ્વાસે માટી મહેંકતી, હરેક પગલે ધરતી ધડકતી
પરિચિત પ્રાણ, પરિચિત પ્રેમ, હજુયે મારું જીવન ઘડે
ના બાંધી છે કોઈ અવધી, ના બંધ કરી છે કોઈ બારી
રક્તવાહિની ગલીઓ માં સબંધો ની હુંફ હજુય…
Added by Janak Desai on March 22, 2013 at 11:12pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service