Made in India
|
Added by Facestorys.com Admin on March 29, 2013 at 7:00pm — 7 Comments
विखवाद के खोफमें जीये जा रहा है..
ग़मका जहर धीरे-धीरे पिये जा रहा है...
तेरे अंदर जो आग लगी हुई है-
हो सके तो कुछ दिए जलादे.....
जिस मिट्टी के तले तेरी सांसे दबी हुई है-
हो सके तो कुछ फुल खिला दे....
रोशन राहोपे चलकर,
खुदकी खुशबू बिखेरकर,
हिला दे उसके वजूद को तू बस अपनी बंदगी से .......
खुद चलके आयेगी मिलने जिंदगी फिर जिंदगी से......!!!!!
-Radhika patel-
Added by radhika patel on March 29, 2013 at 7:00pm — No Comments
સમાજથી જીતેલા ગુનાહોની વણઝાર લઈને બેઠો છું ,
સવારની પહોરમાં અખબાર લઈને બેઠો છું.
મસાલેદાર ખબરોથી ભરેલી થાળીનો રણકાર સાંભળતો બેઠો છું
સવારની પહોરમાં અખબાર લઈને બેઠો છું.
ક્રાંતિથી વેપાર સુધીના મુસાફરીનું સાધન પકડીને બેઠો છું
સવારની પહોરમાં…
Added by Ali Asgar M. Devjani on March 29, 2013 at 6:57pm — 1 Comment
મૌનની ભાષા સમજવી અઘરી છે ,
શબ્દોની મૂડી ખરચવી અઘરી છે .
બે ધડકતા દિલોને જુદા કરી ,
પ્રેમની બાજી પલટવી અઘરી છે .
શ્વાસમાં શ્વસે દિવસને રાત જે ,
વાત હૈયાની પરખવી અઘરી છે .
૨૭-૩-૧૩
Added by Darshita babubhai on March 29, 2013 at 4:19pm — No Comments
હેલી ઊઠી છે દરિયાના તનમનમાં ,
સરિતા ઝૂમી છે દરિયાના તનમનમાં .
અસ્તિત્વ ભૂલી પોતાનું બારેમાસ ,
જાન રેડી છે દરિયાના તનમનમાં .
ચાંદની રાતે મિલનની ઘડીઓમાં ,
નાવ ખેડી છે દરિયાના તનમનમાં .
સજની સુહાગરાતે , તે વ્હાલપની ,
રાગી છેડી છે દરિયાના તનમનમાં .
દૂર સાજનને મળવા જવા માટે ,
આંધી ઊડી છે દરિયાના તનમનમાં…
ContinueAdded by Darshita babubhai on March 29, 2013 at 4:10pm — No Comments
jindgi suni che tara vager yad thari ave pal pal thashvir tari akho ma che viesakh na bapor no tdeka jevi tara vager jindgi lage che takhi sakva ni thakat nathi jindgi ma tara vager savare tu sanje tu rate tu bapore tu bas tu nitu rat jave jindgi adhari lage che tarqa vager tu nathi to hu pan nathi akho ma thasvir tari jindgi jaya shudhi hashe tu ne tu mari yadho mahashe
Added by yogeshmuliyana on March 29, 2013 at 3:36pm — 1 Comment
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે,
અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે…
હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી,
એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ ઉજાણી…
અને ઉજાણી કરવા આવી રંગોની કૈં ટોળી છે,
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…
યુગોયુગોથી સપનાંઓ પણ હતાં બ્લેક ને વ્હાઇટ,
રંગ તમારો ભળ્યો શ્વાસમાં થયું બધુંયે રાઇટ.
અડ્યા તમે તો લાગ્યું ઇચ્છા કેસર અંદર બોળી છે,
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…
- અનિલ ચાવડા
Added by Anil Chavda on March 29, 2013 at 3:24pm — No Comments
Added by કેતુલ મહેતા on March 29, 2013 at 3:03pm — No Comments
Added by Vinay on March 29, 2013 at 3:02pm — No Comments
ચહલપહલની રાહ જોઉં છું
ક્યાં કોઈ હલની રાહ જોઉં છું ?
તારા શરમાતા ચહેરા પર
નવી ગઝલની રાહ જોઉં છું
આંખોથી અથડાતા લોકો
એક શકલની રાહ જોઉં છું
વર્ષાનાં છે વળતાં પાણી
તેજ અસલની રાહ જોઉં છું
Added by Gitesh Mehta on March 29, 2013 at 1:05pm — No Comments
ભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર
સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર
ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જા, તું ખૂલ્લેઆમ જઈને આફતાબી ભૂલ કર
ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર
ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર
Added by Gitesh Mehta on March 29, 2013 at 12:48pm — 1 Comment
શબ્દ ના શિકાર માં છું ,
હુ તો તારા વિચાર માં છું !
આભ માં ડૂબતો રહું છું ,
ચંદ્ર છું ઉગ્યો સવાર માં છું !
એકલો સાવ પડી જાવ છું ,
જિંદગી તણી રફતારમાં છું !
મૌન ગળતું રહેશે આમ જ ,
હું મૌન ના આધાર માં છું !
ડૂબવું કે તરવું ? શું કરવું ?
હું તો હવે મજધાર માં છું !
-હાર્દિક વોરા
Added by Hardik Vora on March 29, 2013 at 2:00am — 1 Comment
સ્યાહી પર મારી પ્રથમ પોસ્ટ. ખબર નહિ આ અનુભવ કેવો રહેશે.
Added by Jay Bhatt on March 29, 2013 at 1:26am — No Comments
એક સમય જ મારો સાક્ષી હશે,
કુદરતની લીલા ના અનેક તડકા છાંયડા મા,
એ જ પળ એ પળ નો સાથી હશે,
જો મળશે તક તો અચૂક ન્યાય ની અદાલત ભરીશ,
વકીલ બનીને કુદરતને પડકારીશ,
અરે ન્યાયાધીશ બનીને બેઠો હશે તો શું થયું?
સમયના ચક્ર મા એને પણ ખેંચી લાવીશ,
હારીશ તો ય વિધાતા થી તું “સ્વમાન”
…
Added by Rushik Dipakkumar Raval on March 28, 2013 at 11:32pm — No Comments
“અરે મમ્મી , મને લેટ થાય છે, જલ્દી ટિફિન આપો તો” ઉતાવળે પગલે ભાગતી અનુશ્રી અચાનક થંભી ગઈ. બે ઘડી એ હજી ક્ષણ પહેલા, કાને પડેલા અવાજ સમક્ષ જોતી રહી.એ સાદ હતો એના…
ContinueAdded by Ami Dhabuwala on March 28, 2013 at 7:44pm — 2 Comments
દંતક્ષત ,નખક્ષત જરીક રુઝાયા,
પણ હ્રદયક્ષત હજીય એમ ને એમ છે...
Added by Tejal Gohil on March 28, 2013 at 5:57pm — No Comments
ધીમે ધીમે માંગ વધારે એવી કામવાળી,
મળી લટકામાં સાળી નામે છે મોંઘવારી,
સાસુ જોઈલો મિજાજથી અદ્લ મા કાળી,
સસરો આજીવન રહ્યો એનો અલગારી,
થયો હવે એ નોકર, ડ્રાઈવર ને માળી,
ફળ્યાં છે ગૌરી વ્રત કહે એ ઘરવાળી !!! :))
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on March 28, 2013 at 10:09am — No Comments
નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ
અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ
કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ
હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ
- અદમ ટંકારવી
Added by Gitesh Mehta on March 28, 2013 at 9:26am — 2 Comments
.આપણું કાવ્યવિશ્વ પણ રંગબેરંગી ઇન્દ્રધનુષ જેવું છે
.કવિતાને પણ પોતાનો રંગ હોય છે . પણ થોડા દિવસ પહેલા જ મને એક કવિતા
વાંચવા મળી .કવિતાનું શીર્ષક હતું " poem about secularism
સહુથી પહેલા તો કાવ્યનું શીર્ષક વાંચીને જ હું થથરી ગયો .મને થયું કે
સેક્યુલારિઝમની આ હૈયાસગડીમાં વધુ કોલસા નાખીને હોળી શા માટે પ્રગટાવવી
જોઈએ? પરંતુ હિમત એકઠી કરીને આખી કવિતા વાંચી તો બહુ મજા પડી ગઈ .હોળી એ
ભલે…
Added by Anil Joshi on March 27, 2013 at 10:36pm — 1 Comment
हेप्पी होली ....हेप्पी हो ली ...
म्हारो ससराजी आयो बाहरगाम से
आ के मन्ने बोल्यो : ले थारे वास्ते घेवर लायो हु ,
अब कह दे छोरी हेप़ी होली,,
में बोल्ली : मन्ने को घेवर न चाहिए बाबूजी ..
मन्ने तो बुला दो म्हारो सैयाजी फिर मै कहू हेप़ी हो ली..
म्हारी सासुजी आई बाहरगाम से
आ के मन्ने बोली : ले थारे वास्ते घाघरा चोली लाई हु ,
अब कह दे बावरी हेप्पी होली,,
में बोल्ली : मन्ने को घाघरा चोली न चाहिए माईजी ..
मन्ने तो बुला दो म्हारो सैयाजी फिर मै…
Added by desai shilpa vivek on March 27, 2013 at 6:46pm — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
Switch to the Mobile Optimized View
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service