“અરે મમ્મી , મને લેટ થાય છે, જલ્દી ટિફિન આપો તો ઉતાવળે પગલે ભાગતી અનુશ્રી અચાનક થંભી ગઈ. બે ઘડી હજી ક્ષણ પહેલા, કાને પડેલા અવાજ સમક્ષ જોતી રહી. સાદ હતો એના દાદાજીનો, “બાય બેટા”. આમ તો રોજ અહી, સોફા પર બેસતા, રોજ એને જતા જોતા પણ આજે હમેશા દાદાજીના કામને ટાળતી અનુશ્રી  એક વારમાં ,  કહેતાની સાથે એમનું કામ કરી આપ્યું એટલે કે પછી ભીંતરની લાગણી  રૂપે, એમના અવાજની આત્મીયતા એને સ્પર્શી ગઈ.દાદાજીને વહાલભર્યું આલિંગન આપી જતી રહી. ગાડીમાં બેસીને એન્જિન સ્ટાર્ટ કર્યું ને જાણે મગજમાં પણ અનેક વિચારોની કળી ફૂટવા લાગી. દાદાજીને બાય કહીને તો નીકળી પણ એનું મન અનેક વિચારોમાં-માત્ર દાદાજીના-અનેક વિચારોમાં ભળી ગયું . અનુશ્રી ફાઈન આર્ટસનો અભ્યાસ કરી રહી હતી અને એક જાહેરાત એજન્સીમાં સારી એવી પોસ્ટ પર પણ હતી. સુખી અને સમૃદ્ધ  હતી.ઘરમાં મમ્મી, પપ્પા અને દાદાજી. એકની એક પુત્રીને સૌ લાડ લડાવતા.અરે, બાની તો પ્રિય દીકરી હતી.જયારે બા અચાનક મૃત્યુ પામ્યા ત્યારે માત્ર ૧૨ વર્ષની હતી. કાચી ઉમરે સમજી શકી  કે બા ક્યાં જતા રહ્યા?! બાના વિરહમાં સૌને આંસુ સારતા જોઈ ને પણ આંસુ વહાવી લેતી.

                                બચપણ સાપસીડીનો સાપ છે  જે હમેશા રમતને પહલેથી શરુ કરાવે છે.એક પછી એક બધા દિવસોની યાદ આંખ સમક્ષ તાદ્રશ થવા લાગી. વાહનોનો ઘોંઘાટ જાણે એને સંભાળતો નહોતો.ભૂતકાળના દિવસો આજે ભીંતરમાં ઊંડે ઊંડેથી સાદ પાડી રહ્યા  હતા, જે આજ સુધી સંભાળવાની તસ્દી લીધી હતી.બાળપણમાં જૂના ઘરમાં , દાદાજી પગથિયાં પરથી ફૂલ ફેકતા ને નીચે ભગવાનને પ્રાથના કરતી અનુશ્રી  જાણે ભગવાને વર્ષા કરી હોય એમ થનગની ઉઠતી. ડાન્સ ક્લાસમાં સાયકલ પર લેવા-મુકવા આવતા ને રસ્તામાં જાતજાતની વાર્તા કહેતા દાદાજીને સમજતા કેમ આટલી વાર લાગી અનુશ્રી સમજી શકી નહિ. ઉમરના પડાવ પર જયારે એકલતા એમને કોરી ખાય છે ત્યારે હું કેમ એમને હજી સુધી અવગણી રહી?અનુશ્રીના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા રહ્યા. લાલ સિગ્નલ પર ગાડી ઉભી તો રહી પણ વિચારોના અટકયા.હા, વિચારોની દિશા બદલાઈ પણ કેન્દ્ર સ્થાને તો દાદાજી રહ્યા.

                                ચોકલેટ હોય કે નવા કોઈ બિસ્કીટ કેટલા પ્રેમથી લાવતા ને એમનું વાક્ય દીકરા આજે ખાય લે, કાલે જયારે દાદાજી નહિ હશે ત્યારે યાદ કરજો દાદાજીને કેટલું આત્મગૌરવ અને કંઈક આપ્યાનો આનંદ!! આટલી નિઃસ્વાર્થ ભાવનાની સામે અનુશ્રી પોતે વળતરમાં શું આપ્યું , વિચારતી રહી. એમનો પ્રેમ, સન્માન અને એમણે આપેલી નાની નાની ખુશીઓ એમને પાછી આપી શકાય? ઊંડા વિચારમાં ડૂબી ગઈ હતી.કોલેજ તો પહોચી ગઈ પણ ક્લાસમાં જઈ શકી. જાય પણ શી રીતે? આજે ઉઠેલા તમામ પ્રશ્નો નિરુત્તર હતા. જાણે કોઈ દર્પણ બતાવી રહ્યું હોય એમ પોતાની છબી મનમાં ઉપસવા લાગી.કોરીડોરમાંથી પસાર થતા લોકોની વાત જરા કાને પડી ત્યારે અહેસાસ થયો કે આંખમાંથી ક્યારની જાળવી રાખેલી ભીનાશ બહાર આવી ગઈ હતી.અનુશ્રી તરત આંસુ લૂછ્યા અને એક શાંત ખૂણામાં જઈ બેઠી.અહી એકાંત તો હતું. પણ મનમાં ઘણો ઉચાટ હતો.ફરી એક  વાર શૂન્યમાં તાકવા લાગી. પરીક્ષા સમયે જયારે આખી રાત વાચ્યું હોય અને સવારે પગે લાગવા જતી વેળા દાદાજીના આશીર્વાદ ઓલ વેરી બેસ્ટ, આજે તારું પેપર બો સરસ જશે. હું કહું છું ને. કેટલી મહેનત કરી છે મારી દીકરી સાંભળીને કોણ જાણે આત્મવિશ્વાસમાં હમેશા વધારો થતો. વિષયનું જ્ઞાન હોવા છતાં સીધા દિલથી નીકળેલા આવાં વચનોથી હમેશા એક અદભુત લાગણી થતી. ઉપરાંત, ઘરે ભેળ બને કે પાણીપુરી, પેલા થેલાવાળા ગોપાલકાકા અચૂક યાદ કરાતાં.એકની એક વાત પણ કેટલા ઉત્સાહથી કેહતા! એમના વીતેલા દિવસોનું કેટલા સ્નેહથી જતન કરતા! થોડીક ક્ષણો પુરતું એના ચહેરા પર સ્મિત રેલાય ગયું પણ પછી ફરી અમુક વિચારે એના ચહેરા પર સખ્તતા સ્થાપી દીધી. શું વૃદ્ધાવસ્થા એટલે વીતેલી યાદોને સંભારવાની અવસ્થા? તો શા માટે એકલતા આટલી ક્રૂર અને નિર્દય બનતી હશે? ફરી નાના બાળકની જેમ મન અનેક પ્રશ્નો કેમ કરતુ હશે?પણ નાના બાળકોના પ્રશ્નો પર સૌ પ્રેમથી ઉત્તરો આપે છે તો વૃદ્ધોના બે ચાર પ્રશ્નો પર ચિડાય કેમ જતા હશે? એમની હાજરી ભારરૂપ કે બિનજરૂરી કમ લાગતી હશે? શું મારા દાદાજી પણ દુનિયામાં પોતીકા પ્રેમ માટે ઝૂરતા અન્ય વૃદ્ધોની જેમ એકલતાની ખાઈમાં ઊંડે ને ઊંડે ઉતરતા હશે?

                                પ્રશ્નોના ઊંડા સાગરમાં ડૂબકી મારીને વધુ અંદર ને અંદર દોરાતી જતી અનુશ્રીને જાણે કોઈ હાથ ખેચી ફરી સપાટી પર લાવી હોય એમ ઝબકી ઉઠી. જોયું તો એના ફોન પર કોઈ રીમાઈન્ડર વાગતું હતું.”dadaji’s Birthday” તરત ઉભી થઇ ગઈ. અરે હા, “થેંક યુ વેરી વેરી મચ હસતા- હસતા કહેતા અથવા કોઈ શુભેચ્છા પાઠવે   પહેલા જાતે હેપ્પી બર્થ ડે બોલી દેતા મારા દાદાજીની કાલે બર્થડે છે. અનુશ્રી ઝૂમી ઉઠી.દાદાના જન્મદિવસના આગલા દિવસે એને દાદાનું ખરું મૂલ્ય સમજાયું હતું.અનુશ્રીને મન તો દાદાજીનો કાલે ફરી જન્મ થશે. આધુનિક યુગનું એક રીમાઈન્ડર દાદા- પૌત્રીના સંબંધને નવી દિશા અને નવા ઉષ્માભર્યા સમયના આગમનનું નિમંત્રણ બની રહ્યું.

 

 

અહી પ્રશ્નો ઉઠાવવાનું કારણ માત્ર આપણી અંદર રહેલી અનુશ્રીને જગાડવાનું છે. પ્રશ્નો જો દરેક પુત્ર કે પૌત્રીના મનમાં ઉઠશે અને માટેની લાગણી તીવ્ર બનશે ત્યારે મારા ખ્યાલથી વૃદ્ધાશ્રમ ઢળતી ઉમરનું એકમાત્ર મનોરંજન સ્થળ બની રહેશે નહિ કે રહેવાનું સ્થળ!

Views: 205

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Ami Dhabuwala on March 29, 2013 at 10:20am

Thank You Alpeshji... :)

Comment by alpesh vaghela on March 29, 2013 at 10:09am

khubaj saras amiben, aape dadaji ane pautri na prem ni vaat ekdam sachi ane sachot rite aapi chhe. aapni lekhan nikhalasta ne khub khub abhinandan........

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service