Made in India
.આપણું કાવ્યવિશ્વ પણ રંગબેરંગી ઇન્દ્રધનુષ જેવું છે
.કવિતાને પણ પોતાનો રંગ હોય છે . પણ થોડા દિવસ પહેલા જ મને એક કવિતા
વાંચવા મળી .કવિતાનું શીર્ષક હતું " poem about secularism
સહુથી પહેલા તો કાવ્યનું શીર્ષક વાંચીને જ હું થથરી ગયો .મને થયું કે
સેક્યુલારિઝમની આ હૈયાસગડીમાં વધુ કોલસા નાખીને હોળી શા માટે પ્રગટાવવી
જોઈએ? પરંતુ હિમત એકઠી કરીને આખી કવિતા વાંચી તો બહુ મજા પડી ગઈ .હોળી એ
ભલે રંગોનો તહેવાર હોય પણ આ કવિતાને કોઈ રંગ જ નથી .કવિ લખેછે કે આપણે
પહેલીવાર દાંતની સારવાર કરાવીએ છીએ ત્યારે એમાં પીડા નથી હોતી એમાં
પીડાનો રંગ નથી હોતો .સેક્યુલારિઝમ એ સાયકલ તો છે પણ એ સાઈકલને ચેન નથી .
આખું કાવ્ય તમે મૂળ ભાષામાં જ એન્જોય કરો
" First dentistry was painless
then bicycles where chainless
And carriages where horseless
And many laws in-forceless
soon orange where seedless
The proper diet Fat-less
The college boy was hat-less
New motor roads are dust-less
Cigar was nicotine -less
And coffee caffeine-less
Our new religion
GOD-less
આખી કવિતાનો મુડ જોતા એવું લાગે કે આ કવિતાને કોઈ રંગ નથી પણ
સેક્યુલારિઝમ ઉપર તીવ્ર કટાક્ષ મૂકતી જાય છે .સેક્યુલારિઝમ એ વિદેશી શબ્દ
છે જેને ભારતની જમીન સાથે કોઈ નિસબત નથી પણ જે માત્ર બુધ્ધિથી જ વિચારે
છે એવા આળસુ લોકોની આ માથાપચ્ચીસી છે .આર્મચેર ફિલસૂફી છે . અકરમ સાકિબ
નામના એક મુસ્લિમ કવિએ સેક્યુલારિઝમ ઉપર એક કવિતા લખી છે .એ કવિતા મને
ખૂબ ગમી છે .સેક્યુલારીઝ્મના પોપ કે ધર્મગુરુ બનવાના અભરખા એ શુષ્ક
દિમાગની પ્રોડક્ટ છે .તમે જો માનવીને જજ કર્યા કરશો તો માનવીને પ્રેમ
કરવાનો સમય જ ક્યારે મળશે? માનવીનું દિમાગ એ ધોબીની દુકાન જેવું છે
.ધોબીની દુકાનની વિશેષતા એ છે એમાં ધોબી સાડા કે કિમતી કપડાઓને રંગ
પ્રમાણે અલગ કરે છે .Laundry is the only thing that should be separated
by colors. અરે ભાઈ ,દરેક આમઆદમી સેક્યુલર જ હોય છે .આપણા અથર્વવેદમાં
ચોખ્ખું લખ્યું છે કે " પીવાના પાણીનું સ્થાન એક જ હોવું જોઈએ .ભોજન પણ
એક જ ભાણે કરવું જોઈએ .જૂદા જૂદા રંગની ગાયો દૂધ તો એક જ રંગનું આપેછે
ને" આ શબ્દો અથર્વવેદના છે .આપણે ત્યાં બુધ્ધિમાનો અપરંપાર છે પણ "
પ્રજ્ઞાવાન"ક્યાય ગોત્યો જડતો નથી ." પ્રજ્ઞા"અને "બુદ્ધિ"વચ્ચે હાથી
ઘોડા જેટલો તફાવત છે .જેની આંખ ત્રાજવું બનીને સૃષ્ટિને નિરખતી હોય એ
વ્યવહારડાહ્યો કહેવાય છે અને જેની આંખો કરુણાથી છલકતી હોય એમાં જ
પ્રજ્ઞાનો નિવાસ હોય છે .કવિતા એ બુદ્ધિની કરામત નથી પણ પ્રજ્ઞાની
પ્રસાદી હોયછે .પ્રેમનો પડછાયો હોય છે .અકરમ સાકિબની આ કવિતાનું શીર્ષક "
સેક્યુલારિઝમ "તે હવે તમે એન્જોય કરો .અંગેજી બહુ સરળ છે .અનુવાદની જરૂર
નથી
What love is and what is hate
What is destiny and what is fate
Think not of such ethereal things
Be carefree and carry on the binge
Of thy heart not of your mind
Live a life of special;
Look around you and find love
Live a happy life like that of a dove
સિનાન અન્તૂન નામના એક ઈરાકી કવિએ પણ લખ્યું છે કે " જે લોકો બુદ્ધિબર્બર
છે એમનું બ્રહ્માંડ ટુકડા ટુકડામાં કપાયેલું છે .અખિલ બ્રહ્માંડ એમની
પાસે નથી .તેઓ પુસ્તકોની કતરણ અને તસ્વીરોના મ્યુઝિયમ જેવા હોય છે . ઈરાક
વેબસાઈટો પર વિખરાયેલું પડ્યું છે .પહેલા તો એક માં ગર્ભવતી હોય ત્યારે
એના નવજાત બાળક માટે સ્વેટર ગૂંથતી જોવા મળતી હતી .પણ આજે એ સ્વેટર નથી
ગૂંથતી પણ પોતાના નહિ જન્મેલા બાળક માટે કફન ગૂંથી રહી છે . યુધ્ધો અને
વેરઝેર ,ગમા અને અણગમા એ દિમાગી પ્રોડક્ટ છે આ વિષય પર હમણાં આ લખી રહ્યો
છું ત્યારે જ એક કવિતા વાંચવા મળી ગઈ .એમાં 7000 વર્ષો પહેલા એક
હાઈસ્કૂલમાં knowledge , Intelligence, Wisdom અને God ( ઈશ્વર) સાથે
ભણતા હતા .ક્લાસમાં ચારેય મિત્રો ચર્ચા કરતા હતા .જ્ઞાનભાઈ સહુને ફેક્ટસ
( facts ) બતાવતા હતા .નોલેજ આપતા હતા .ઈન્ટેલિજટ કુમાર વારંવાર સવાલો
પૂછતાં હતા અને ડહાપણચંદ્ર વારંવાર ઈશ્વર સામે જોતા હતા .અને ઈશ્વર ઊંઘી
ગયા હતા .આ ચર્ચાનું પરિણામ એ આવ્યું કે નોલેજભાઈ અને ઇન્ટેલિજન્ટ કુમાર
સાથે ઈશ્વરને લટકસલામના સંબંધો રહ્યા અને દહાપ્ન અને ઈશ્વર પાક્કા ભાઈબંધ
બની ગયા only Wisdom and God remain good friends..કવિતાને ફેક્ટસમાં રસ
નથી હોતો પણ સત્યમાં રસ હોય છે .ફેક્ટસ એ સત્ય નથી . આખરે સહુથી મોટી
ક્રાઈસિસ પ્રેમની છે .ફ્રિડમની છે .ફ્રિડમનું કુદરતી મૃત્યુ થયું નથી પણ
ફ્રિડમ આપઘાત કરી ચૂક્યું છે .એક અમેરિકન કવિના શબ્દોમાં આ સત્ય સમજવા
જેવું છે "Freedom died last night, at the age of three hundred, three.
He left his children and his wife, with nothing but their dreams
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com