Made in India
વર્ષો પહેલા મેં એક નાટક જોયું હતું .આ નાટકના લેખક
છે અસગર વજાહત .નાટકનું નામ હતું " જિન લાહોર નહી વેખ્યા " હબીબ તન્વીર
દિગ્દર્શિત આ નાટકને હું આજ સુધી ભૂલી શક્યો નથી .હબીબ તન્વીરે આ નાટક
અમેરિકાના કેનેડી સેન્ટર પણ રજૂ કર્યું હતું .આ નાટકનું કથાવસ્તુ ખૂબ જ
સંવેદનશીલ છે .કથા કૈક આવી છે .
ભારતના વિભાજન સમયની આ કથા છે .દેશના ભાગલા પડ્યા એ સમયે એક મુસ્લિમ
પરિવાર લખનૌથી લાહોર હિજરત કરીને જાય છે .એ મુસ્લિમ પરિવાર રઝળતો ભટકતો
,પડતો આખડતો એક શરણાર્થી શિબિરમાં રહેછે .દિવસો વીતતા જાયછે
.પાકિસ્તાનમાં આ પરિવારને રહેવા છાપરું નથી .રાહત છાવણીમાં રહેછે .મહિનાઓ
પછી આ મુસ્લિમ પરિવારને એક મકાન એલોટ કરવામાં આવેછે .આખો પરિવાર હરખભેર એ
મકાનનો લેવા પહોંચી જાય છે .હવે એ મકાનનો કબજો લેતી વખતે એને ખબર પડેછે
કે આજ મકાનમાં એક વૃદ્ધ હિન્દુ મહિલા રહેતી હોય છે .આ હિન્દુ વૃધ્ધ મહિલા
સાવ એકલી જ છે .એનો પરિવાર હિજરત કરીને ભારત ભાગી ગયો છે .હવે જે મુસ્લિમ
પરિવાર મકાનનો કબજો લેવા આવ્યો છે એને ગૂંચવણ ઉભી થાય છે કે જ્યાં સુધી આ
હિન્દુ વૃધ્ધા જીવેછે ત્યાં સુધી આ મકાન આપણા નામે નહિ થાય .સામા પક્ષે
હિન્દુ વૃધ્ધાને પણ એવી લાગણી થાય છે કે આ મુસ્લિમ પરિવાર હજી કેટલા દિવસ
સુધી અહીં રહેશે? એકબીજાની આંખ્યું વઢયા કરેછે .દિવસો પસાર થાય છે .પછી
સમય જતા એવું બનેછે કે આ હિન્દુ વૃધ્ધા અને મુસ્લિમ પરિવાર વચ્ચે ગાઢ
સંબંધ બંધાતો જાય છે .આખો પરિવાર સ્નેહના તાંતણે બંધાય છે .હિન્દુ વૃધ્ધા
પણ દૂધમાં સાકર ભળે એમ પરિવાર સાથે ભળી ગઈ છે .એક દિવસ ઝનૂની મુસ્લિમોનું
ટોળું એ મકાન ભણી ધસી આવેછે .લાહોરના ગુંડાઓને ખબર પડી છે કે એક હિન્દુ
ઔરત બચી ગઈ છે એટલે એને મારી નાખવા માટે ઘરબહાર ઝનૂની ટોળું ઊભું છે .પણ
આ મુસ્લિમ પરિવાર એ હિન્દુ વૃધ્ધાને જાનના જોખમે બચાવે છે .આમને આમ દિવસો
પસાર થાય છે .એક દિવસ આ હિંદુ વૃધ્ધા બિમાર પડેછે .આખો મુસ્લિમ પરિવાર
એની સેવા કરેછે .છેવટે આ વૃધ્ધાનું કુદરતી મૃત્યુ થાય છે .કવે આ મુસ્લિમ
પરિવાર માટે સવાલ એ ઊભો થાય છે કે આ વૃધ્ધાનો અંતિમ સંસ્કાર કેમ કરવો ?
એને બાળવી કે દફનાવવી ? અગ્નિસંસ્કાર કે દફનવિધિ?
પરિવારે ખૂબ મથામણ કર્યા પછી એવું નક્કી કર્યું કે આપણે સ્થાનિક મૌલવીનો
અભિપ્રાય લઈએ .સહુ મૌલવી પાસે ગયા .મૌલવીએ આદેશ આપ્યો કે "આ હિન્દુ ઔરતનો
હિન્દુ રીત મુજબ અગ્નિસંસ્કાર કરવો .પૂરા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવો
"
પછી તો દ્રશ્ય બદલાય છે . મુસ્લિમ પરિવાર વૃદ્ધાની નનામી બાંધેછે .જે કાઈ
હિન્દુવિધિ કરવાનો હોય તે કરેછે .નનામીને કાંધ આપીને મુસ્લિમ પરિવાર "
રામનામ સત હૈ ...રામનામ સત હૈ ...બોલતો બોલતો લાહોરની શેરીઓ વીંધીને રાવી
નદીને કાંઠે જઈને એક હિંદુ ઔરતનો અગ્નિસંસ્કાર કરે છે . આખું દૃશ્ય આંખના
ખૂણા ભીજવી જાય છે હવે બીજી બાજુ એવું બનેછે કે જે મૌલવીએ હિન્દુ ઔરતનો
અંતિમસંસ્કાર હિન્દુવિધિ મુજબ કરવાનો આદેશ આપ્યો હતો તે મૌલવીનું લાહોરના
ગુંડાઓ ખૂન કરી નાખેછે .અહીં નાટક પૂરું થાય છે .આખા થીયેટરમાં સન્નાટો
છવાઈ જાયછે .
આ નાટકમાં તમે જોઈ શકશો કે એક ક્રોસ કલ્ચરલ સમજદારી છે .લખનૌથી આવેલો
મુસ્લિમ પરિવાર અને પંજાબી બુઢ્ઢી ઔરત વચ્ચે જબરજસ્ત ઇન્ટરેકશન થાય છે
.અહીં કોઈ કોઈની ભાષા સમજતું નથી .મુસ્લિમ પરિવાર પંજાબી ભાષાથી અજાણ્યો
છે છતાં ભાવનાઓ ભાષાની સરહદને તોડી નાખે છે . આ નાટકની બીજી વિશેષતા
ધાર્મિક સમભાવ છે .સહિષ્ણુતા છે .ભારતીય પરંપરાની આ જ વિશેષતા છે .પંદરમી
સદીમાં સ્ટેજ ઉપર સંસ્કુત નાટકો ભજવતા હતા .તામીલનાડુ ,કેરાલા ,કર્નાટક
,ગુજરાત અને આંધ્રપ્રદેશમાં સંસ્કૃત નાટકોની બોલબાલા હતી .સમય જતા
1850માં બંગાળ ,તામીલનાડુ અને કર્ણાટકમાં મોર્ડન થિયેટર પ્રવૃતિઓ શરુ થઇ
." જિન લાહોર નહિ વેખ્યા " નાટક જોયા પછી આપણે કોલમની શરૂઆતમાં જે સૂત્ર
કહ્યું હતું તે ફરી રિપીટ કરુછું ." ગોડ ઈઝ નોટ અવેલેબલ ,કેન આઈ હેલ્પ યૂ
? "
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com