ઓશિકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા
કેટલાક આગિયા સૂરજથી તેજમય હતા
એ વળી રુવા રુવાની આરપાર નીકળ્યા
બ્લેડથી બચી ગયા છતાંય લોહી નીકળ્યું
રુના પૂમડાં હતાં એ ધારદાર નીકળ્યાં
આંખ આસપાસ ડાઘ રૈ ગયા છે આજ પણ…
Made in India
શબ્દોની વાત કરીએ તો શબ્દ એ સાતમાં માળેથી રોડ ઉપર ફેકેલા ઈંડા જેવો છે .તે પાછો નથી આવી શકતો .પત્રકારત્વમાં શબ્દ એ નોકરિયાત છે પણ કવિનો શબ્દ શબ્દકોશના શબ્દથી બિલકુલ અલગ છે . તમે કોઈને કવિતા લખતા શિખવી શકતા નથી .કવિતા ત્યારે જ લખી શકાય , જો શબ્દ સાથે તમે આજીવન પ્રેમમાં પડી ગયા હો .શબ્દો એ વૃક્ષના ફરકતા પાંદડાઓ જેવા છે , પણ એ વૃક્ષમાં સર્જકતાના ફળ બેસવા જોઈએ . આપણે ઘણીવાર કવિની અતિ સ્તુતિ કરવામાં વિવેક ચુકી જઈએ છીએ .એક સરસ કવિ વિષે એમ કહેવાયું કે " એને ત્યાં ગુજરાતી શબ્દકોશ નોકરી કરેછે " આમાં…
ContinueAdded by Anil Joshi on February 28, 2013 at 10:36am — 3 Comments
આપણને હોય એવુ ચાંદાને હોય એવુ વુર્ક્ષોને હોઇ એવુ ઘાસને
બોલો પુછી શકાય એ આકાશને?
પુછવાનુ મન મને વાદળને થાય તારુ ક્યાં છે મુકામ મને કોને
અવસરના ગામ છે કેટલાક દુર મારા પગલાની છાપ જરા જોને
પંખીની ચાંચથી કોતરાયેલ ડાળીને પુછો કે કેમ છે લીલાશને
બોલો પુછી શકાય એ આકાશને?
ચોમાસે ઉડીને તેતરનું ટોળુ મારી આંખોમાં આવીને બેઠું
જીવ લગી પાંખોએ…
Added by naresh h. solanki on February 27, 2013 at 10:36pm — No Comments
આ પવન એવું કરે પણ ખરો ,
ખુશ્બુ લઇ ઘર ઘર ફરે પણ ખરો .
શ્વાસમાં રોપી જો તું ડાળખી ,
કોઈ ટહુકો અવતરે પણ ખરો .
આ સમયથી જાય જે જીતી તે ,
ભર સભામાં કરગરે પણ ખરો .
તું બધા અચરજ ત્યજી દે પછી ,
શક્ય છે પથ્થર તરે પણ ખરો .
સ્પર્શી આવી છે હવા એમને ,
સ્વાસ પાછો સંચરે પણ ખરો .
પીયૂષ પરમાર .
Added by piyush parmar on February 27, 2013 at 4:31pm — 2 Comments
ભીતરમાં ઉઠતા સવાલોના જવાબ શોધીએ,
ખુદને મળવા ખાતર થઈને ખુદને શોધીએ,
ક્યારેક મળેલા માનવી સાવ બદલાઇ જાય,
અંદર રહેલા માનવીનાં મૂળને શોધીએ,
સાવ કેમ શાંત થઈને બેસી ગયા તમે,
પહેલાં હ્રદયમાં ઉઠતી’તી એ આકાંક્ષા શોધીએ,
નહિ ચાલે એના વિનાં લગીરેય જીવનમાં,
જેનાંથી આગળ વધાય એ મહાત્વકાંક્ષા શોધીએ,
’લાગણી’ જીવન આટલુ જટિલ નહોતુ,
ક્યાં ગઈ એ જીવન તણી સરળતા શોધીએ.
તેજલ ’લાગણી’
Added by Tejal Gohil on February 27, 2013 at 10:47am — 8 Comments
વરસી રહી છે આફત કઈ કાળઝાળ થઈને
સુખ સૌ ઉડી રહ્યા છે જાણે વરાળ થઇને
દરરોજ હું ચણાતો, દરરોજ ધ્વસ્ત થાતો
પ્રત્યેક ક્ષણ જીવું છું, હું કાટમાળ થઇને
ઓચિંતું આવી ચડતા, જીવલેણ થઇ ગયું એ
આવ્યું જો સુખ તો આવ્યું લીલો દુકાળ થઈને
સિક્કા ઘડી રહ્યો છે ખુદને ભૂસી રહ્યો છે
માણસ મટી ગયો છે તું ટંકશાળ થઇને
આધાર મારો લઈને ઈશ્વર ગઝલ વણે છે
હું તો જીવી રહ્યો છું બસ હાથશાળ થઈને…
Added by Kuldeep Rajendrakumar Karia on February 27, 2013 at 10:34am — 4 Comments
વસંતતીલકા)
ખુલી રહી સમયની નવલી દીશાઓ
પાછું વળ્યુ કટક,દર્દ નથી હવાને
ફુલો ખીલ્યા પ્રણયદીપ સમા નશામાં
આવે સગા હ્રદયને ચુમવા ફરીથી
ખુલ્યા છે દ્વાર જલદી જલદી કશાના
લીલાશમાં અવનિને પીઉ છું હસીને
પંખી કરે તહુંકતી ઢગલી ઘરોમાં
શ્વાસો પરે ઝળકતી પગલી પડે છે
‘તું’’હું’વચાળ નવલું નવલું ઝુલે છે
લીલા પર્ણો હરખના મુખમાં ખીલે છે
દાઝી ગયેલ…
Added by naresh h. solanki on February 27, 2013 at 9:01am — No Comments
અનિલ જોશી
વસંતઋતુ આંગણે આવીને બેસી ગઈ છે .હવાનો મિજાજ બદલાયો છે .રવીન્દ્રનાથ
ટાગોરની નાયિકા એક કવિતામાં કહે છે કે ઘરકામમાં મારાથી કોઈ ભૂલ થઇ જાય
છે ત્યારે મને ખબર પડે છે કે વસંતઋતુ ચાલતી હોવી જોઈએ .ટાગોરની "બાવીસ
વર્ષ" નામની આ કવિતામાં એક ઘરરખ્ખુ સ્ત્રીના નાજુક સંવેદનો ગૂંથ્યા છે
.વસંત એટલે ભૂલ કરવાની મોસમ .ભૂલો કરવાનો પણ એક આનંદ છે .માનવીનું ગજું
ભૂલો…
Added by Anil Joshi on February 27, 2013 at 8:28am — 1 Comment
શાયરી લખતા લખતા , રંગ ફેલાયા હજાર,
જાણી વાતો અતરંગી , જોયા સપના ના વણજાર ,
વીતી વાતો આવી સમક્ષ , આંસુ પણ પકડે અંગાર ,
આવે જાય વિચારો , કે કહુતુલ માં શમે દીદાર
શાયરી લખતા લખતા , રંગ ફેલાયા હજાર .
#Herenow
Added by Baudhik Upadhyay on February 27, 2013 at 3:56am — 1 Comment
ભારતના જાણીતા પત્રકાર- સર્જક મિત્ર વિશ્વનાથ સચદેવ સાથે રોજ મળવાનું થાય છે .વિશ્વનાથ " धर्मयुग" ના તંત્રીપદે રહી ચૂક્યા છે ." Times of india " માં વર્ષો સુધી " नवभारत टाईम्स " ના તંત્રીપદેથી નિવૃત થઈને અત્યારે તેઓ મારી સાથે ભારતીય વિદ્યા ભવનમાં હિન્દી " नवनीत " ના તંત્રીપદે બિરાજમાન છે .તમે વિશ્વનાથને NDTV અને બીજી અનેક રાષ્ટ્રીય ચેનલ ઉપર ચર્ચા કરતા જોયા હશે .પોતે સારા કવિ પણ છે . આજે સવારે વિશ્વનાથ સાથે મોર્નિંગ વોક લેતા મન થોડું ઉદાસ થઇ ગયું ,ઉદાસ એટલા માટે થયું વિશ્વનાથે મને એક ચોકાવનારી…
ContinueAdded by Anil Joshi on February 26, 2013 at 6:40pm — 3 Comments
Added by Kuldeep Rajendrakumar Karia on February 26, 2013 at 6:12pm — 4 Comments
ગીતની ચબરખી એક ખોવાણી ભાઇ એ તમને જડે તો મને આપજો
એવી તે ભીડ મળી સામે કે ભાઇ આ ભીડને પણ થોડી સમજાવજો
ગીતની ઓળખ જરા આપુ જો તમને તો સીધુ સરળ તેનુ રૂપ છે
ર.પા.નુ મુખડુને અનિલનો અંતરો રાવજીનુ ઓળઘોળ દુખ છે
મારી ગુર્જરી ભાષાના ગુજરાતી ગીતને હૈયે લગાવી મમળાવજો
ગીતની ચબરખી એક ખોવાણી ભાઇ એ તમને જડે તો મને આપજો
ચકલીની ચીં જેવો નાનો છે સુનકારો ને ઉપર છે…
Added by naresh h. solanki on February 26, 2013 at 6:00pm — No Comments
दुपहर को देखा न जाने
फर्श पर ये परछाई है किसकी,
वो बंध दरवाज़ा,
खुली हुई खिड़की,
फर्श पर लेटी धुप ,
धुप में बदन को सेकती ये परछाई,
खिड़की से आती हवा,
कुछ बातें करते रहेते है,
आहटों सा देते रहेते है,
कुदरत की आहटें है या खुद कुदरत?
नासमझ मैं ये आहटों को
लफ्जों में बुनती रहेती हूँ,
वो फर्श पे लेटी परछाई में अपनी
गेहेराई को ढूँढती रहेती हूँ।
(C) D!sha…
Added by D!sha Joshi on February 10, 2013 at 9:30am — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service