Made in India
આજે ગુડી પડવો છે .આપણા મરાઠી બંધુ -ભગિનીઓ નું નવું વર્ષછે .સહુ સ્યાહી મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા , મરાઠી ભાષાના વિખ્યાત સર્જકો વિંદા કરંદીકર, નારાયણ સુર્વે અને રમેશ તેન્ડુલકરને હું ભૂલી શકતો નથી .આ ત્રણેય કવિમિત્રો આજે હયાત નથી .આ મિત્રો નામશેષ થઇ ગયા પછી પણ મેં એમના ટેલિફોન નંબરો ડિલીટ કર્યા નહોતા . અમે અનેક કવિ સંમેલનોમાં સાથે કવિતાઓ વાંચી હતી .મને એક પ્રસંગ યાદ આવેછે . એક વાર ભારતીય વિદ્યાભવનમાં કવિ સંમેલન હતું .મોડી રાતે બાર વાગ્યે કવિ સમેલન પૂરું થયું .એ દિવસોમાં હું ખાર રહેતો હતો .વિંદા અને રમેશ તેન્ડુલકર બાન્દ્રા સાહિત્ય સહવાસમાં રહેતા હતા .અમે મોડી રાતે ટેક્સી પકડી .ત્રણેય મિત્રો ટેક્સીમાં ગોઠવાયા .એવામાં વિંદા કરંદીકરે પુરસ્કારનું જે કવર મળ્યું હતું તે ખોલ્યું .રૂપિયા ગણ્યા .પછી મને કહે : " અનિલ ,ત્રણ હજારનો પુરસ્કાર મળ્યો છે .આ રૂપિયામાંથી મારા ઘરની સામે આવેલી ઝુપડીમાં રહેતી અને ભણતી દીકરીને પાંચસો રૂપિયા આપી દઈશ .એને યુનિફોર્મ લેવા કામ આવશે .બાન્દ્રામાં એક વિધવા બહેન રહેછે .એના પતિનું હમણાજ અવસાન થયું છે .કમાનાર કોઈ નથી .એટલે પુરસ્કારના બાકી વધેલા પૈસાનું એના ઘરમાં કરિયાણું ભરવી દઈશ .એ બહેન ને છ વર્ષની એક દીકરી છે .દીકરીને એકલી છોડીને બિચારી ક્યાં કમાવા જાય ?" આટલું કહીને વિન્દાએ પરમ શાંતિનો શ્વાસ લીધો .રમેશ તેન્ડુલકરે ( સચિનના પિતાજી ) પણ એના પુરસ્કારની રકમની આવી જ વ્યવસ્થા કરી લીધી .ટેક્સી આગળ વધતી હતી . હું મારો પુરસ્કાર ઘેર લઇ ગયો એની મને શરમ આવી .વિન્દાએ મને કહ્યું : " અનિલ , કવિ સંમેલન અને કવિતામાંથી આપણને જે પૈસા મળેછે તે પૈસા સમાજના પૈસા છે .એ પૈસા સમાજના નબળા અને લાભવંચિત પરિવારોને આપી દેવાના .આ કવિકર્મ છે .સાચા અર્થમાં લક્ષ્મીપૂજન છે " મારું મસ્તક ખૂબ આદરથી ઝૂકી પડ્યું .હું મારો પુરસ્કાર કોઈ આર્થિક રીતે નબળા પરિવારને આપી શક્યો નહિ એનું ગિલ્ટ મને સતત કોરી ખાતું હતું .રાત્રે ઊંઘી પણ શકતો નહોતો .આખરે મને જયારે દોઢ લાખ રૂપિયાનો નરસિહ મહેતા એવોર્ડ મોરારીબાપુને હાથે મળ્યો ત્યારે મેં એ બધી જ રકમ ગરીબ અને લાભવંચિત દીકરીઓના ભણતર માટે અર્પણ કરી દીધી .હું એ ગિલ્ટમાંથી મુક્ત થઇ ગયો .આ મારી મોટાઈ નહોતી પણ અંદરથી મને કોરી ખાતું ગિલ્ટ હતું . આજે ગુડીપડવાને દિવસે આ બધાજ મરાઠી મિત્રોને હું મિસ કરું છું . એ દિવસોમાં મારાથી એક ગીત લખાઈ ગયું હતું એની બે પંક્તિઓ સાથે સહુ ફેસબુક મિત્રોને ગુડીપડવાની હાર્દિક શુભકામનાઓ .
Comment
aapne malela purshkar mathi samaj ne kai na aapi sakvani vedna aapne anhad thai te vanchi bhav vibhor thai javayu. pan aapne sara nagrik chhaye te j samaj ne moti seva chhe ne ? aathi aapno puraskar daan ma aapi j devo tevu na vicharai ne sir ? aapna sara vichar e samaj ni sachi seva chhe ne ?
અનિલ'દા... આપની દરિયાદિલી ને સલામ...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com