Made in India
MARI વાત -12
"માં એક અક્ષરનું ધામ "
આપણી ગુજરાતી ભાષામાં અદ્ભુત ચમત્કારો જોવા મળે છે. માં નામના એકજ અક્ષરમાં સમસ્ત છંદો,વ્યકરણો સમસ્ત વેદ અને પુરાણો આવી જાય. માં એટલે પૃથ્વી પરનું કદી ના સુકાતું પ્રેમ અને કરુણાનું ઝરણું.
...
જગતના સર્વે પ્રાણી પાસે માં નામની એવી મૂડી છે કે જેનું મૂલ્ય એટલું છે કે ખર્ચ કરતા ખૂટતી નથી. બાળકને માં ના પ્રેમ અને કરુણાનો છાંયો શાતા આપે છે.
માતા અંતરને શાતા…
Added by Ketan Motla on April 25, 2015 at 6:18pm — No Comments
"પતિ ને પરમેશ્વર માનનાર "
બસ, હવે તો દિવસો ગણું છું !
શું કરું ,બધું શહન કરવું પડે છે એનું !
કેમ કે એમની વાત કરું તો.....?
એ શરાબ પીવે, તંબાકુ ચાવે, પરસ્ત્રી ગમન કરે,
મને મારકૂટ કરે !
ને ...માં ને આવી બધી વાત કરું , વળી માં તો પતિને પરમેશ્વર માનનારી એટલે મને સતી સાવિત્રી ને સીતાના દાખલા આપે.!
હું આવા પતિ ને કેમ પરમેશ્વર માનું ?
મેતો પરમેશ્વરને ક્યારેય જોયા નહિ। ...શું તમે જોયા છે ?
શું તેઓ…
Added by Ketan Motla on April 25, 2015 at 5:29pm — No Comments
મારી વાત - 10
''પર-પીડા ને જાણનારા...''
જગતમાં માણસ નામના પ્રાણીને ક્યારેક સ્વાર્થી,દંભી,જુઠો ઢોંગી જેવા વિશેષણો મળ્યા છે. પરંતુ જેવીરીતે વેરાન રણમાં એકાદ વીરડો મળે,જેમ કાંટાની વચ્ચે ગુલાબ રહે અને કાદવમાં કમળ ખીલે તેમ આવા માણસોની વચ્ચે ક્યાંક કોઈ સજ્જન માણસ જીવતો હોય છે.
માણસની સજ્જનતા કે ખાનદાની માપવાનું યંત્ર હજુ સુધી શોધાયું નથી. પરંતુ તેમની પરખ સેવા અને સત્કાર્યો થકી મળે છે.આવો માણસ બધાને શાંતિથી સાંભળે, દુખી લોકોને સાંત્વના આપે અને…
Added by Ketan Motla on April 22, 2015 at 10:32am — No Comments
મારી વાત -9
"મૌન નો મહિમા "
તમારા જીવનમાં ક્યારેક તો એવી પરિસ્થિતિ ઉભી થઇ હશે કે જેનો તમે કઈ પણ જવાબ ન આપી શકો. એટલે કે તમારે મૌન રહેવું પડે. કારણ કે મૌનનો એક અનોખો પ્રભાવ હોય છે. ઘણીવાર કંઈપણ બોલવા કરતા મૌન રહેવું ઉચિત હોય છે.
...
હજારો વર્ષોથી ઋષિ-મુનીઓ મૌન વ્રત પાળી ઈશ્વરની સાધના કરતા આવ્યા છે. મૌન એ ઈશ્વર સુધી પહોચવાનો માર્ગ છે.
મૌન એ માણસની આંતરિક શક્તિ બને છે.મૌન દ્વારા જીવનમાં…
Added by Ketan Motla on April 15, 2015 at 12:30pm — No Comments
મારી વાત -8
"મિત્ર નામની મરણ મૂડી"
તમારી પાસે ધન,સંપતિ,ગાડી,બંગલો હશે કિન્તુ એક પણ અંગત કે નજીકનો કહી શકાય તેવો મિત્ર ના હોય તો ક્ષમા કરશો પણ તમે જગતના સૌથી કમનશીબ ગરીબ વ્યક્તિ બનશો. મિત્ર આપણી સાચી મૂડી છે.મિત્રની સંખ્યા વધુ ના હોય તો ચાલે પણ ઓછામાં ઓછો એક મિત્ર તો હોવોજ જોઈએ.
...
મિત્રતા એટલે કોઈપણ પ્રકારના સ્વાર્થ કે અપેક્ષા વિનાનો સંબંધ। તમે બોલાવો એટલે હાજર.અને બંનેના વિચારો નો એવો મેલ કે…
Added by Ketan Motla on April 15, 2015 at 12:26pm — No Comments
મારી વાત -9
"પૈસો પરમાર્થ ને પંથે "
આપણા બધાના જીવનમાં પૈસાનું મહત્વ છે. હરકોઈ માણસ ને પૈસાની ડગલે પગલે જરૂર પડે છે.આજના સમયમાં માણસ વધુ માં વધુ ભૌતિક સુખ સુવિધા મેળવવા માટે પૈસા કમાવવા નો પ્રયાસ કરે છે.
આજે પૈસાની બોલબાલા છે. પૈસાદાર વ્યક્તિને સમાજમાં માન,સન્માન,ઈજ્જત મેળવવી સરળ બને છે કારણ કે તે પોતાના ધન ના પ્રભાવથી સામેની વ્યક્તિ ને આંજી શકે છે. આવા લોકો દાન,મદદ કરી કીર્તિ મેળવે છે.
ધનવાન વ્યક્તિનો સમાજ પર પ્રભાવ હોય છે. આવા…
Added by Ketan Motla on April 15, 2015 at 12:00pm — 1 Comment
(મારી વાત -7)
ભલાઈનો મારગ ન છોડો "
આપણે જન્મ થી લઇ મૃત્યુ સુધીની સફરમાં અનેક સમસ્યાઓ ની સામે લડવું પડતું હોય છે.જીવનમાં ઘણા સંજોગો એવા આવે કે જેમાં માણસ નું મન વિચલિત થાય,ક્યાય માર્ગ ન સુજે, તમારા નજીકના સગા-સંબંધીઓ કે પ્રિયજન તરફથી થયેલ અપમાન કે હાની થાય. કહેવાતી અંગત વ્યક્તિ તરફથી થયેલ અપમાન કે હાની ને શહન કરવું મુશ્કેલ બેને છે. છતાં પણ તમારા મનમાં એ વ્યક્તિ પ્રત્યે કુભાવ ન લાવવો.
જીવન બહુ ટુકું…
ContinueAdded by Ketan Motla on April 13, 2015 at 6:35pm — No Comments
મારી વાત 6
સખત નહિ સતત રહો....!
આપણી સફળતા માં કેટલાક મહત્વના પાસાઓ ભાગ ભજવતા હોય છે. જેમકે આપણી સારી આદતો ,કાર્ય પ્રત્યેની આપણીનિષ્ઠા, લગન,આપણો દ્રષ્ટિકોણ વગેરે.
આજના યુગમાં સફળતા મેળવવા યોગ્ય આયોજન અને ચોક્કસ ધ્યેય હોવા જરૂરી છે. સફળતાની એક દિશા નક્કી કરી તે માર્ગ પર ધીરજ પૂર્વક સતત ચાલતા રહેવાથી સફળ થવાતું હોય છે.
ઘણીવાર વર્ષોની મહેનત ને અંતે ધારી સફળતા મળે છે. સાહિત્યકારો,કવિઓ,લેખકો તેમની વર્ષો ની મહેનત ને લગન ને કારણે…
Added by Ketan Motla on April 13, 2015 at 6:31pm — No Comments
મારી વાત - 5
"કુસંગ થી દુર રહો...!"
તમારી આસપાસ નજર કરશો તો બે પ્રકારના લોકો જોવા મળશે। એક સીધા,સરળ અને પ્રમાણિક જીવન જીવનારા અને બીજા જુઠા,પ્રપંચી અને ખરાબ આદતો ધરાવનારા.
આપને જાણીએ છીએ કે નીતિ પ્રમાણિકતા જાળવવી બહુ કઠીન છે. કારણ સત્યના માર્ગ પર ઘણા સંકટો આવશે,ઓછી સુખ સુવિધા મળશે તથા સામાન્ય લોકોની ટીકાઓ નો પણ સામનો કરવો પડશે। આમ છતાં સત્યનો માર્ગ કદાપી ન છોડવો કારણ જીવનના અંતિમ પડાવે જયારે તમારા ભૂતકાળ પર દ્રષ્ટી કરશો ત્યારે શ્રેષ્ઠ કર્યાનો સંતોષ પ્રાપ્ત…
ContinueAdded by Ketan Motla on April 11, 2015 at 6:10pm — No Comments
મારી વાત - 4
"મધુર બોલો ,મધુરા બનો.....!"
આપણા શાસ્ત્રોમાં વાણી ને દૈવી શક્તિ કહી છે. મધુર તથા રુચિકર વાણી દ્વારા લોક રદયમાં સ્થાન મેળવી શકાય છે.
શસ્ત્રો દ્વારા યુદ્ધ જીતી શકાય એ કબુલ પરંતુ માનવીના રદયને તો મધુર વાણી દ્વારા જ જીતી શકાય.
વાણીમાં નમ્રતા સાથે લોકહિત ની ભાવના હોવી જોઈએ, વાણી ના પ્રભાવ થી લાખો કરોડો લોકોને મોહિત કરી શકાય, કથાકારો, વ્યખ્યાનકારો,અને નેતાઓ પોતાની પ્રભાવી વાણી દ્વારા કલાકો સુધી લોકોને જકડી રાખે છે.
જીવનમાં એક નિયમ રાખવો કે ગમેતે થાય પણ…
ContinueAdded by Ketan Motla on April 11, 2015 at 5:42pm — No Comments
"ચાલ એકડો ઘુટીયે, "
સાવ કોરીકટ પાટી, ચાલ એકડો ઘુટીયે,
સૌ નીરશાઓને દાટી , ચાલ એકડો ઘુટીયે,
ભાઈ મૃત્યુલોકમાં , કૈક તો કરવું પડે છે,
પામવાને દાલ-બાટી, ચાલ એકડો ઘુટીયે,
સ્વાર્થ કેરા સંબંધોમાં, આટલો શું ગૂંચવાયો,
મૂક કાતર છોડ આટી, ચાલ એકડો ઘુટીયે,
લ્યો, જગતને જીતવાનો, ભેદ કહી દઉં આપને,
પ્રેમનો પરફ્યુમ છાંટી, ચાલ એકડો ઘુટીયે,
છે જીવન રઘુવંશી નું , સાવ સીધું ને સરળ ,
ક્યાય પણ ના દ્રાક્ષ ખાટી ,ચાલ…
Added by Ketan Motla on March 30, 2015 at 10:11pm — No Comments
આપની પાસે ઉપયોગ કરતા વધેલી દવાઓ કચરામાં ફેકતા નહિ !
"Medical Help Box" દ્વારા ગરીબનો પણ જીવ બચી શકે !
આ મેડીકલ હેલ્પ બોક્સ શું છે ?
તમારા ગામ કે શહેર માં જાહેર માર્ગ કે જાહેર સ્થળો પર "મેડીકલ હેલ્પ બોક્ષ" બનાવી રાખવું જેમાં લોકો પોતાની પાસે પડેલી વધારાની દવાઓ આપે તથા અન્ય સગા સંબંધી મિત્રોને સુચન કરે
જે દવાઓ દર અઠવાડીએ કે પંદર દિવસે કોઈ સેવાભાવી ડોક્ટર ની મદદથી ગરીબ વ્યક્તિને "વિના મુલ્યે " મળી શકે.
" જો આમ કરવાથી કોઈ…
Added by Ketan Motla on February 20, 2015 at 12:08pm — No Comments
" બંધ કર ......"
Added by Ketan Motla on February 12, 2015 at 10:24am — No Comments
'બધું ચાલશે' , 'ફાવશે ', 'ગમશે' ,'કઈ વાંધો નઈ' , 'મારાથી ભૂલ થઇ ગઈ' ,'હું આપની માફી માંગું છું' , 'હમણાજ કરી લઉં' , 'ભલે' , 'બહુ સારું' ,
આટલા જાદુઈ શબ્દો નો ઉપયોગ કરતા શીખી લેશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ ચમત્કારિક રીતે દુર થતી દેખાશે.
Added by Ketan Motla on January 18, 2015 at 10:53am — No Comments
''સાજન મારો....."
સાજન મારો જીવન નો આધાર
સાજન મારો પહેલો પહેલો પ્યાર
સાજન મારો હૈયા કેરો હાર
સાજન મારો સાંજ અને સવાર
સાજન મારો સાજ અને શણગાર
સાજન મારો રંગો ને પૂરનાર
સાજન મારો અંતર નો આનંદ
સાજન મારો જીવન કેરો રંગ
સાજન મારો સપના નો સજનાર
સાજન મારો ગીતો ને રચનાર
સાજન મારો ફૂલો ની સુવાસ
સાજન મારો આતમ નો ઉજાશ
સજન મારો ધરતી ને આકાશ
સાજન મારો હૈયાનો…
Added by Ketan Motla on December 30, 2014 at 5:37pm — No Comments
"પથ્થર થી પરમતત્વ સુધી
" હું તો હતો ગામ ની છેવાડે અવાવરું જગ્યામાં પડેલો કાળમીંઢ નિર્જીવ પથ્થર, મને પ્રેમ. લાગણી, હાસ્ય રુદન સુખ- દુખ પાપ પુણ્ય વગેરે ની શું ખબર ? હું તો ટાઢ ,તડકા ,વરસાદમાં અચેતન અવસ્થામાં પડ્યો હતો ત્યાં એક દિવસ ચમત્કાર થયો। ... એક કરુણાશીલ સંતની દ્રષ્ટી મારાપર પડી તેમને મારામાં સુંદર કલાત્મક પ્રતિમાના દર્શન થયા. તેમણે પોતાના આધ્યાત્મિક જ્ઞાન રૂપી ઓજાર દ્વારા મારા મન, વિચાર, કર્મ ના ટાંકણ મારીને મારામાં અજ્ઞાનતાને દુર કરી અને મારામાં છુપાયેલું પરમતત્વ…
ContinueAdded by Ketan Motla on November 20, 2014 at 8:38pm — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service