Made in India
હું હારી ગઈ,
હા..
કબૂલ કરું છું-
આજે
હું હારી ગઈ,
તારા સ્નેહ સામે!!
જ્યારે મેં કહ્યું ,તારું નામ કેમ વિસરું?
એ તો કંઠસ્થ છે..
ને તે કહ્યું,
તારું નામ તો હ્રદયસ્થ છે..
ને
હું હારી ગઈ..!
-રાજુલ
Added by Rajul Bhanushali on April 15, 2013 at 6:13pm — No Comments
રાધે કહે…..
રાત પડે ને કુંવર કાન જોને નીંદ અમારી લૂંટે,
છે બહુ નટખટ નંદ-કિશોર ને નખરાં એને સૂજે.
કાન કહે…..
છો તમે બહુ વહાલા જોતાં આયખું અમારું ખૂટે,
તમારા રૂપનું સૌંદર્યં જ રાધે રાતો અમારી લૂંટે.
રાધે કહે…..
વ્રજનો આ ગોવાળિયો જોને વસ્ત્રો અમારા લૂંટે,
છે નિર્લજ્જ માખણચોર ને જીવડો અમારો ધ્રૂજે.
કાન કહે…..
હૃદયવાસી ગોપીઓ સંગે જ લાજશરમ આ ટૂટે,
તમારા પ્રણય કાજે જ રાધે વાંસળીના સૂર…
Added by Agravat Bipin on April 15, 2013 at 4:59pm — No Comments
कभी थकन के असर का पता नहीं चलता
वो साथ हो तो सफ़र का पता नहीं चलता
वही हुआ की मैं आँखों में उसकी डूब गया
वो कह रहा था भँवर का पता नहीं चलता
उलझ के रह गया सैलाब कुर्रए-दिल से
नहीं तो दीदा-ए-तर का पता नहीं चलता
उसे भी खिड़कियाँ खोले ज़माना बीत गया
मुझे भी शामो-सहर का पता नहीं चलता
ये मन्सबों का इलाका है इसलिए शायद
किसी के…
Added by Gitesh Mehta on April 15, 2013 at 4:45pm — No Comments
તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !
તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?
જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?
હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !
એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?
-અદી મિરઝાં
Added by Gitesh Mehta on April 15, 2013 at 4:42pm — No Comments
કોઈક ભીંજાય છે, કોઈક પલળે છે
અને કોઈક નું ખાલી નિતરવુ ....
ચોમાસા માં વરસાદ ની સાથે તફાવત પણ વરસે છે...
"સહજ"
Added by simply S A H A J on April 15, 2013 at 4:38pm — No Comments
હૃદય "લોઢા" જેવું રાખ્યું તો આંશુ"ના "ભેજ" થી "કટાય" ગયું...,
હૃદય "લાકડા" જેવું કર્યું તો પ્રેમ " ઉધઈ" બની આવી ચડ્યું.........
સહજ
Added by simply S A H A J on April 15, 2013 at 4:28pm — No Comments
II मोबाइलों में "अमोल" कभी बरसातें नहीं हुआ करती I
अब तो मोबाइल में ही वो हमसे हाय -बाय कर लेती है
कभी फेस बुक पर मिल जाती है तो हेल्लो बोल देती है II
हर दिन कहती है के आज मै कैसी लग रही हूँ अच्छी या बुरी ?
ये बात वो मिलकर नहीं अक्सर हमसे मोबाइल पे ही पूछ लेती है …
ContinueAdded by Amol Bohra (साहित्त्यिक नाम ) on April 15, 2013 at 4:00pm — No Comments
અમે યૌવનની એક સવારે,
Added by VIRAL K BRAHMBHATT on April 15, 2013 at 4:00pm — No Comments
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર,…
Added by Stuti Shah on April 15, 2013 at 4:00pm — 2 Comments
હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !
હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !
હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !
હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક…
Added by Stuti Shah on April 15, 2013 at 3:53pm — No Comments
તારું મને ખુબ જાણેલું લાગ્યું,
સપનાઓમાં મન ભરીને માણેલું લાગ્યું....
હા, બે-ચાર વિચારો વ્યાકુળ બન્યા હશે,
જયારે નામ તારું, થોડું અડેલું લાગ્યું....
---------બિહાગ(અનિર્ણિત)
(૧૫-૦૪-૨૦૧૩)
Added by BIHAG TRIVEDI on April 15, 2013 at 3:52pm — No Comments
Added by Komal Bhatt on April 15, 2013 at 3:24pm — No Comments
બે-ચાર પુણ્યોથી ભરાય આ ઘડો તો શું જોઈએ,
રેડો એકાદ ટીપું પાપ નું, ને છલકાય તો શું જોઈએ....
ના મને કદર હતી જે વાત ની આખીય જીંદગી સુધી ,
તેની પરવાહ આ ખુદા ને પણ ન હોય , તો શું જોઈએ...
-------------બિહાગ(અનિર્ણિત)
(૧૪-૦૪-૨૦૧૩)
Added by BIHAG TRIVEDI on April 15, 2013 at 3:10pm — 1 Comment
પાણી સામાન્ય રીતે, પથરાઈ રે'છે.
કિસ્મતનો તારો સાચે, ફંટાઈ રે'છે
નાના લોકોનું દુઃખ સાચે ખૂબી,સમજો,
મોટાનાં સુખ સામે એ છૂપાઈ રે'છે.
પંથી ભૂલે મારગ,ને પૂછે ઠેકાણું,
ચીલા સાથે આ આંખો ચીંધાઈ રે'છે
ચાલો જો મોટાના પડછાયે કાયમ તો,
ભૂલો નાની સૌ, પાક્કી ઢંકાઈ રે'છે.
રાહુલ ખોટે ખોટી ભૂંડી વાતે હંમેશા,
લોકો જે સીધા સાદા વ્હેરાઈ રે'છે.
- રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 15, 2013 at 3:03pm — No Comments
--:--સાધારણ માણસની વ્યાખ્યા --::--
****************************
ના તલવાર હતી ના અન્ય કોઈ હથિયાર ;
માત્ર ખંભા પર ઝાળ,કુહાડી,હથોડો કે પાવડો;
એ ક્યારેય ના લડ્યો પોતાની પ્રજાતિમાં કોઈની સાથે ;
એનો સંઘર્ષ જળ અને જમીન સાથે હતો.
ઘઉં સાથે જેથી રોટી બને,
ભીમકાઈ વ્રુક્ષો સાથે જેથી લાકડું મળે,
દીવાલો સાથે
જેથી તેમાં દરવાજા ખુલે ...!!!
::::---- પાબ્લો નેરુદા ---::::
Added by karan duva on April 15, 2013 at 1:41pm — No Comments
ઇન્શાન મેં હેવાન યહાં ભી હૈ,વહાં ભી,
અલ્લાહ નિગેહબાન,યહાં હી હૈ,વહાં ભી.
ખૂંખાર દરિંદો કે ફક્ત નામ અલગ,
બસ્તી મેં બયાબાન, યહાં ભી હૈ,વહાં ભી.
નારો કા સુકૂન્,વાદો કે ઘર,ખ્વાબો કી ખુશીયાં,
બાજાર મેં સામાન,યહાં ભી હૈ,વહાં ભી.
રહમાન કી કુદરત હો,કી ભગવાન કી મૂરત,
હર ખેલ કા મૈદાન, યહાં ભી હૈ,વહાં ભી.
'ઉઠતા હૈ દિલોજાંસે ધુંઆ'દોનો તરફ હી,
યહ મીર કા દીવાન,યહાં ભી હૈ,વહાં ભી.
--- નિદા ફાજલી
Added by karan duva on April 15, 2013 at 1:41pm — No Comments
દીકરી વહાલ નો દરીઓ
જીગર નો ટુકડો !!!આભાર
એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું: ‘આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની…
Added by Komal Bhatt on April 15, 2013 at 1:40pm — 1 Comment
ઘાસ પર ખેલતા,
એક બચ્ચા પાસ,
માં બૈઠી,
મુસ્કુરાતી હૈ.
મુઝકો હૈરત હૈ,
જાને ક્યૂં દુનિયા,
કાબા ઔર સોમનાથ કો જતી હૈ?
નિદા ફાઝલી
Added by karan duva on April 15, 2013 at 1:39pm — 1 Comment
એકલવાયાપણાની લાગણી માણસને ઊધઈની જેમ અંદર ને અંદર કોરી ખાય છે. સાહજિક રીતે એકલા હોવું એક વાત છે અને માનસિક રીતે એકલા પડી જવું એ જુદી વાત છે. તરુણાવસ્થામાં કિશોર-કિશોરીઓમાં એમને કોઈ બરાબર સમજતું નથી એવી લાગણી વિકસવા લાગે છે. વૃદ્ધ લોકોને લાગે છે કે કોઈને એમની પડી નથી. લગભગ દરેક ઉંમરની વ્યક્તિઓમાં કારણ વિના અને સકારણ એક પ્રકારની એકલવાયાપણાની લાગણી જન્મે છે.
એવું કહેવાય છે કે માણસના માનસિક ખાલીપણાને વ્યક્ત કરવા માટેનો અંગ્રેજી શબ્દ ‘લોન્લી’ સૌથી પહેલીવાર મહાન…
ContinueAdded by Komal Bhatt on April 15, 2013 at 1:35pm — 2 Comments
I AM NOT IN COMPITITION WITH ANYBODY BUT MYSELF. MY GOAL IS TO BEAT MY LAST PERFORMANCE.---- BILL GATES
ContinueAdded by karan duva on April 15, 2013 at 1:32pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service