Made in India
Posted on July 9, 2013 at 4:13pm 1 Comment 3 Likes
~~..સુખની સુગંધ..~~
ગંધ જો રહે પટલોમાં બંધ
કેમ કરી પામે મરુતનો સંગ?
કળીનું જોબન કરશે તેણીના સરવાનો પ્રબંધ..!!
વરે એ જ્યારે સુખને સંગ
અજરઅમર થાય,પમરે સુગંધ
ચિત્ત મોહવાનો કસબ નિજ હસ્તક અકબંધ..!!
દુઃખનો જો ઘડીક ચઢે રંગ
ભટકે કણકણ, ભમે દુર્ગંધ
દુઃખની લેખણી લખશે એક દી' સુખનો નિબંધ..!!
'દ' થી 'સ' ભણી કેડી…
Posted on June 15, 2013 at 5:04pm 0 Comments 5 Likes
આ
કુદરત પણ ગજ્જબ સાહિત્યપ્રેમી છે..!
ગ્રાઉન્ડ પર
કેવા સુંદર અછાંદસ ફૂટી નીકળ્યા છે..
ક્યાંક
ટચૂકડી,
ત્રિપદી જેવી દૂર્વા તરવરે..
અને-
ડાળી ઓ પર સામસામે અવતરેલા નવાંકૂરો,
છંદબધ્ધ ગઝલની પંક્તિઓ જોઈ લો..!
ડાળખીઓ લહેરાય, જાણે લયબદ્ધ ગીતો..!
વચ્ચે…
Posted on June 5, 2013 at 7:02pm 0 Comments 6 Likes
..સગર્ભા ધરા
સળવળે 'લિલાશ'
..કથ્થઈ ખોળે
~ રાજુલ
આજે World Environment Day નિમિત્તે વાત એક નવજાત કુંપળની, લીલીછમ્મ શક્યતાની, નવીનક્કોર આશાની..
Posted on May 26, 2013 at 7:08pm 0 Comments 2 Likes
એવી તે બળતી બપોર
તગતગતાં તડકા કાંઈ એવાં વરસતાં કે
ઝીણી થાય આંખોની કોર
લથબથતી પીડાનાં લીરાં કાંઈ ફરફરે રે
વેઠ્યો ના જાયે આ તાપ
ટાઢા નિસાસા ખરે, ઉનાં મોતીડાં ઝરે
નેજવાને અખરતાં જાપ
વાયરો રજળતો, કકળતો જરીકને,આફુડો જાતો પડી..
મૂઈ આમ્રમંજરી- ભાવવિભોર!
અડતામાં ઓરમાયું લાગ્યું મુને આજ સખા
કહેવી આ વાતું કોને છાની
મુઠ્ઠીમાં ઓરેલાં ઓરતાં વસુક્યાં રે
કોરી હથેળી નિશાની
દુખિયારી આંખોની કોતરોમાં…
ContinuePosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall (4 comments)
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com
પગરખાં ને અભરખાં બહાર મૂકીને આવો,
તો જ પામશો પ્રભુ દર્શનનો સાચો લ્હાવો,
મનમંદિરને ઓટલે બેસી સત્સંગને સાચવો,
પછી પ્રભુને કહેવું નહિ પડે કે તમે આવો ! 'હર્ષ'
www.facebook.com/harshadkumar.vyas.7
and many more to come..
Birthday,Happy Birthday,Happy Birthday To You!Happy, HappyBirthday.Have Fun And Enjoy!
મેડમ,
અમારે ત્યાં સુરતમાં મહિલા પરિષદ ના ઉપક્રમે વાચક મંચનો કાર્યક્રમ દર મહિનાના પેહલા શુક્રવારે થાય છે. એમાં આ વખતે વિષય ઉનાળો કે ગરમી છે. હું આપનું "એવી તે બળતી બપોર" ગીત આપના નામથી જ રજુ કરવા ઈચ્છું છું.