Made in India
Started by dinesh rathod Mar 6, 2013. 0 Replies 7 Likes
ખરેખર એક માણસ ને જીવવા માટે શુ જોઇએ ....ફક્ત રોટી, કપડા અને મકાન ... ફક્ત હુફ પ્રેમ અને લાગણી કે ફક્ત રુપિયા , અને ભૌતિક વસ્તુઓ........ એક માણસ તરીકે માણસ ની જરુરીયાત શુ હોઇ શકે......Continue
Comment
http://nabhakashdeep.wordpress.com/
પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર જડે નહીં જગતે જોટો , અવનિએ અવતરીયો મોટો કેસરી નંદનને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું ભાગ્યવંતી મા ભારત ભૂમિ, દે પવનદેવ લાખેણું નઝરાણું
માત થાશે તારો લાલ બડભાગી
દેવાધી દેવની દેવ પ્રસાદી ધર્મપથી શક્તિ ભક્તિની મૂર્તિ
પરમેશ્વરની નિત બાંધશે પ્રીતિ
ભવ કલ્યાણી અંજની નીરખે, હરખે ઉર આનંદે મલકે કેસરી નંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
પોઢંતો પ્રતાપી વજ્રની શક્તિ
મુખ લાલી ની આભા છે પ્યારી જડી બુટ્ટી રામની જાણશે જ્યારે
ચારે યુગનો થાશે કલ્યાણી
ભક્ત ભગવાનનાં મિલન થાશે, ભગવદ શક્તિનો સથવારો થાશે વીર કેસરીની ગર્જનાઓ ગાજશે , દશે દિશાઓ હાંકથી કંપશે
દેવી કલ્યાણી અંજની નીરખે
અમી રસ અંતરના ભાવે ઉછળે કેસરી નંદને નીંદરું ના આવે
માત અંજની હેતે ઝુલાવે
લાલ તારો મા લાંધશે જલધિ, પવનવેગી એ ઘૂમશે અવની હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી
પનોતી પાસ ન ઢૂંકવા દેશે
રામ ભક્તિથી અમર થાશે કેસરી નંદને નીંદરું ના આવે
માત અંજની હેતે ઝુલાવે
"" haji ankh ma jane farke che koi, haji mithu sarmai ne marke che koi, vikhuta padya toye lage che, haji pan aa rage rag ma sarke che koi.""
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.
વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.
વરસાદ
આવરે વરસાદ ...આવરે વરસાદ
જરા જોરથી વરસ,મુસળાધાર વરસ.
ગાજ વિજ સાથ વરસ,અંધરાધાર વરસ.
તારા આગમન ની તો તૈયારી પુરી થઇ છે
તને જોઇને ગરમીતો ખુબ દુર ભાગી ગઇ છે
મોર કળા ક્રરે,દડકો ડ્રાવ ડ્રાવ ક્ર્રે
બાળકો ખુસીથી જોરથી ચીચીયારી પાડૅ છે
તારા આગમનથી તો ધરામાં હરીયાલી થઇ છે
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Dhabkar to add comments!