Made in India
શ્રી કૃષ્ણના ચરણકમળનાં ચિન્હ દ્રૌપદીની આંખોમાંથી વહેતા આંસુથી છલોછલ ભરાઈ ગયા. રેતીમાં ઊંડા ખુંપેલા પગનાં ચિન્હનો ખાડો દ્રૌપદીનાં આંસુએ છલકાવી દીધો ! ત્યારે પાર્થની સ્મૃતિમાં આવ્યું, કૃષ્ણએ કહ્યું હતું , "આંસુ બીજું કઈ નથી ,માત્ર હૃદયની ભાવના છલકાયને ચક્ષુઓ દ્વારા ઉભરાય છે .જયારે શબ્દો ખૂટી પડે અને છતાં ,વાત અધુરી રહી જાય , ત્યારે આંસુ એને પૂરી કરે છે"
ચરણકમળનાં ચિન્હ પર મસ્તક નમાવી રહેલી દ્રૌપદીની લાતો અને ઉત્તરીય રેતીમાં રગદોળાતાં હતા. એની આંખો હજીયે શ્રીચરણને પખાળી રહી હતી .એના હોઠમાંથી અનાયાસે જ ફરી એકવાર સારી પડ્યું .......
त्वदियमस्ती गोविन्द तुभ्यमेव समर्प्यते!
અર્જુન અને દ્રૌપદીનાં ગયા નીકળી ગયા પછી રુકિમણી માટે આ મહાલય જાણે અંધકારમય બની ગયો હતો ! દ્રૌપદીનાં કૃષ્ણપ્રેમ સામે જાણે પ[ઓટે અધુરી , વામણી રહી ગઈ હોય , એવું રુકમણીને લાગ્યું....
"શા માટે જવા દીધા મેં કૃષ્ણને ? શા માટે હું સાથે નાં ગઈ ? શા માટે મેં સ્વીકારી એમની વાત? "
રુકમણીનાં મનમાં પ્રશ્નો ઉભરાવા લાગ્યા .
પાંચ-પાંચ પતિ સાથે જીવતી આ સ્ત્રી પોતાના પતિને આટલો પ્રેમ કરતી હશે, એ વાત રુકમણીને આજ સુધી નાં સંજયનું દુ:ખ જાણે કોરી ખાતું હતું.
"એ ભું જ અદ્દભુત સ્ત્રી હોવી જોઈએ ." રુકમણીનાં મનમાં વિચાર આવ્યો. એને પણ દ્રૌપદીનો કૃષ્ણપ્રેમ સ્પર્શી ગયો હતો, બાકી સ્ત્રી સાધારણ રીતે ઈર્ષ્યામાં જીવે છે.
કૃષ્ણ કહેતા,"જો આપણે પુરુષ અને સ્ત્રીના વ્યક્તિત્વનું એક ખાસ ચિહ્ન શોધવા ઇચ્છીએ,તો પુરુષો અહંકારમાં જીવે છે , સ્ત્રીઓ ઈર્ષ્યામાં જીવે છે. સાચે જ ઈર્ષ્ય અહંકારનું 'નિષ્ક્રિય' રૂપ છે. અહંકાર ઈર્ષ્યાનું "સક્રિય" રૂપ છે. અહંકાર સક્રિય ઈર્ષ્યા છે. ઈર્ષ્યા નિષ્ક્રિય અહંકાર છે.
રુકિમણીને સમજાયું,"આ સ્ત્રી ઈર્ષ્યા વિનાનાં પ્રેમમાં જીવી શકી, અને આ પાંચે ભાઇઓથી કેટલાંક અર્થોમાં ઉંચે ચાલી ગઈ.આ પાંચે ભાઈઓ ભારે તકલીફમાં રહ્યા છે.દ્રૌપદીને કરને અંદર એક નિરંતર દ્વન્દ્વ અને સંઘર્ષ ચાલતો જ રહ્યો, પરંતુ દ્રૌપદી નિર્દ્વન્દ્વ અને શાંત રહીને આ બહુ અજબ ઘટનામાંથી પસાર થઇ ગઈ અને છતાંય જેને ચાહતી હતી, જેને પૂજતી હતી, એને વિશેનો પ્રેમ અખંડ - નિર્વિવાદ રહ્યો."
જયારે રુકિમણી સત્યભામા વિશે કે અન્ય કઈ રાની વિશે ઉપાલંભ કરતી, ત્યારે કૃષ્ણ કહેતા,"આપણી સમજણમાં જે તકલીફ પડે છે એ આપણે કારણે હોય છે. આપણે પ્રેમને એક અને એકની વચ્ચેનો સંબંધ માનીએ છીએ.પ્રેમ એવો છે નહીં અને એટલા માટે આપણે પછી પ્રેમને માટે ઘણી ઘણી ઉપાધિમાં પડીએ છીએ અને ઘણી મુશ્કેલીઓ ઊભી કરીએ છીએ . પ્રેમ એવું ફૂલ છે જે ક્યારે પણ કોઈને માટે આકસ્મિક રૂપે ખીલી શકે છે. ન એના ઉપર કોઈ બંધન છે, ન એના ઉપર કોઈ મર્યાદા છે અને બંધન મર્યાદા જેટલી વધારે હશે, એટલો આપણે એક જ નિર્ણય કરી શકશું કે આપણે એ ફૂલને ખીલવા નથી દેતા. પછી એ એકને માટે પણ નથી ખીલતું.પછી આપણે પ્રેમ વિના જીવી લઈએ છીએ. પરંતુ આપણે ભારે અજબ લોકો છીએ. આપણે પ્રેમ વિના જીવવાનું પસંદ કરશું, પરંતુ પ્રેમની માલિકી છોડવાનું પસંદ નહીં કરીએ. આપણે એ પસંદ કરી લઈશું કે આપણી જિંદગી પ્રેમ વિનાની ખાલી પસર થઇ જાય, પરંતુ આપણે એ સહન નહીં કરીએ એ જેને આપણે પ્રેમ કર્યો છે,એને માટે કોઈ બીજું પ્રેમપાત્ર હોઈ શકે....."
....અને આજે, રુકિમણીએ પોતાની દ્રષ્ટિ સમક્ષ જોયો હતો પ્રેમ, એવો પ્રેમ જેમાં માત્ર સમર્પણ હતું .કોઈ પ્રશ્નો નહોતા , કોઈ અપેક્ષાઓ નહોતી, કોઈ દુ:ખો નહોતાં કે કોઈ પીડા નહોતી, માત્ર અખંડ-નિર્વિવાદ સતત વહ્યા કરતો સજીવ પ્રેમ !
અને, એટલે જ ......
એ પ્રેમ આજ સુધી એમ જ, અતૂટ, અકબંધ સચવાય રહ્યો હતો........
દ્રૌપદીને 'વાસુદેવ્સ્ય સખી' કહીને સંબોધતી રુકિમણીને સ્વપ્નેય અણસાર નહોતો કે, આ સખી એના પતિની આટલી નિકટ, આટલી પ્રિયતમ હશે!
આ પ્રસંગ કાજલ ઓઝા-વૈદ્ય લિખિત 'કૃષ્ણાયન' માંથી લીધો છે....
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com