વૈશાખી વાયરો વા ' તા પેહલાં --------દીપક ત્રિવેદી
અંધારું રહેશે અબોલ ...એય ... સાજણિયા
અંધારું રહેશે અબોલ
આંખો અધમીચેલી ખોલ ... એય ... સાજણિયા
આંખો અધમીચેલી ખોલ
નીંદરમાં લીલીછમ્મ લહેરખી હશે એનું નામકરણ કરશું પતંગ
ચપટી વગાડતાં ' ક પોપચા ખુલે એવી ઘટનાથી કરફયુનો ભંગ
પડઘાને અમથો ના ઠોલ ... એય ... સાજણિયા
પડઘાને અમથો ના ઠોલ
અંબોડે ખીલેલી વેણીના સમ કોઈ સપનાની વાત નથી મારી
શરણાયું વાગે કે પડઘમ હવે ટેરવામાં ખુલી છે બારી
ધણધણતો વૈશાખી ઢોલ ... એય ...સાજણિયા
ધણધણતો વૈશાખી ઢોલ !
અંધારું રહેશે અબોલ ...એય ... સાજણિયા
અંધારું રહેશે અબોલ !
----------------દીપક ત્રિવેદી
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com