કુંવારા મનનું ગીત ---------દીપક ત્રિવેદી
માઝમ - રાતે પંખો ફૂટી
પાંખો રાતીચોળ .... બોલે ટીટોડો !
ગામ સફાળું હાલક - ડોલક
પાદર ગોળ - મટોળ ... બોલે ટીટોડો !
સવ્વામણના ગીત ઉઘલે
ગીતો ઝાકમઝોળ ... બોલે ટીટોડો !
એક હથેળી - કાંઠા ઉપર
ફરે નહિ ચકડોળ ... બોલે ટીટોડો !
જળમાંથી જળ પાંગરતું
કૈં જળમાં હું તરબોળ ... બોલે ટીટોડો !
પાંચ વાંભના પૂતળાં જેવો
દરિયો ડામાડોળ ... બોલે ટીટોડો !
ઠેબાં ખાતો ઘૂમરાતો ભૈ
ઘરમાંથી વંટોળ .... બોલે ટીટોડો !
ફૂલગુલાબી સપના સાજણ
આંખોમાં ઝબકોળ ... બોલે ટીટોડો !
જરા આંખના પલકારામાં
ચડી ગયો મચકોડ .... બોલે ટીટોડો !
માઝમ - રાતે પંખો ફૂટી
પાંખો રાતી ચોળ .... બોલે ટીટોડો !
----------------દીપક ત્રિવેદી
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com