Deepak Gaurishanker Trivedi's Blog (39)

ઝમકું ડોશીને અને સપનાઓ ————– દીપક ત્રિવેદી

ઝમકું ડોશીને અને સપનાઓ ————– દીપક ત્રિવેદી

ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે ?

ઝમકું ડોશી એમ ભણે કે પરિયું જેવા લાગે !

સપનાને ઉલાળો તો સપના થૈ જાતા વાદળ !

આંગળિયુંમાં બાંધો તો ભૈ સપના કંકુકાગળ !

સપનાનું ચાંદરડું લેવા ઝમકું ડોશી ભાગે !

ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે ?

સપનાને પંપાળો તો સપનાને ઉગે મૂછો !!

મારા રોયા ! સપના વિશે કાંય મને ના પૂછો !

નીંદરમાંથી ઉઠી સપના દરિયો પીવા માગે !

ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 14, 2013 at 9:57pm — No Comments

તંબૂરો + ટપુભગત = વિષકન્યા ——— દીપક ત્રિવેદી

તંબૂરો + ટપુભગત = વિષકન્યા ——— દીપક ત્રિવેદી

ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !

પડઘો પડશે તો કહેશે કે અવાજ આવ્યો ગેબી !

સપનામાં પણ છળી ઊઠશે જોતાં એક જલેબી !!

ટપુભગતનો જીવ અભાગી રહી રહીને જાગ્યો !

ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !

દરિયો તરવા ટપુ ભગત તંબૂરો હા ‘ રે લેશે….

‘ તું હી મેરા જીવનસાથી ‘ તંબૂરાને કે ‘ શે ….

આમ છતાંયે ટપુભગતને જીવતરકાંઠો વાગ્યો !

ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !

વિષકન્યાએ ટપુભગતને ચોક વચાળે પીધાં…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 14, 2013 at 9:53pm — No Comments

સપનાપુરાણ————–દીપક ત્રિવેદી

સપનાપુરાણ————–દીપક ત્રિવેદી

ગઢનો દરવાજો ખોલ્યો – ને – સપનાં હુડૂડૂડૂહુસ !

મને શૂટ – બૂટમાં દેખીને કરતાં રે ગુસપુસ !

એક ઘોડાનું સપનું મહેંદીલા હાથેથી ઊડ્યું !

માંડ માંડ કેડેથી ઝાલી પાછું એને ગુડ્યું !

મારા હાળા ! સપનાં છીંડુ દેખી કરતા ઘુસ !

સપનાં હુડૂડૂડૂહુસ !!

ગઢનો દરવાજો ખોલ્યો – ને – સપનાં હુડૂડૂડૂહુસ !

વળી એક ઊંધામણના સપનાને પાંખો ફૂટી !

જંતરમંતર હું બોલ્યો ને ગધની પાંખો તૂટી !

મને આંટતા સપના લઘરાંવઘરાં મખ્ખીચુસ !

સપનાં…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 14, 2013 at 9:52pm — No Comments

તારી આંખમાં જોયેલ ચોમાસાનું ગીત ———-દીપક ત્રિવેદી

તારી આંખમાં જોયેલ ચોમાસાનું ગીત ———-દીપક ત્રિવેદી

હાય રે ! તારી આંખમાં મોતીસેર !

હાય રે ! હું તો દોડતો ઝડપભેર !

અલપઝલપ વીંઝતો જાતો …..વીંધતો જાતો …..

સપનાઓનાં ….. ઘટનાઓનાં ઝાંઝરિયાળા દેશ …….!

અલકમલક પૂછવા દોડું ….. ભાગવા દોડું ….

જાણે ઉડી આંખમાં વાગે પદમણીનો વેશ …..!

હાય રે ! આખા ચોકમાં વેરવિખેર !

હાય રે ! હું તો દોડતો ઝડપભેર !

હાલકડોલક છાલક વાગી …… આંખમાં વાગી ……

આંખ વચ્ચેના ગામમાં વાગી …. ગામના લોકો ગુમ !

લટકમટક નદિયું ડોલી …. ચૂડલી…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:57pm — No Comments

ઇન્ગ્રેચીમાં કરજો ———–દીપક ત્રિવેદી

ઇન્ગ્રેચીમાં કરજો ———–દીપક ત્રિવેદી

ઇન્ગ્રેચીમાં કરજો મારા શ્વાસોનો તરજુમો !

ગુજરાતીમાં નૈ ઊકલે રે અક્ષર અક્ષર ડૂમો !

ઇન્ગ્રેચીમાં ડૂસકાં ન ફાવે તો રે’વા દેજો …

ગુજરાતીમાં ઈ અક્ષરને સાત સલામી દેજો !

સપનાં ટોળા – મોઢે રેતીમાં છે ચૂમો – ચૂમો !

ગુજરાતીમાં નૈ ઊકલે રે અક્ષર અક્ષર ડૂમો !

ઇન્ગ્રેચીમાં આંસુ ટીઅરગેસ થઈને નડશે !

ગુજરાતીમાં આંસુ ઝાકળ – ધુમ્મસ થઇ નીતરશે !

રસ્તો – બસ્તો ગુમ થાય તો કેડી – કેડી ઘૂમો !

ઇન્ગ્રેચીમાં કરજો મારા શ્વાસોનો…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:54pm — No Comments

કવિતા પર જુલમ કરતા કવિને ——– દીપક ત્રિવેદી

કવિતા પર જુલમ કરતા કવિને ——– દીપક ત્રિવેદી

શબ્દચોકમાં સળગાવો રે મીણબતી વણઝાર

એક કવિતા દોડી ગઈ સમદરની પેલે પાર

દરિયાને પૂછ્યું તો દરિયો અંગુઠો બતલાવે

વ્રુક્ષ – પર્ણ પણ મુંગામંતર બિન પાણી મર જાવે

હાથવેંતમાં લઇ આવો ઝાંઝરિયાનો આધાર

એક કવિતા દોડી ગઈ સમદરની પેલે પાર

હશે સામને કાંઠે કે ધરતીમાં ગઈ સમાઈ ?

રજવાડી શબ્દોની અંદર ડૂસકાતી પરછાઇ !!

પડછાયામાં હોઈ શકે ના પગલાંનો આધાર !

એક કવિતા દોડી ગઈ સમદરની પેલે પાર !

અરધો કાંઠો ડહોળો કે અમૃતનો…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:51pm — No Comments

મેળો ———— દીપક ત્રિવેદી

મેળો ———— દીપક ત્રિવેદી

હૈયે – હૈયું દળાય છે …. હાલ ….. હાલ ….. હાલ ….

મનખ મેળો ભરાય છે …. હાલ ….. હાલ ….. હાલ ….

ચકડોળે ચડ્યાં કે ચડ્યાં આકાશમાં ….

ઈચ્છાના ગુબ્બારાં છોડ્યા કંઈ આશમાં …..

વા ‘ માલીપા વાય છે …. હાલ ….. હાલ ….. હાલ ….

હૈયે – હૈયું દળાય છે …. હાલ ….. હાલ ….. હાલ ….

કોઈ પકડે કરતાલ , કોઈ બેસુરાં તાલ ….

કોઈ નમણીનાં ગાલ પરે ઢોળે છે વ્હાલ ….

કોઈ છલછલ છલકાય છે …. હાલ ….. હાલ ….. હાલ ….

હૈયે – હૈયું દળાય છે …. હાલ ….. હાલ ….. હાલ…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:48pm — No Comments

જામનગરવાસીનું પ્રણયગીત ———–દીપક ત્રિવેદી

જામનગરવાસીનું પ્રણયગીત ———–દીપક ત્રિવેદી

સપના ! તારી આંખો જાણે જામનગરનું પૂર — અમે હોબ્બેસ તણાયા છેક વચ્ચોવચ્ચ દરિયે !

સપના ! તારા શ્વાસે ટપકે પંચવટી ચોપાસ — અમે તો .. હે .. ય .. તણાયા મઘમઘતી ઘૂઘરિયે !

પવન ચક્કીનો પવન સમયસર વા’ય — અને જો તમે ઉડો આકાશ — લઇ જાજો રે કાગળ સખીયન …. !

પંચેશ્વરનો પડઘો જો પડઘાય–અચાનક શ્રીબાલાહનુમાન આપણા થાય–લઇ જાજો રે શ્રીફળ સખીયન..!

સપના ! તારા રણજિત રસ્તે નાગમતીનું ગામ — અમે તો .. એ .. ય .. તણાયા નાગમતીને તળિયે !

થાક ચડે તો મૂકો…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:44pm — 1 Comment

મુંબઈનગરીમાં ભૂલા પડેલા વા’લાજી ———દીપક ત્રિવેદી

મુંબઈનગરીમાં ભૂલા પડેલા વા’લાજી ———દીપક ત્રિવેદી

મુંબઈ નામે નગરીમાં વ્હાલાજી ઝોલાં ખાય ….

ફૂલપદમણી જેવી છોરી જોઈ જોઈ મલકાય .. !

અરધે – કાંઠે લપસી પડતાં બોલે ‘ મેડમ સોરી ‘ !

‘ થેન્કયૂ , મેન્શન નોટ ‘ કહીને રણકે મુંબઈ ગોરી !

ચશ્મા પહેરી દરિયામાં વ્હાલાજી ગીતો ગાય !

મુંબઈ નામે નગરીમાં વ્હાલાજી ઝોલાં ખાય ….

ક્યાં મળશે જળનદી અમોને ક્યાં મળશે પગથાર ?

ઝુંપડપટ્ટીમાં જોયેલાં સપના પારાવાર …..!

જળવત જીવી જાવામાં વ્હાલાજી વરસી જાય !!

મુંબઈ નામે…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:39pm — No Comments

હું હરખપદુડી છોરી ….! ————દીપક ત્રિવેદી

હું હરખપદુડી છોરી ….! ————દીપક ત્રિવેદી

હું હરખપદુડી છોરી ….!
હું ઝાલું રેશમ – દોરી ….!
હું આંખે આંજુ તમને ….
હું શું પૂછું સાજનને ….?
હું પરથમથી કટ્ટકોરી !
હું હરખપદુડી છોરી !
ઈ તડકેથી સંચરવું ;
ઈ આંખોમાં જળ ભરવું …
હું ગુલમહોરોમાં મ્હોરી !
હું હરખપદુડી છોરી ….!
આ શ્વાસ કિંયા પાથરવા ?
આ અશ્રુઓ ક્યાં ધરવા ?
હું હરખુડી નસ – ધોરી !
હું હરખપદુડી છોરી !!

————દીપક ત્રિવેદી

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:37pm — No Comments

પહેલો વરસાદ ———–દીપક ત્રિવેદી

પહેલો વરસાદ ———–દીપક ત્રિવેદી

મને પહેલાં વરસાદમાં પલળવું ગમે
મને તારી સાથે એમ મળવું ગમે

તારી આંખોમાં હોય સાત – દ્વારિકા ગામ
એક તારું રટણ કૈંક તારું છે નામ

મને કંચનજંઘાથી ખળખળવું ગમે
મને તારી સાથે એમ મળવું ગમે

મારી આંગળિયે ઓચિંતા સપના ફૂટેલાં
વળી ઓસરિયે મોરલાના ટહૂકાં ઝીલેલાં

મને તારા કાંઠેથી ઝળહળવું ગમે
મને તારી સાથે એમ મળવું ગમે

———–દીપક ત્રિવેદી

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:35pm — No Comments

ચુંદડી ભીંજાણી નૈ —————-દીપક ત્રિવેદી

ચુંદડી ભીંજાણી નૈ —————-દીપક ત્રિવેદી

ચુંદડી ભીંજાણી નૈ ……

ગગરિયા છલકાણી નૈ …..

નજરની સોંસરવા જઈ

નજરિયા મંડાણી નૈ ….

ઊઘડતો શ્રાવણ કોરો …. ધૂળની ડમરી ઉડે !

ઘૂંઘરું પાસે ઝુકી … ભ્રમરની પંખો બૂડે !

નદીનાં રેતલ કાંઠે

હજૂ હું મુંઝાણી નૈ ….

ચુંદડી ભીંજાણી નૈ ……

ગગરિયા છલકાણી નૈ …..

દેહના ગુંબજ ઉપર …. નથી ખાબકતી હેલી …..

શરમ કે સાચુકલાં પણ નથી વીંટળાતી વેલી !

હરખને પડખામાં લઇ

મુઈ હું હરખાણી નૈ ….

ચુંદડી ભીંજાણી નૈ…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:30pm — No Comments

લાવ ચીતરું હથેળીમાં———દીપક ત્રિવેદી

લાવ ચીતરું હથેળીમાં———દીપક ત્રિવેદી

લાવ , ચીતરું હથેળીમાં દરિયો …

એક દરિયો , જે મારામાં ભરિયો …

એક મોજામાં નામ – સરનામું લખીશ ;

રેત – કાંઠાનું ગામ પરબારું લખીશ ….

અંગ – અંગના મરોડે પાથરિયો ,

એક દરિયો , જે મારામાં ભરિયો …

છીપ, મોતી, પરવાળાં, હલ્લેસું, હોડી …

આવ , કાંઠાના બંધનને સઘળાં તરછોડી ..

છેક નભમાંથી ઘરમાં ઊતરિયો ,

એક દરિયો , જે મારામાં ભરિયો …

જળ ઊછળે તો છાલકને ઝીલી લઈશ

તારા દોમ – દોમ વ્હાલપમાં ગાંડી થઈશ

સાવ ઘરના ઉંબરમાં…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 9, 2013 at 9:21pm — No Comments

ચંદનતલાવડીમાં ... ----------દીપક ત્રિવેદી

ચંદનતલાવડીમાં ...  ----------દીપક ત્રિવેદી



ચંદન  તલાવડીમાં  અઢળક  શ્રાવણ  મુશળધાર --

                         -- કે રૂમઝૂમ  કંકણનું  ઝૂમખડું ...

                         -- કે ઝલમલ  કંકણનું  ઝૂમખડું ..

રેશમની   દોરીના   છેડે   બાંધ્યો   ઝરમર  ભાર -

                         -- કે ઝમરખ   કંકણનું  ઝૂમખડું ..

                         --  ઝળહળ     કંકણનું  ઝૂમખડું…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:38pm — No Comments

કુંવારા મનનું ગીત ---------દીપક ત્રિવેદી

કુંવારા  મનનું  ગીત  ---------દીપક ત્રિવેદી



માઝમ - રાતે    પંખો    ફૂટી

                               પાંખો         રાતીચોળ  ....  બોલે   ટીટોડો !

ગામ  સફાળું   હાલક - ડોલક

                                પાદર  ગોળ - મટોળ ...   બોલે   ટીટોડો !

સવ્વામણના   ગીત    ઉઘલે

                                ગીતો      ઝાકમઝોળ ...  બોલે   ટીટોડો !

એક    હથેળી  -  કાંઠા  …

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:35pm — No Comments

ઉજાગરા + વાયરા = અશ્રુવન -------દીપક ત્રિવેદી

ઉજાગરા + વાયરા = અશ્રુવન -------દીપક ત્રિવેદી

આંખોમાં લઈને ઉજાગરા

ભટકે છે શ્વાસો બહાવરા

કહી દો તો ખોબલિયે દેશું અરમાનો

-- ને કહેશો તો આંખોનાં વન

મોરપિચ્છ આવે તો ટહૂકા પથરાશે

-- ને સાથિયાઓ પૂરશે કવન ....

અમથા ન થાઓ કઈ આકરા

આંખોમાં લઈને ઉજાગરા ...

માગો તો મો ' લાતું આપી યે દઈએ

-- ને આપીએ અમારા રીસામણાં !

તમને રીઝવવા તો , ગોકુળના ગિરધારી

-- રાખ્યા છે દિવસો સોહામણાં !

ફુંકાશે રોમ - રોમ વાયરા !

આંખોમાં લઈને ઉજાગરા…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:33pm — No Comments

મારી આંગળીનો નખ ————દીપક ત્રિવેદી

મારી આંગળીનો નખ ————દીપક ત્રિવેદી

મને કાયમી નડે છે મારી આંગળીનો નખ !

નથી ઘોળાતું એટલે આ જીવતરનું વખ !

રેશમી અડપલાંમાં નખ નડી જાય ભૈ …… ભારે કઠણાઈ …..

આવેલું સપનું હળવેક ખડી જાય ભૈ …… ભારે કઠણાઈ …..

રહે કડેધડે આંગળીનો નખ એ જ દખ ….!!

મને કાયમી નડે છે મારી આંગળીનો નખ !

શબ્દોને લખવામાં ખાંચ – ખુંચ થાય ….. ભાઇ કરવું શું…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:29pm — No Comments

–માળું કૈંક નવીન થાવાનું ———દીપક ત્રિવેદી

–માળું કૈંક નવીન થાવાનું ———દીપક ત્રિવેદી



રસ્તા વચ્ચે ધૂળ ઉડે ને ધૂળમહીં ડમરીમાં ઉડે ધુમ્મસ જેવી છોરી …માળું કૈંક નવીન થાવાનું …!!

પંદર દિ ‘ થી ધુમરા લેતો ઓરસચોરસ દરિયો પૂછે આંખ્યુંને ફંફોરી … માળું કૈંક નવીન થાવાનું …!!



ઘરમેળે ઉકલ્યું ના કાંઈ છાનુંછપનું થયું છમકલું …હચમચ રુએ આંસુ …બાંધો ધજાપતાકા બાંધો !

વીસ વરસનો ઘાવ ઉઘાડો ઉછળે મેઘધનુષી પળમાં લઇ આવો ચોમાસું …બાંધો ધજાપતાકા બાંધો…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:28pm — No Comments

પડઘો સવા લાખનો----------દીપક ત્રિવેદી

પડઘો સવા લાખનો----------દીપક ત્રિવેદી

એક રે ગગન ગુંજતો પડઘો સવા લાખનો ....કોઈ ઝીલો રે.... કોઈ ઝીલો ...!!

વાયરે પુગી આવતો તડકો સવા લાખનો  ....કોઈ ઝીલો રે.... કોઈ ઝીલો ...!!
 
પગમાં પવન પાવડી પહેરી લીધી આશમાં ...ક્યાંક ઊડું રે ....ક્યાંક ઊડું ....!
મન તો સોનલ-માછલી  તરવા લાગી શ્વાસમાં.. કેમ બુડું રે..... કેમ બુડું ...? 
 
અમથો પડી ભાગતો ફડકો   સવા લાખનો ....કોઈ ઝીલો રે.... કોઈ ઝીલો ...!!
એક રે ગગન ગુંજતો પડઘો…
Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:10pm — No Comments

પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ----દીપક ત્રિવેદી

પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ----દીપક ત્રિવેદી 

 

પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ

તમે મુકતા જાતા એમાં થોડેરો ઉન્માદ !!

 

વાદળછાયાં ગામ-શેરિયું અને મલકતાં ચહેરાનો રઘવાટ

પવન પંડમાં પહેરી ઉભા પછી ઉંબરે ઝૂલે હિંડોળા-ખાંટ... 

 

ઝીર્ણ-શીર્ણ તરસ્યુંને કરતો બાદ 

નહીં ઉઘડતા ફૂલોમાં પણ કલરવભીનો વાદ...

 

ઘૂંટી ઘૂંટીને પાઈ દીધા છે અલકમલકનાં અજવાળાં બેફામ 

જાણે માથે હાથ મુકવા અહીં આવતા દોડીને ઘનશ્યામ !!

 

અંગ-અંગની…

Continue

Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 10:07pm — No Comments

Monthly Archives

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service