પ્રથમ રાત્રિમિલન ----------દીપક ત્રિવેદી
ધડક ધડક દિલ ધડકે , સજના !
માંડ સોગઠાં - ચોપાટું .....!
પલક નેત્ર પલ - પલ થડકે ને --
કંકુ ફાટું - ફાટું ....!
આજ લગી ક્યાં કોઈ પીતું
અમરતનો સમદરિયો ....
ઘટ - ઘટ પી જા અમને , આલ્લે !
કુંભ મજાનો ભરીયો ....
ધનક ... ધનક .... ઝાંઝરિયું બલમા !
ઘુઘરિયાળી વાટુ ......!
ધડક ધડક દિલ ધડકે , સજના !
માંડ સોગઠાં - ચોપાટું .....!
ઊછળકૂદ ઈચ્છાના શંફૂદ્રુમ
ઊગ્યા પરસાળે ......
જાણે ગુલાબ ગોટો ફૂટ્યો
અંતરના અજવાળે ......
છલક શ્વાસ સરવર , સાંવરિયા
રાખું કોના સાટુ ?
પલક નેત્ર પલ - પલ થડકે ને --
કંકુ ફાટું - ફાટું ....!!
------------દીપક ત્રિવેદી
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com